Essay on Dussehra Festival in Gujarati : In this article " વિજયાદશમી વિશે નિબંધ ગુજરાતી ", " દશેરા તહેવાર વિશે નિબંધ ગુજરાતી ...
Essay on Dussehra Festival in Gujarati: In this article "વિજયાદશમી વિશે નિબંધ ગુજરાતી", "દશેરા તહેવાર વિશે નિબંધ ગુજરાતી", "Dussehra vishe nibandh gujarati ma" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Dussehra Festival", "વિજયાદશમી વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: વિજયાદશમી હિન્દુઓનો પ્રસિદ્ધ તહેવાર છે. આ પ્રતિવર્ષ ક્વાર સુદી દશમીએ મનાવવામાં આવે છે. આથી એને દશેરા પણ કહે છે.
મનાવવાનું કારણ: આપણા દેશમાં વિજયાદશમી પર્વનો ઇતિહાસ ખૂબ જૂનો છે. હકીકતમાં આ ઋતુ-પરિવર્તનની સૂચના આપવાવાળો તહેવાર છે. આ તહેવાર બતાવે છે કે, વર્ષા ઋતુ વીતી ગઈ છે અને સોહામણી શરદ ઋતુ આવી ગઈ છે.
વિજયાદશમી પર્વના વિષયમાં એ માન્યતા છે કે, આ તિથિએ શ્રી રામચંદ્રજીએ રાક્ષસરાજ રાવણને પરાજિત કરીને એનો વધ કર્યો હતો. આ પ્રકારે એક મોટા અન્યાયીથી સંસારને મુક્ત કરીને એમણે ધર્મ અને ન્યાયની પ્રતિષ્ઠા કરી હતી.
વર્ણનઃ વિજયાદશમીનું સૌથી મોટું આકર્ષણ “રામલીલા' છે. કોઈ ભારતીય એવો નહીં હોય, જેણે ક્યારેક ને ક્યારેક અને ક્યાંક ને ક્યાંક રામલીલા ના જોઈ હોય. રામની કથાનો પ્રચાર આપણાં દેશમાં જ નહીં, બહારના પણ અનેક દેશોમાં છે. એ દેશોમાં પણ રામલીલાના પ્રદર્શન દરેક વર્ષે થાય છે. આમાં ઈન્ડોનેશિયાનું નામ વિશેષ રૂપથી ઉલ્લેખનીય છે.
આપણાં દેશમાં રામલીલાનો એટલો પ્રચાર છે કે, નાના-મોટા શહેરો, નગરોના વધારાના ગામડાઓમાં પણ લોકો ખૂબ ઉત્સાહથી એનું આયોજન કરે છે. નગરોમાં કેટલાય સ્થાનો પર એકસાથે રામલીલા થાય છે. રામ-જન્મ, સીતા-સ્વયંવર, લક્ષ્મણ-પરશુરામ-સંવાદ, સીતા-હરણ, હનુમાન દ્વારા લંકાદહન, લક્ષ્મણ-મેઘનાદયુદ્ધ વગેરેના દિવસે તો દર્શકોની અપાર ભીડ રામલીલા મંડપમાં નજરે પડે છે. ખરેખર રામલીલાના દિવસોની ચહેલ-પહલ જોવાલાયક હોય છે. રાતભર દર્શકોની ભીડ લાગી રહે છે.
રામલીલાનું પ્રદર્શન બહુધા તુલસીદાસજીના સંસાર-પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસના આધાર પર થાય છે. મંચની એક તરફ બેઠેલા વ્યાસજી “માનસ'ની પંક્તિઓ ગાતા જાય છે અને એમના જ અનુસાર પાત્ર અભિનય કરીને કથા આગળ વધારે છે.
અંતિમ દિવસનીરામલીલા રંગમંચ પર ન થઈને ખુલ્લા મેદાનમાં થાય છે. જયાં રામ-રાવણ યુદ્ધ થાય છે અને રામ રાવણનો વધ કરે છે. એના તુરંત પછી રાવણનું પુતળું બાળવામાં આવે છે. આ પુતળાને બનાવવામાં કેટલાય દિવસ લાગે છે.
વિજયાદશમીના બીજા દિવસે ભરત-મિલાપનો ઉત્સવ મનાવવામાં આવે છે. એ દિવસનું દશ્ય ખૂબ જ હૃદયકારી હોય છે. ઉઘાડા પગે દોડતાં-દોડતાં ભરત મોટા ભાઈ રામના ચરણોમાં પડી જાય છે. શ્રીરામ પોતાના ભાઈને વચ્ચે જ રોકીને એમને પોતાની વિશાળ ભુજાઓમાં લઈ લે છે. આ દશ્યને જોઈને બધાની આંખો આંસુઓથી ભરાઈ જાય છે.
ઉપસંહારઃ વિજયાદશમીનો પર્વ અન્યાય પર ન્યાયના વિજયનું પ્રતીક છે. એના માધ્યમથી આપણે રામના આદશોંને અપનાવવાની પ્રેરણા પ્રાપ્ત કરીએ છીએ.
COMMENTS