Thursday, 12 November 2020

Gujarati Essay on "A Winter Morning", "શિયાળાની સવાર ગુજરાતી નિબંધ", "Siyala Ni Savar Nibandh in Gujarati" for Students

Essay on A Winter Morning in Gujarati Language: In this article "શિયાળાની સવાર ગુજરાતી નિબંધ", "Siyala Ni Savar Nibandh in Gujarati" for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "A Winter Morning", "શિયાળાની સવાર ગુજરાતી નિબંધ", "Siyala Ni Savar Nibandh in Gujarati" for Students

Gujarati Essay on "A Winter Morning", "શિયાળાની સવાર ગુજરાતી નિબંધ", "Siyala Ni Savar Nibandh in Gujarati" for Students

માનવના આનંદ માટે ભગવાને પ્રકૃતિના સૌંદર્યનો વૈભવ સૃષ્ટિમાં પાથરી દઈને જાણે કમાલ કરી નાખી છે. નદી, પર્વત અને દરિયા જેવાં સ્થળોની રમણીયતાની જેમ કુદરતે વિવિધ ઋતુ અને દિવસ-રાતના કાલખંડની શોભા મનુષ્યજાતિ માટે ખુલ્લી મૂકી છે. ઉનાળાના બપોરને જેમ એનું આગવું વાતાવરણ હોય છે, તેમ શિયાળાની સવારને પણ તેનું અનોખું સૌંદર્ય હોય છે. આળસુ કે ઠંડી સહન કરી ન શકતા લોકોને શિયાળાની સવારનું આ સૌંદર્ય જોવા નથી મળતું. પરંતુ ઉદ્યમી, કવિ કે યોગી જેવા પ્રભાતના જાગ્રત જીવો મન ભરીને શિયાળાની સવારને માણી શકતા હોય છે.

ગુજરાતના કવિ કલાપીએ તેમના “ગ્રામ્યમાતા' ખંડકાવ્યના આરંભમાં પ્રકૃતિવર્ણનની પશ્ચાદભૂમિકા જમાવવા માટે શિયાળાની એક સુંદર સવારનું મનોહર વર્ણન આમ છે :

“ઊગે છે સુરખીભરી રવિ મૃદુ હેમંતના પૂર્વમાં, 

ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી; 

ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો,

તે ઉત્સાહ ભરી દિસે શુક ઊડે ગાતાં મીઠાં ગીતડાં.” 

શિયાળાની ઠંડીના કારણે સામાન્ય રીતે કોઈને જલદી ઊઠવાનું ગમતું નથી હોતું. જે આળસુ અને કામથી ડરનારા છે તે લોકો ગોદડાંમાંથી મોટું બહાર કાઢતા નથી. જો કે જે સવેળા જાગે છે અને કામે લાગે છે તેમને શિયાળાની સવારમાં ખૂબ તાજગી અને સ્કૂર્તિનો અનુભવ થાય છે. ભારત જેવા ગરમ વાતાવરણના દેશમાં પ્રજાનો મોટો વર્ગ આળસુ અને નિષ્ક્રિય જોવા મળે છે, જયારે ઇંગ્લેન્ડ, રશિયા અને જાપાન જેવા ઠંડા પ્રદેશોમાં પ્રજા વધુ કામગીરી અને ખડતલ બનેલી જોઈ શકાય છે. શરીરની આળસ છોડવા અને દિવસભરની સ્કૂર્તિ મેળવવા માટે તો આપણને સવારે ચાલવા મૉર્નિંગ વૉકની કસરત કરવાનું કહેવામાં આવે છે. એ બતાવે છે કે શિયાળાની સવારનું મૂલ્ય કર્મઠ લોકો સારી રીતે ઓળખે છે. આવી સવારમાં પવનથી બચવા પૂરતાં વસ્ત્ર પહેરીને તમે એક લટાર મારવા નીકળશો, તો એવી મજા આવશે કે બીજે દિવસે અનાયાસે તમારું મન તમને ફરવા જવા પ્રેરશે. ઘર બહાર નીકળીને નજર કરશો તો માનવોથીય વહેલા જાગી ઊઠેલાં પક્ષીઓનો મધુર કલરવ તમારા ચિત્તને પ્રસન્ન કરી દેશે. આળસુ માણસોને જાણે ઠપકારતા હોય એમ જાગીને સૃષ્ટિનું સૌંદર્ય માણવાનું સૂચન કરતા જણાય છે. નિર્જન રસ્તાઓ ચહલપહલ વિના જાણે ઠંડીથી ઠૂંઠવાઈ ગયેલા જણાય છે. એકલદોકલ માનવ આમતેમ જોવા મળે છે. પંખીઓ માળો છોડીને પોતાનાં બચ્ચાંઓ માટે ખોરાક શોધવાનું શરૂ કરી દે છે. એવામાં ઊગતા સૂરજનાં કિરણો તમારા શરીરને સ્પર્શે છે. ઠંડીથી ધ્રૂજતાં અંગ સ્વસ્થ બને છે. તડકાના સ્પર્શથી આછી તાજગી અને હૂંફ અનુભવતાં જાણે સમગ્ર શરીરમાં સ્કૂર્તિનો સંચાર થઈ ઊઠે છે.

જેમ સવાર ખીલતી જાય અને સૂર્ય આકાશમાં ચડતો જાય, તેમ એની હુંફ મેળવવા માણસો ગોદડાં અને ઘરની દીવાલો છોડી આંગણામાં કે અગાસીમાં આવવા માંડે છે. નાનાં ભૂલકાં હાથમાં કંઈક ચવાણું લઈને તડકે બેસી જાય છે તો વૃદ્ધો આવાં બાળકોને રમાડવા તડકાનો આશ્રય લે છે. ગામડામાં ખેડૂતો અને પનિહારીઓ કામે લાગે છે. શહેરમાં નોકરી કરવા જતા લોકોની દોડધામ શરૂ થાય છે. વિદેશમાં કેટલાક લોકો સવારના તડકાથી શરીરને નીરોગી બનાવવા આછાં વસ્ત્રો સાથે દરિયાકિનારે બેઠા હોય છે, જેને “સન બાથ' કહેવામાં આવે છે. આ બધું જોતાં લાગે છે કે સારું કામ કરવા માટે તાજગીથી ભરેલો શિયાળો વર્ષનો ઉત્તમ સમય છે. સંધ્યાના સૌંદર્યની જેમ શિયાળાની સવાર પણ સૌંદર્યમંડિત હોય છે.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: