ભણ્યા પછી શું કરશો? ધંધાની પસંદગી–હું શું થઈશ?

Admin
0

ભણ્યા પછી શું કરશો?  ધંધાની પસંદગી–હું શું થઈશ? 

હું શું થઈશ, એને હું જ્યારે વિચાર કરું છું, ત્યારે હું બહુજ મુઝાઈ જાઉં છું અને વિચારવમળમાં ગોથાં ખાઉં છું. આ કારણે આ વિકટ પ્રશ્નને વિચાર કરવાનું મેં માંડી વાળ્યું છે. મને એમ લાગે છે કે પરીક્ષકે પરીક્ષામાં આવા પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછી મુંઝવણમાં નાંખી તેમના જીવનને શા માટે વધુ હતાશ કરતા હશે ?

મારા બાપદાદાને ધધો કારીગરીનો છે. મારા દાદા વાત કરતા હતા કે આપણી કારીગરી ઠેઠ કાશીના ઝાંપા સુધી વખણાતી, પરંતુ વર્તમાન યાંત્રિક યુગને પરિણામે અમારે હાથકારીગરીને એ હુન્નર નાશ પામ્યો. મારા પિતાએ સારી નોકરી મળે એ હેતુથી મને ભણાવ્યો છે. એમની આશા કેવી સફળ થાય છે એ હવે જોવાનું છે?

અમારી પાસે ઝાઝી મિલ્કત નથી. એક નાનું ઘર, અને થોડી જમીન. મારા પિતા એક કારખાનામાં નેકરી કરે છે. એમના ઉપર અમારા આખા કુટુમ્બનો આધાર. મારી માતા દળણાં ખાંડણ કરતી, પણ સંચા થવાથી એ આવક પણ ગઈ

આ સ્થિતિમાં મારે શું કરવું? જે એંજીનીયર, ડોકટર, કે વકીલ થવાની ઈચ્છા કરું તે એ મારી શક્તિ વગરની વાત છે. વળી, એ ધંધે મારા વિચારોથી પણ વિદ્ધ છે. ડોકટરે રોગે એાછા કરવાને બદલે વધારે છે. વકીલો પ્રજાનું સંપબળ વધારવા કરતાં કંટા-કજીઆ વધારે છે, અને એંજીનીઅર મોટા સાંચા ચલાવી ભાલની હરિફાઈ કરી હુન્નર કારીગરીને નાશ કરી પ્રજાને બેકાર બનાવે છે. એટલે આ બધું મારા જીવનને અનુકૂલ નથી.

સરકારી નોકરી કદાચ મળી શકે. જો કે સંપૂર્ણ લાગવગ વગર તે બની શકે નહિ. તે પણ નોકરી કરવી એ મારા સ્વભાવને જ અનુકૂળ નથી. સ્વતંત્ર જીવન સૌ કેઈને ગમે, અને મને પણ ગમે.

મારા ભાવિ જીવનમાં મારા આખા કુટુમ્બનું પિષણ કરી શકું એટલી ધનપ્રાપ્તિ તે ભારે કરવી જ જોઈએ. મારા પિતાની ઈચ્છા કેઈ દુકાન ભાડે રાખી વેપાર કરાવવાની છે, પણ આપણે વેપાર માત્ર પરદેશી માલ ઘુસાડવાનું છે. એ મારા દિલને ખટકે છે; છતાં પણ વેપાર કરવા માટે અમારી પાસે મુડી જ નથી. મારા પિતાને એ મેટી ચિંતા છે. મુડીવાળા વ્યાજમાં, અને દુકાનના માલીકે ભાડામાં કમાણીને મોટો હિસ્સા ખેંચી જાય છે. આ પણ એક મુંઝવણ છે.

દેશ સેવામાં મેં નાની ઉંમરથી બહુ સ્વમાં સેવ્યાં છે. હું કઈ દેશસેવકને જોઉં છું ત્યારે મારી છાતી હર્ષથી ફુલાય છે, પરંતુ હું મારું પિષણજ કરવાને અશકત હોઉં ત્યાં સુધી બીજાની સેવા શું કરવાનો હતો? મારી પાસે નથી વિદ્યા, નથી પૈસે, કે નથી શારીરિક બળ. ધારોકે થઈ શકે તેવી સેવા કરું તે પછી મારું અને મારા કુટુમ્બના પિોષણનું શું?

આ અંગ્રેજી કેળવણી વિદ્યાર્થીઓને નિષ્ક્રિય અને માબાપોને ઉદાસીન બનાવે છે. માજશેખ, વિલાસ અને એશઆરામ વધારે છે. તે વ્યક્તિત્વને વિચારસ્વાતંત્ર્ય ગુમાવી બેસે છે. ન ધંધો શરૂ કરવામાં સાહસ, સતત ઉદ્યોગ, ત્રેવડ, વગેરે જોઈએ, એ તેનામાં રહેતાં નથી. કેળવણથી આપણું ગૌરવ વધ્યું છે એમ માની હલકે ધંધો કરતાં તેમને શરમ આવે છે. આ બધું મારામાં પણ છે એનું હવે મને ભાન થાય છે.

આ બધા સંજોગે જોતાં અને વિચાર કરતાં હું એવા નિર્ણય ઉપર આવું છું, કે જે ધંધાથી કુદરત–પ્રભુના સાનિધ્યમાં રહી શકાય છે, જેનાથી સ્વતંત્ર જીવન ગુજારી શકાય છે, તક મળે દેશસેવાનાં સ્વપ્નાં પણ સિદ્ધ કરી શકાય છે, અને જેથી મારે લીધે જગતના કોઈ પણ જીવને સહન કરવાનું રહેતું નથી, એ ખેતીને ધંધે હું સ્વીકારીશ, અને ધરતીમાતાને ખાળે જઈ બેસીશ. એક સુંદર વાડી બનાવીશ, તેનાં મીઠાં ફળ ખાઈશ ને ખવરાવીશ, મારા આખા કુટુંબને સહાય કરીશ, અને તેમની સહાય લઈશ. મોટી મુંઝવણ હતી કે હું શું થઈશ ? હવે જવાબ એજ કે આદર્શ ખેડુત ! પ્રભુ! મારી આશા પૂર્ણ કરે !

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !