Tuesday, 30 March 2021

Gujarati Essay on "What If We know Our Destiny", "જે માનવી પોતાનું ભાગ્ય જાણતો હોય તો નિબંધ ગુજરાતી" for Students

What If We know Our Destiny Essay in Gujarati: In this article "જે માનવી પોતાનું ભાગ્ય જાણતો હોય તો નિબંધ ગુજરાતી" for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "What If We know Our Destiny", "જે માનવી પોતાનું ભાગ્ય જાણતો હોય તો નિબંધ ગુજરાતી" for Students

કુદરતનાં અનેક ગૂઢ રહસ્યોને ઉકેલીને જીવન સમૃદ્ધ બનાવનાર માનવી પોતાના નજીકના ભવિષ્ય વિશે પણ કેવા અંધકારમાં આથડે છે ! જો મનુષ્ય પોતાના ભાવિની ભીતરમાં શું થવાનું છે તે જાણી શક્યો હોત તો...?

સાચે જ માનવી માટે ભાવિનું જ્ઞાન અનેકવિધ આશીર્વાદરૂપ થઈ પડત. પરણીને તરત જ વિધવા થનાર કન્યા આજીવન કુંવારી રહેત. શેઠના હિસાબમાં ગોટાળો કરનાર મુનીમને ક્યાંય નોકરી જ ન મળત. આપઘાત, લૂંટફાટ અને ખૂનના બનાવો જ ન બનત. “હું નાપાસ થવાનો છું.' એમ જાણતો વિદ્યાર્થી પરીક્ષા જ ન આપત. વિમાની હોનારતો કે ટ્રેન-અકસ્માતો થાત જ નહિ. પોતાની ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે એમ જાણતાં ઉમેદવાર ચૂંટણીમાં જ ઊભો ન રહેત. અને જેની જીત નિશ્ચિત હોય તે ઉમેદવાર કશો જ પ્રચાર ન કરત.

ભાવિનું જ્ઞાન માનવી માટે અનેક રીતે શાપરૂપ પણ નીવડત. જો મનુષ્ય પોતાનું ભાવિ જાણતો હોત તો તે આવી પડનારાં દુઃખોને દૂર કરવાની વ્યવસ્થા પહેલેથી જ કરી લેત. પરિણામે માનવી દુઃખના અનુભવથી વંચિત જ રહી જાત. કષ્ટો અને મુશ્કેલીઓમાંથી ઊગર્યા વિના મહાપુરુષો “મહાપુરુષ' શી રીતે બનત? ભાવિના જ્ઞાનને લીધે ત્યાગ, વૈર્ય કે પરિશ્રમ જેવા ઉત્તમ ગુણોનું કશું મૂલ્ય જ ન રહેત.

ગીતામાં કહ્યું છે કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ નક્કી છે એ તો સૌ કોઈ જાણે છે. માત્ર મૃત્યુનો નિશ્ચિત સમય કોઈ જાણતું નથી. પોતાના મૃત્યકાળ વિશેના આ અજ્ઞાનને લીધે જ મનુષ્ય આનંદથી હરીફરી શકે છે. સ્વપ્નાંઓના મહેલ રચી શકે છે અને કલ્પનાના આકાશમાં વિહરી શકે છે. જો માનવીને પોતાનો મૃત્યકાળ ક્યારે આવશે તેની ખબર પડી જાય તો ચિતામાં બળતાં પહેલાં ચિંતામાં બળીને જીવતે જીવ રામ થઈ જાય.

મહાભારત જેવા મહાકાવ્યમાં ભવિષ્યના જ્ઞાતા પાંડવોના પાંચ ભાઈઓમાંના સહદેવ હતા. પરંતુ તેઓ પોતાના અતિજ્ઞાનથી કેવા પીડાગ્રસ્ત બને છે તેનો ચિતાર આપણને કવિ કાન્તના “અતિજ્ઞાન' કાવ્યમાંથી મળે છે. જો એ કાવ્યનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરીએ તો આપણે ભાવિનું જ્ઞાન મેળવવાનો પંથ જ ભૂલી જઈએ.

ભારતના રાજા-મહારાજાઓને ભાવિનું જ્ઞાન હોત તો તેમણે અંગ્રેજી વેપારીઓને ભારતમાં પેસવા જ ન દીધા હોત. પરિણામે ભારતનો ઇતિહાસ જ અલગ રચાયો હોત. આમ જો માનવી ભાવિનો જ્ઞાતા હોત તો સંસ્કૃતિ અને ઇતિહાસનાં વહેણ પણ અલગ જ હોત.

ભાવિનું જ્ઞાન મનુષ્યનું વર્તમાનનું સુખ પણ છીનવી લેત. ભાવિનો જ્ઞાતા જો માનવી હોત તો તેની દશા પણ અતિજ્ઞાની સહદેવ જોશી જેવી થાત. ભવિષ્યમાં ડાકુ બનનાર પુત્રનું માતા પાલનપોષણ જ શા માટે કરત? મનુષ્યના જીવનને દુઃખના રત્નાકર સાથે સરખાવી શકાય. જો આમ જ હોય તો આગામી દુઃખની જાણ થતાં માનવી ક્ષણભર પણ આનંદ-કિલ્લોલ કરી ન શકત. માનવીનું એ અતિજ્ઞાન' તેને માટે આશીર્વાદરૂપને બદલે મહદ્અંશે અભિશાપ જ નીવડે.

કુદરતની દરેક રચના પાછળ કોઈક કલ્યાણકારી હેતુ જ હોય છે. તેની રચેલી આ સૃષ્ટિમાં આપણે કોઈક સુધારો-વધારો કરવાની આપણે કલ્પના જ માત્ર કરી શકીએ છીએ, તેને અમલી બનાવી શકતા નથી. તે જ ખરેખર સર્વોચ્ચ છે. માનવીને તેના ભાવિ વિશે અજ્ઞાત રાખવાની તેની યોજના પણ અહેતુક કે અયોગ્ય તો નથી જ.

Read also: 

 1. Essay on Mafat Ni Maja in Gujarati Language
 2. જો મનુષ્ય અમર હોત તો નિબંધ ગુજરાતી
 3. જો પરીક્ષા ન હોય તો નિબંધ ગુજરાતી
 4. Essay on Road Accidents in Gujarati Language

  SHARE THIS

  Author:

  I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

  0 comments: