Independence Day Essay in Gujarati Language : Today, we are providing પંદરમી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન) / 15મી ઓગસ્ટ ગુજરાતી નિબંધ For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Independence Day (15 August Essay) in Gujarati Language to complete their homework.
પંદરમી ઓગસ્ટ ગુજરાતી નિબંધ (15મી ઓગસ્ટ) - Independence Day Essay in Gujarati Language
પંદરમી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિન. લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશમાં રાજય કર્યું. આપણે પરતંત્ર હતા, ગુલામ હતા. આપન્ન દેશ સ્વતંત્ર થાય એ માટે મહાત્મા ગાંધીજી અને બીજા નેતાઓએ પ્રયત્ન
સને ૧૯૪૭ના ઓગષ્ટમાસની પંદરમી તારીખે આપણે આઝાદી હાંસલ કરી. આ દિવસેને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ, આ આપણો ગૌરવભર્યો રાષ્ટ્રીય તહેવાર છે.
પંદરમી ઓગસ્ટ અત્યંત મહત્ત્વનો કાર્યક્રમ ધ્વજવંદનનો છે. દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. તેઓ પ્રજાજોગ સંદેશો પાઠવે છે.
આપણાં શહેરોમાં તથા ગામે ગામ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓમાં પણ ધ્વજવંદન કરવામાં આવે છે.
પંદરમી ઓગસ્ટને દિવસે પ્રભાતફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા દેશભક્તિનાં ગીતોનું ગાન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. રાત્રીએ જાહેર સંસ્થાઓની ઈમારતોને રોશનીથી શણગારવામાં આવે છે.
ખૂબ બલિદાન આપીને મેળવેલી આઝાદીનું જતન કરવા પ્રતિજ્ઞા લેવાનો આ દિવસ છે.
દરેકને રાષ્ટ્ર માટે પ્રેમ, ગૌરવ અને બલિદાન આપવાની ભાવના હોવી જોઈએ.
Read also : છવ્વીસમી જાન્યુઆરી ગુજરાતી નિબંધ
Read also : છવ્વીસમી જાન્યુઆરી ગુજરાતી નિબંધ
0 comments: