Essay on If I Become God in Gujarati : In this article " જો હું ભગવાન હોઉં તો ગુજરાતી નિબંધ ", " જો હું પરમેશ્વર હોઉં તો ગુજર...
Essay on If I Become God in Gujarati: In this article "જો હું ભગવાન હોઉં તો ગુજરાતી નિબંધ", "જો હું પરમેશ્વર હોઉં તો ગુજરાતી નિબંધ" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "If I Become God", "જો હું ભગવાન હોઉં તો ગુજરાતી નિબંધ" for Students
અલૌકિક સુષ્ટિના સર્જક ઈશ્વરે પ્રત્યેક મનુષ્યને તેની પોતાની કલ્પનાશક્તિ નિશ્ચિતપણે અર્પી છે. તે જ કલ્પનાશક્તિના અંબર પર ઊડતાં ઊડતાં એક વાર મને વિચાર આવ્યો કે “જો હું પરમેશ્વર હોઉં તો ?' અને હું વિચારોના વમળમાં ઊંડો ઊતરવા લાગ્યો.
જો હું સૃષ્ટિસર્જક ઈશ્વર હોઉં તો મારી કલ્પના પ્રમાણે સૃષ્ટિનું નિર્માણ કરે. સૌપ્રથમ તો મનુષ્ય જીવનની ત્રણ પ્રાથમિક જરૂરિયાતો – ખોરાક, પોશાક અને રહેઠાણ સૌને સમાન રીતે મળે તેની ગોઠવણ કરું. મારા રચેલા વિશ્વમાં આબાલવૃદ્ધ સૌને પેટપૂરતું અન્ન, પૂરતાં કપડાં અને યોગ્ય નિવાસસ્થાન મળે તેની હું તકેદારી રાખું. માનવી ધનસંચયની અમુક હદને વટાવી ન જ શકે એવો નૈસર્ગિક નિયમ
હું કુદરતી ક્રમ વધુ નિયમિત અને કલ્યાણકારી બનાવું. વરસાદને વરસવાનો સમય અને પ્રમાણ એવાં રાખું કે જેથી માનવજીવનને તે વધુમાં વધુ લાભદાયી નીવડે. મારી સૃષ્ટિમાં તનને તાવી નાખે તેવી બેહદ ગરમી અને ઠારી નાખે તેવી અતિશય ઠંડી તો હોય જ નહિ. સમશીતોષ્ણ ખુશનુમા વાતાવરણ સર્વત્ર વ્યાપેલું રહે. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના કોઈ પ્રલય રચાય જ નહિ કે ના થાય ધરતીકંપ, જ્વાળામુખી, વાવાઝોડાં. લોકોનું જીવન વધુ સુખદાયી અને સહીસલામત બને તેવી વ્યવસ્થા કરું.
માનવીના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને હું તેને અમર તો કદાપિ બનાવું નહિ. પરમેશ્વર બની હું મારા ન્યાયાલયમાં ઝડપી અને પ્રત્યક્ષ ન્યાય આપવાની ગોઠવણ કરું. ન્યાય, નીતિ અને સત્યનું આચરણ કરનારાઓ આ જીવનમાં જ તેમનાં સત્કર્મોનું સુફળ ભોગવે અને અત્યાચારીઓને પણ આ જનમમાં કડક શિક્ષા થાય એવી વ્યવસ્થા કરું. પાપી વ્યક્તિઓને પણ સુધરવાની અને પોતાનો ઉદ્ધાર કરવાની તક આપું. લોકોના મનમાંથી સ્વર્ગ અને નરકના ખોટા વિચારો દૂર કરી તેમને એ સત્યની પ્રતીતિ કરાવું કે જે છે તે અહીં જ આ સૃષ્ટિમાં જ છે. ભલાબૂરા કર્મનો બદલો અહીં જ મળવાનો છે.
હું જનસમાજમાં અને વૈજ્ઞાનિકોમાં કલ્યાણકારી દષ્ટિબિંદુ મૂકે. જગતના દુષ્ટજનોને હું સબુદ્ધિ આપું. વળી મારા ભક્તોની આકરી કસોટી કરું. હું સાચા ભક્તોને સુખ આપું અને ખોટા ભક્તોને શિક્ષા કરું. હું વિદ્વાન માનવીઓને ધનવાન અને દીર્ધાયુ બનાવું. તેમના જીવનકાળમાં જ તેમને યોગ્ય સન્માન પ્રાપ્ત થાય એવા સંજોગો ઊભા કરું.
હું માનવમાત્રમાં સ્નેહ અને સદ્ભાવનાનાં બીજ વાવું. જો હું પરમેશ્વર હોઉં તો સૃષ્ટિની સૂરત બદલી નાખું. પણ શું પરમ કૃપાળુ પરમાત્માનેય મારી જેમ આ બધા વિચાર નહીં આવ્યા હોય? કદાચ પરમેશ્વર બન્યા પછી એ હેતુ સમજાય અને આ સૃષ્ટિમાં તલમાત્ર ફેરફાર કરાવની ઇચ્છા ન પણ રહે.
COMMENTS