Wednesday, 9 October 2019

હું અંત્યજ હોઉં તો નિબંધ ગુજરાતી

હું અંત્યજ હોઉં તો નિબંધ ગુજરાતી

  • જ્ઞાનયુગના જમાનામાં વિદ્વાન બ્રાહણ શ્રેષ્ઠ. 
  • શક્તિયુગમાં શૂરવીર ક્ષત્રિએ શ્રેષ્ઠ. 
  • લક્ષ્મીયુગમાં મુડીવાદી-ધનિક વૈશ્ય છે. 
  • સેવાયુગના જમાનામાં સેવકો છે. 
  • મારા અંત્યજ ભાઈઓને આ યુગધર્મ સમજાવું.. 
  • થતા અત્યાચારે સામે ઝુંબેશ ઉઠવું, અને અમારા જન્મસિદ્ધ હક્કો સ્થાપિત કરું. 
  • યુગવિધાતા બનવાબવાવવાનાં સ્વપ્નાં સેવું. . 
આ પ્રશ્નના જવાબમાં હું કરું છું, એ જણાવવામાં હવે મને કંઈ મહત્વ જણાતું નથી. મારે એક અંત્યજરૂપ બની જવું, અને એ દાએ મારે મારું જીવન આલેખવું એ કર્તવ્ય થયું.

એક જમાને જ્ઞાનયુગને હતો. તે વખતે વિદ્વાન બ્રાહ્મણે જ સર્વ શ્રેષ્ઠ ગણતા. તેઓ ગુસ્પદ શોભાવતા, પ્રજાની આગળ તેમના જીવનની ફરજે મૂકતા, અને પાલન કરાવતા. તે સમયે રાજાઓ અને ધનિકે પણ તેમના આગળ માથું નમાવતા. તે કાળમાં તેમની પ્રતિભા-પ્રતિષ્ઠા અદ્વિતીય હતી. પરંતુ કાળક્રમે એ ગુ–ગર અને પુરોહિત-પત કર્તવ્ય ભ્રષ્ટ થયા, અને બીજો યુગ શરૂ થયો.

બીજે જમાને શક્તિયુગને હતો. રાજાની સત્તા સર્વોપરી ગણાતી. તે સમયે વીરનર પૂજાતા, જ્યાં ને ત્યાં જ્ઞાન સમારંભને બદલે શૌર્યનાજ સમારંભ યોજાતા, પ્રત્યેક માતાને એમ ઈચ્છા થાય કે પોતાની કુખે એકાદ શરીર પેદા થાય તે જનેતાનું જીવું સાર્થક ગણાય. પરંતુ કાળક્રમે શસ્વીરે વિલાસમાં પડયા, નિર્માલ્ય બન્યા, સ્વાર્થી થયા, કુસંપી બન્યા; બીજી સત્તાઓ દેશ ઉપર ચઢી આવી તેથી પ્રજા હેરાન હેરાન થઈ ગઈ અને પછી ત્રીજેયુગ શ३ થયો.

ત્રીજે જમાને લક્ષ્મી યુગને હતું. તે સમયે ધનિકેની સત્તા સાર્વભૌમ બની. લક્ષ્મીને બળે વિદ્વાન બ્રાહ્મણોને અને શરીરને અર્થાત જ્ઞાન અને શક્તિને લક્ષ્મીએ કાબુમાં લીધાં. જ્ઞાન-વિજ્ઞાનયુગના વિધાતાએ, સ્થાપિત થએલા રાજાઓ, અને લશ્કરમાં જોડાનાર શરીર, સર્વ ધનિક વેપારીઓની ઈચ્છાને જ અનુસરવા લાગ્યા. વેપાર વધવા લાગે, અને વેપારના સંરક્ષણ માટે દેશ પરદેશ લડાઈઓ થવા માંડી. મુડીવાદના પાયા સજ્જડ થવા લાગ્યા. પણ કાળક્રમે ધનિકની સ્વાર્થવૃત્તિ વધતી ગઈશોષણનીતિ પ્રધાન બની, ન્યાય-અન્યાય જોવાયાં નહિ; જગતમાં ગરિબાઈ અને બેકારી વધી ગઈ, અને ગરીબોના ભોગે ધનિકે જીવતા હોવાથી પ્રજાનાં દિલ કંપી ઊઠયાં; એટલે એ યુગનાં પાણી પણ ઓસરવા લાગ્યાં, અને પછી થો યુગ શ३ થયો.

એ જમાને આ સેવાયુગને છે. જગતની પ્રજા સમજી ગઈ કે જ્ઞાનીઓ, અજ્ઞાનીઓને ખાઈ જાય છે, બળવાન નિર્બળને ભારે છે, અને ધનિક વેપારીઓ ગરીબોને નિચોવે છે. છતાં પિતાનું સંરક્ષણ એ અજ્ઞાની-નિર્બળ-ગરીબ પ્રજાનું લોહી રેડાવીને કરે છે, આ અજ્ઞાનીઓ નિર્બળ કે ગરીબોની સેવા એજ આ જમાનામાં ખરે યુગધર્મ છે. જનસેવા એજ પ્રભુ સેવા છે. હાવું અને રહેવું એ મુખ્ય મંત્ર છે, અને જગતના કેઈ જીવને–તેના શરીર કે મનને પીડા કરવી એ પ્રભુને પીડવા બરાબર છે. અહિંસાને પરમ સાધન માનવું અને ગણવું, એ આ સેવાયુગનાં મુખ્ય સૂત્ર બન્યાં.

પરાપૂર્વથી અંત્યજને આ ધર્મ. એટલે હવે જે હું અંત્યજ હોઉં તે મારા જીવનને જરૂર ધન્ય માનું. પ્રભુના દરબારમાં મને પ્રશ્ન પૂછવામાં આવે કે આ સ્વર્ગ ને નરક છે, તેમાં તમારે શું જોઈએ? તો હું નરક પ્રથમ પસંદ કરું. કારણ કે પતિત આત્માએની સેવા કરવાને અમુલખ અવસર નરકમાંજ મને મળે. આથી હું અંત્યજ હેઉ તો કરું? એ પ્રશ્ન હવે ભારે વિચારો રહ્યો.

મારા બધા અંત્યજ ભાઈઓને ભેગા કરે, તેમને નવા યુગધર્મની પ્રેરણું આપું, અને સેવાભાવમાં આવેલી શિથિલતાને દૂર કરી તેમને સેવાભાવ વિસ્તારૂં. ઉપલી વર્ણના અત્યાચાર સામે શાંતિમય અહિંસામય, સત્યાગ્રહ આદરી અમારા જન્મસિદ્ધ હક્કોને સ્થાપિત કરું. એ અત્યાચારીઓને પ્રેમથી ભીંજવી નાંખી અત્યાચાર કરતા છોડાવી દઉં, અને વિશ્વબંધુત્વની ભાવનાને જગતવ્યાપી બનાવી દઉં. સાથે સાથે મારા અંત્યજ ભાઈઓનાં જીવન પણ ઉજજવળ અને પવિત્ર બને તેવા પ્રયત્ન કરું.

આ ચેથા સેવાયુગના જમાનામાં મારા અંત્યજ ભાઈઓ સેવાના એંધા મિત્ર પ્રજાને પાઠવી ઉજ્જવળ અને પ્રતિભાશાળી બને તેમજ યુગવિધાતા થાય એ મારાં જીવનનાં સ્વપ્નાં !

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: