Raksha Bandhan Essay in Gujarati Language : Today, we are providing રક્ષાબંધન નિબંધ ગુજરાતીમાં For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Raksha Bandhan Essay in Gujarati Language to complete their homework.
રક્ષાબંધન નિબંધ ગુજરાતીમાં - Raksha Bandhan Essay in Gujarati
શ્રાવમ માસને તહેવારોનો મહિનો કહે છે. શ્રાવણ માસમાં ધાણા તહેવારો આવે છે. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે બળેવનો તહેવાર ઊજવવામાં આવે છે.
કાચા સૂતરના ધાગાની રાખડી હોય છે. તેમાં રેશમના કૂમતા વચ્ચે મોતી હોય છે. હવે તો કલાત્મક રીતે રાખડીઓ બનાવવામાં આવે છે. બહેન ભાઈને હાથે રાખડી બાંધવા ઉત્સુક છે, ભાઈ બહેન પાસે રાખડી બંધાવવા ઉત્સુક હોય છે. Read also : Makar Sankranti Essay In Gujarati
વહેલી સવારે રક્ષાબંધનની વિધિ કરવામાં આવે છે. બહેન ભાઈના કપાળમાં કુમકુમ તિલક કરે છે, અક્ષત ચોઢે છે. એ પછી તે ભાઈના જમણા હાથે રાખડી બાંધે છે. રાખડી બાંધ્યા પછી બહેન ભાઈને ગોળ ખવડાવે છે. હવે ગોળને બદલે પેંડો ખવડાવે છે. બહેન ભાઈને અંતરના આશિષ આપે છે. આ પછી ભાઈ બહેનને તેની રક્ષા કરવા તથા તેને દુ:ખ કે સંકટ વેળાએ મદદ કરવાની ખાતરી આપે છે. તે ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે બહેનને ભેટ આપે છે. જેને ‘વીરપસલી' કહે છે. આમ, રક્ષાબંધન એ ભાઈબહેનના પ્રેમનો પવિત્ર તહેવાર છે.
આ દિવસે બ્રાહ્મણો પૂજાવિધિકરી જનોઈને બદલે છે. ઘણાં સ્થળે બ્રાહ્મણો નદીકિનારે જઈને જનોઈ બદલવાની વિધિ કરતા હોય છે. Read also : જન્માષ્ટમી વિશે ગુજરાતી નિબંધ
‘રક્ષાબંધનના તહેવારને બળેવ પણ કહે છે. આ દિવસે નાવિકો સમુદ્રની પૂજા કરે છે. તેઓ સમુદ્રને નાળિયેરથી વધારે છે. તેથી તેને નાળિયેરી પૂનમ પણ કહે છે.
રક્ષાબંધનના દિવસને કેટલીક સામાજિક સંસ્થાઓ પણ ઊજવે છે. આવી સંસ્થાઓ તરફથી કેટલીક બહેનો હોસ્પિટલોમાં જઈને દર્દીઓને હાથે રાખડી બાંધે છે. તેઓ તેમને જલદી સાજા થઈ જવાની શુભેચ્છા આપે છે. કેટલીક બહેનો જેલમાં જઈને કેદીઓને હાથે રાખડી બાંધે છે. તેમને સારું જીવન જીવવા આ પ્રસંગે પ્રેરણા આપે છે. Read also : છવ્વીસમી જાન્યુઆરી ગુજરાતી નિબંધ
રક્ષાબંધન એક સામાજિક તહેવાર છે. તેની ઉજવણીમાં ભાઈબહેનનો પ્રેમ ઝળહળે છે.
0 comments: