Thursday, 3 December 2020

Gujarati Essay on "Nari tu Narayani", "નારી તું નારાયણી ગુજરાતી નિબંધ" for Students

Nari tu Narayani Essay in Gujarati: In this article "નારી તું નારાયણી ગુજરાતી નિબંધ", "નારી સશક્તિકરણ નિબંધ", "Nari tu Narayani Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Nari tu Narayani", "નારી તું નારાયણી ગુજરાતી નિબંધ" for Students

પૃથ્વી પર માનવજીવનનો આરંભ થયો ત્યારથી સ્ત્રી અને પુરુષ અસ્તિત્વમાં આવ્યાં છે. શરીરના બંધારણની દષ્ટિએ બળ અને બુદ્ધિમાં વિશેષતા ધરાવતા પુરુષોએ સમય જતાં પુરુષપ્રધાન સમાજની સ્થાપના કરી. શરીરે નાજુક અને નમણી સ્ત્રીઓએ પુરુષના કુટુંબની સેવાનું કાર્ય પ્રેમથી ઉપાડી લીધું. પરિણામે પુરુષ કુટુંબનો વડો અને સર્વોપરી વ્યક્તિ બની ગયો અને સ્ત્રી જાણે દાસી બની ગઈ. સદીઓથી ચાલતી આ પરંપરામાં સ્ત્રી જાતિનું ખૂબ શોષણ અને અપમાન થતું રહ્યું છે. હવે જમાનો બદલાયો છે. સ્ત્રીઓ ભણીગણીને સમાજમાં પ્રતિષ્ઠિત જગ્યાએ ગોઠવાતી જાય છે. સીજાતિમાં જાગૃતિ આવતાં પુરુષોના દમનનો વિરોધ કરીને કોર્ટમાં જતાં પણ આજે સ્ત્રી અચકાતી નથી. આ બધું જોતાં-વિચારતાં પ્રશ્ન થાય છે કે પુરુષો નારી પ્રત્યે આવા વિચારો કેમ રાખે છે? સ્ત્રીને દાસી માનવાની ભૂલ કેમ કરે છે ?

સ્ત્રી પૃથ્વી પર ઈશ્વરની જેમ પોતાના દેહથી બાળકનો દેહ ઘડીને જીવનસર્જનનું કામ કરે છે. વિષ્ણુ પ્રજાનું પોષણ કરે છે તેમ માતા સંતાનને સ્તનપાનથી પોષે છે. એટલે પુરુષ જો નારાયણ છે તો નારી પણ નારાયણી, દેવી જ છે - દાસી નહીં. સ્ત્રી જાતિ પ્રત્યે પુરુષોનો દૃષ્ટિકોણ બદલાય તે જરૂરી છે. સ્ત્રી ન હોત તો કદાચ પૃથ્વી પર માનવજાતનું અસ્તિત્વ જ ન હોત. ભગવાને તેને સૃજન-ભૂમિ રૂપે પસંદ કરીને સ્ત્રી જાતિનું ઉચિત ગૌરવ કર્યું છે. પુરુષે પોતાના પૌરુષ અને અહંકારનું વરવું પ્રદર્શન કરવા સ્ત્રીને અબળા કહીને હડધૂત કરી છે. આવી સ્ત્રીની દારુણ દશા વર્ણવતાં હિન્દી કવિ મહાદેવી વર્માએ કહ્યું છે : “અબલા જીવન, હાય! તુમ્હારી યહી કહાની; આંચલમેં હૈ દૂધ ઔર આંખો મેં પાની.”

આમ નારીને પોતપોતાની દૃષ્ટિથી કવિઓએ એમની કવિતામાં રજૂ કરી છે. કવિ સુમિત્રાનંદન પંતે એમની કવિતામાં સ્ત્રીજીવનનાં બંને પાસાં સમતોલ રીતે રજૂ કરતાં કહ્યું છે કે આ પૃથ્વી પર સ્વર્ગ હોય તો નારીના અંતરમાં છે. આપણા સંસ્કૃત શાસ્ત્રોમાં પણ નારીની મહાનતા અને દિવ્યતાનાં વર્ણનો થયેલાં જોવા મળે છે : “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્ત રમત્તે તત્ર દેવતાઃ ' જયાં નારીની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે.

નારીના જીવનમાં ભગવાને જે સદ્ગણોનો સંચય કર્યો છે તે અદ્ભુત છે. પ્રકૃતિગત સુંદરતા અને નાજુકતા તો એનામાં છે જ, તે સાથે તેનામાં ધરતી જેટલી અપાર સહનશીલતા પણ છે. સ્નેહ અને સમર્પણની તે મૂર્તિ છે. માતા, બહેન, પત્ની અને પુત્રી તરીકે તે પુરુષના જીવનને સ્નેહથી સીંચે છે. તેનો સ્નેહ ગમે તેવા દુષ્ટ પુરુષને સન્માર્ગે વાળે છે, તો સાવ નાસ્તિકને આસ્તિક બનાવી શકે છે. આમ નારી અનેક રૂપે અને ગુણે પુરુષને મદદરૂપ નીવડે છે.

પુરુષે નારીને દાસી બનાવવા, ધિક્કારવા, બળાત્કાર અને દહેજ જેવા માર્ગે ત્રાસ આપવાના પ્રયત્નો કરીને સ્ત્રી જાતિને ખૂબ અપમાનિત કરી છે. વીસમી સદીના ક્રાંતિકારી જગતમાં હવે નારી અબળા નથી રહી. તે શિક્ષિત અને સામાજિક દષ્ટિએ પુરુષ સમોવડી બની છે. પુરુષ જાતિએ હવે સી સન્માનની ભાવના સ્વીકારીને નારીને યોગ્ય ગૌરવ આપવું જોઈએ.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: