ગૃહસ્થાશ્રમ નિબંધ ગુજરાતી - Grihastha Ashram Essay in Gujarati

Admin
0
Grihastha Ashram Essay In Gujarati Language : Today, we are providing ગૃહસ્થાશ્રમ નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Grihastha Ashram Essay in Gujarati Language to complete their homework.

ગૃહસ્થાશ્રમ નિબંધ ગુજરાતી - Grihastha Ashram Essay in Gujarati

  • જિંદગીના ચાર આશ્રમ, તેમાં ગૃહસ્થાશ્રમની ઉરચતા. 
  • ગૃહસ્થાશ્રમની સફળતા ઉપરજ જીવનની સફળતા. 
  • ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીને દરજજે. 
  • સ્ત્રીપુરુષમાં ગુણ, સ્વભાવ, ને કર્મનાં એકની કિંમત. 
  • માતા, પિતા, ને વડિલો પ્રત્યે ફરજ. 
  • સ્વદેશ અને દેશ બાંધવો પ્રત્યે ફરજ. 
  • પિતાનાં સંતાને પ્રત્યે ફરજ–સારાંશ.
પ્રાચીન ઋષિ મુનિઓએ જિંદગીના ચાર આશ્રમ બતાવેલા છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, અને સંન્યાસાશ્રમ, બ્રહ્મપ્રાપ્તિને માટે આચરવા યોગ્ય વ્રત–વીર્યરક્ષણ, વિદ્યાધ્યયન, ને ઈશ્વરચિંતન–નું આચરણ કરી જરૂરની શક્તિઓ પ્રાપ્ત કરવાની જે અવસ્થા તે બ્રહ્મચર્યાશ્રમ છે; આદર્શ ગૃહિણી સાથે ઘરમાંડીને, વ્યવહારનાં કરવા ગ્ય કાર્ય કરી, ધર્મ ને નીતિવડે સદાચરણથી, પિતાનું ને બીજાનું કલ્યાણ કરી, સંસારનાં સુખ ભોગવવાની જે અવસ્થા તે ગૃહસ્થાશ્રમ છે; જ્યારે વ્યાવહારિક કાર્યો અને સંસારના પદાર્થો ઉપર વિરાગ ઉત્પન્ન થાય, અને શાશ્વત સુખ સિવાય બીજી બાબત ઉપર વૃત્તિ રહે નહિ; ત્યારે સંસારને ત્યાગ કરી વનમાં એકાન્ત રહી તત્ત્વચિંતન કરે, એ અવસ્થાને વાનપ્રસ્થાશ્રમ કહે છે; અને સૃષ્ટિને પિતાનું કુટુંબ માની, ભૂતભાત્ર ઉપર એક સરખો પ્રેમભાવ અનુભવાત હોય, એવી અવસ્થાને સંન્યાસાશ્રમ કહે છે. જ્ઞાનશક્તિને પ્રભાવે બ્રાહ્મણ ચારે આશ્રમને આધકારી બની શકે છે, ક્ષત્રિય ને વૈશ્ય પ્રથમ ત્રણ સાધી શકે છે, અને શુદ્ર માત્ર ગૃહસ્થાશ્રમી જ રહે છે.

ગૃહસ્થાશ્રમ ઉપર બધા આશ્રમને આધાર છે. ગૃહસ્થાશ્રમ બધાનું પિષણ કરે છે. આખું જગત ગૃહસ્થાશ્રમ ઉપર નભી રહ્યું છે. આખો સંસાર એ આશ્રમવડેજ વહન કરી રહ્યો છે. આ કારણથી બધા આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ બેટ છે. વળી ગૃહસ્થાશ્રમ એ નાનું સરખું રાજ્ય છે. પ્રજાની સંસ્કૃતિ અને રાજ્યનાં બંધારણ તેમાંથી ઘડાય છે. કેઈ પણ દેશની આબાદી ગૃહસ્થાશ્રમના ઘડતરમાં છે. ગૃહસ્થાશ્રમની સુધારણામાં ભાવિપ્રજાનું ભવિષ્ય છે. આ આશ્રમમાં જ સંસ્કૃતિનાં બીજ નંખાય છે, પિષાય છે, અને ખીલે છે. આ ગૃહસ્થાશ્રમની સફળતાને આધાર વિદ્યાભ્યાસથી પ્રાપ્ત કરેલી શક્તિ ઉપર રહે છે. બ્રહ્મચર્ય અવસ્થામાં મેળવેલી શાક્તઓનું પ્રાયોગિક જ્ઞાન તે ગૃહસ્થાશ્રમ છે. ગૃહસ્થાશ્રમની સફળતા તે જીવનની સફળતા છે.

ગૃહસ્થાશ્રમને આધાર ગૃહિણી ઉપર છે, માટે પિતાને અનુકૂળ ગુણ, સ્વભાવ ને કર્મવાળી કન્યા સાથે વિવાહથી જોડાનું જોઈએ. રથ ખેડતાં સમાન કક્ષાનાં ને સરખી કેટિનાંજ ચક્રો હાય, અશ્વો પણ સરખા ગુણ સ્વભાવને કર્મના હોય, અને હાંકેડુ સાચે માર્ગેજ રથ હાંકત હોય, તેજ ધારેલી જગ્યાએ રથ પહોંચી શકે, તેવી જ રીતે ગૃહસ્થાશ્રમ ખેડનાર પતિપત્નીના સંબંધમાં પણ સમજી હોવું. જે તેમની મુસાફરી સફળ બને, તેજ જીવનરથ ભવસાગર તરી, પરમ કલ્યાણપદ પ્રાપ્ત કરે. આદર્શ લગ્નનો આજ અર્થ છે.

એક વિદ્વાન કહે છે, કે “માનસિક રસ્મી એકતા વિના મનની એક્તા થતી નથી, ને મનની એક્તા વિના મિત્રતા સંભવતી નથી. આવી મિત્રતા ઉત્પન્ન થવી એજ લગ્નને હેતુ છે.” સુખ સગવડનાં સાધન જાણીને, અગર મેજશેખ કે વૈભવને માટે જે લગ્ન થાય છે, તેવાં સ્ત્રીપુરુષને ગૃહસ્થાશ્રમ નિષ્ફળ છે; અને તેમના પશુવ્યવહારના સંસ્કારથી ઉછળતાં સંતાને, કુળ, સમાજને દેશનાં ઘાતક નીવડે છે; માટે સમાન સંસ્કાર, ગુણ, સ્વભાવ ને કર્મની કન્યા પ્રાપ્ત થતી હોય, તેજ તેની સાથે લગ્નવિધિથી જોડાવું એ ઈચ્છવાજોગ છે. વિરૂદ્ધ વૃત્તિનાં અને મોહને કારણે થએલાં લગ્ન કરતાં આવવાહિત જીવન વધારે પસંદ કરવા યોગ્ય છે.

અનુકૂળ સ્ત્રીને પ્રાપ્ત કર્યા પછી પણ ગૃહસ્થ બીજ કર્તવ્ય કરવાનાં છે. વસ્ત્રાલંકારાદિ વડે સ્ત્રીને સંતોષવી જોઈએ. મનુ મહારાજ કહે છે, કે “જે ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીઓને સત્કાર થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે, અને જ્યાં સત્કાર થતું નથી ત્યાં શુદ્ધિને માટે કરાયેલી સર્વ ક્રિયાઓ નિષ્ફળ જાય છે.” જે ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી વડે સ્વામી અને સ્વામી વડે સ્ત્રી પ્રસન્ન હોય છે, ત્યાં નિશ્ચય કલ્યાણજ હોય છે. સ્ત્રીની પ્રસન્નતાથી આખું કુળ શોભે છે. માટે સ્ત્રીને હંમેશાં વસ્ત્ર, અલંકાર, ભજન, આદિથી પ્રસન્ન રાખવી જોઈએ.

માતાપિતાની યથાયોગ્ય સેવા કરી તેમને સંતોષ આપ, એ ગૃહસ્થાશ્રમની બીજી મોટી ફરજ છે. માતાપિતાના ઉપકારે અનહદ છે. તેમના તરફ હંમેશાં પૂજ્યભાવથી રહેવું જોઈએ, અને તેમની આજ્ઞા ઉઠાવવી જોઈએ, માતાપિતાની અવગણના કરનાર પાપી છે. એ પાપનું ફળ પિતાનાં સંતાન તરફથી સંસ્કારના બળે તેમને પિતાને પણ મળ્યા વિના રહેતું નથી.

ગૃહસ્થાશ્રમીઓની એક મહત્ત્વની ફરજ પોતાના દેશ અને દેશબાંધ પ્રત્યે છે. ગૃહસ્થાશ્રમ ઉપર બીજા આશ્રમોને આધાર છે. ગૃહસ્થાશ્રમીએજ બાકીના ત્રણ આશ્રમવાળાનું પોષણ કરે છે. આ કારણને લઈ દરેક ગૃહસ્થાશ્રમીએ ક્ષુધાતુરને અન્ન, તૃષાતુરને જળ, અને વિદ્યાતુરને વિદ્યા આપી–અપાવરાવી પોતાના દેશ બાંધની યથાશક્તિ સેવા કરવી જોઈએ, તેમજ પોતાના દેશનું ગૌરવ વધે અને પ્રતિષ્ઠા જળવાય એવાં કામે તેણે કરવાં જોઈએ, અને દરેક સામાજિક કલ્યાણના કાર્યમાં તત્પર રહેવું જોઈએ.

ગૃહસ્થાશ્રમીની એક અગત્યની ફરજ પોતાનાં સંતાન પ્રત્યે છે. હાલનાં બાળકે એ ભવિષ્યની પ્રજા છે. હાલનાં નાનાં બાળકોમાં મુકાએલી સંસ્કૃતિ એ પ્રજાની સંસ્કૃતિ બનવાની છે, તેથી પ્રત્યેક ગૃહસ્થાશ્રમીની ફરજ છે કે પિતાનાં બાળકોને ઉંચી કેળવણી આપવાની અને સંસ્કારી બનાવવાની એક પળ પણ વૃથા ગુમાવવી જોઈએ નહિ. વધુ સંતાનના મેહમાં ન પડતાં, એક બે સંતાનોને પણ આદર્શ વ્યક્તિઓ બનાવી પ્રજાને અર્પણ કરે તે તેને ગૃહસ્થાશ્રમ સફળ છે.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !