Thursday, 31 December 2020

Gujarati Essay on "A Journey By Bus", "બસ પ્રવાસ નાં સંસ્મરણો નિબંધ" for Students

Essay on A Journey By Bus in Gujarati Language: In this article "બસ પ્રવાસ નાં સંસ્મરણો ગુજરાતી નિબંધ", "મારો બસ પ્રવાસ નિબંધ ગુજરાતી", "Maro Bus Pravas Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "A Journey By Bus", "બસ પ્રવાસ નાં સંસ્મરણો નિબંધ" for Students

માર્ગ-વાહનવ્યવહારનું સૌથી સરળ અને હાથવગું સાધન હોય તો એ બસ છે. ધનિક વર્ગ ખાનગી વાહન રાખે અને ગરીબો પગપાળા અથવા ટ્રેક્ટર-ટેમ્પો કે ખટારા જેવા હાથે ચડ્યાં એ સાધનો વડે પ્રવાસ કરી લે છે. સમાજના મધ્યમ વર્ગની મોટા ભાગની જનતા સ્વમાન અને સ્વખર્ચને પોષક એવી એક માત્ર બસની મુસાફરી કરવા ટેવાયેલી હોય છે. આમ તો હું પણ મધ્યમ વર્ગનો એક નોકરિયાત માણસ હોવાથી બસપ્રવાસથી ટેવાયો છું. વારંવાર બસની મુસાફરી કરતાં મને એવા અવનવા અનુભવો થયા છે કે તેનું વર્ણન કરીએ તો એક નવું પુસ્તક જ લખવું પડે. આમ છતાં એ અનુભવોની રસપ્રદ અને નમૂનારૂપ સામગ્રી અહીં થોડા શબ્દોમાં રજૂ કરું છું.

“બસ અંગ્રેજી શબ્દ છે. પણ ગુજરાતીમાં એની કલ્પના કરવાનું કોઈ કહે તો આપણે કહેવું પડે, “બસ, એના સિવાયની વાત કરો.' વિદેશોમાં ફરતી બસ અને હિંદની બસમાં તો આસમાન-જમીનનું અંતર છે, જ્યારે ગુજરાતની બસમાં તો આકાશ-પાતાળનું છેટું છે. ખખડધજ બસ કદાચ ખટારાની હરીફાઈ કરતી હોય એવું લાગે છે. એક વાર મારે વહેલી સવારે જવાનું થતાં હું સ્ટેન્ડ પર ગયો. રાતના આવીને રોકાયેલી બસ અત્યારે ઊપડવાને પાંચ મિનિટ બાકી હતી. પ્રવાસીઓ બહાર આંટા મારે અને ડ્રાઇવર તો હજુ ઊંઘમાંથી જ ઊઠીને દાતણ કરતો હતો. કંડક્ટર વહેલો આવી બસમાં બેસવા બરાડ્યો. અમે બસમાં દાખલ થતાં જ મચ્છરો અમને ઘેરી વળ્યા. કેવું સુંદર સ્વાગત કહેવાય ! ડ્રાઇવરનું ધ્યાન દોરી એને પૂછ્યું કે તમને રાતે આવામાં ઊંઘ કેમ આવે છે ? તેણે બસ-સ્ટેન્ડનો પંખો બતાવી કહ્યું કે, “અમે ત્યાં સૂઈએ, આ તો તમારા માટે...”

એક પછી એક સ્ટેન્ડ પસાર કરતી બસમાં ગિરદી વધવા લાગી. ધક્કામુક્કીનો પાર નહીં, ઝઘડાનો પણ પાર નહીં. કોઈ બેસવાની જગા માટે લડે, કોઈ હાથપગ અડકતાં ઘૂરક, કોઈ ઊંધતો બાજુની તી તરફ ઝૂકે છે તેને પેલાં બહેન મણમણની જોખે છે. કોઈ બારી ખોલી પવન લેવા ઝઘડે છે તો કોઈ તાપથી બચવા બારી બંધ રાખવા લડે છે. કંડક્ટર પાસે લેણાની ઉઘરાણી કે ધાર્યા સ્થળે ન ઉતારવાની રકઝક ચાલે છે. મારો પડોશી યુવાન કોઈ વિદેશની સફરમાં મહાલતો હોય તેમ ગાઈ રહ્યો છે.... “આઇ, લવ યૂ...' એ કોને “લવ' કરે છે કે શું લવલવ કરે છે તેની બસમાં કોઈને કશી પડી નથી. તત્ત્વજ્ઞાનની દષ્ટિએ મને લાગે છે કે આ નિર્જીવ યંત્ર (બસ) આટલા સજીવોને જાણે સાવ જડ વાસલાંની જેમ વહન કરે છે !

સરકારી તંત્રની બલિહારી અન્ય વિભાગોની જેમ આ ખાતામાં પણ ઠેરઠેર જોવા મળે છે. સમયસર બસ મુકાય નહીં, ઊપડે નહીં. નિયમિત બીજાં સ્થાને પહોંચે નહીં. યોગ્ય સ્ટેન્ડ અટકે નહીં, અધવચ્ચે આવતી હોટેલો પર પ્રાઇવરકંડક્ટર મનસ્વીપણે બસ રોકે, જેથી ગ્રાહકોએ ફરજિયાત ઉતારણ કરવું પડે. લોકલ બસનો ડ્રાઇવર ઍક્સપ્રેસ હોય તો ઝડપથી ગાડી દોડાવે, તો ઍક્સપ્રેસના વૃદ્ધ ડ્રાઇવરકાકા મંદ ગતિએ ડમણિયું ચલાવતા હોય એમ બસ હાંકતા હોય. આ બધામાં બસની યાંત્રિક ખામીઓ અને તેની દુરસ્તી માટેના વિલંબિત પ્રયાસોમાં પ્રવાસીઓની હાલત કફોડી થાય છે. અન્ય બસ તેમને લઈ ન જાય, બગડેલી બસ ચાલુ ન થાય. કમને ગાઈ નાખવું પડે... દુનિયામેં હમ આયે હૈં તો જિના હી પડેગા, યે બસ હૈ અગર જહર તો પીના હી પડેગા...' કારણ કે “આ બસ વિના આપણો ઉદ્ધાર નથી.” “જાએ તો જાએ કહાં' ગીત એક “ટેક્સી ડ્રાઇવરે ગાયેલું, હવે આજે દરેક બસ પ્રવાસી ગાતો થઈ ગયો છે.

દર વર્ષે ભાડું વધારવા છતાં બસ-તંત્ર ખોટ કરે છે, તેનું મૂળ કારણ એ તંત્રની મોટી ખોડ છે : ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ. પોલીસ, હોમગાર્ડ કે ખાખી ડ્રેસ પહેરીને “સ્ટાફની ઓળખ આપતા મફતિયાઓનો ભાર બસે વેઠવાનો હોય છે. નિયમિત રોજની અવરજવર કરતા યાત્રીઓ અને બસ-કર્મચારીઓ વચ્ચે ગઠબંધન હોય છે. એ જ રીતે ખિસ્સાકાતરુઓ મહિલાઓના અલંકાર લૂંટારાઓને પકડવા લાચાર બનતા કે સમય વેડફતા પોલીસ વચ્ચે પણ કંઈક રંધાતું હોવાની વાસ આવે છે. પ્રજા સભાનપણે સામૂહિક રીતે આ બધાં સામે જેહાદ જગાવે તો બસ-પ્રવાસ હજુ સુધરવાની તક છે, નહિ તો છે તેથીય વધુ બગડશે.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: