Essay on Flood A Natural Disaster in Gujarati Language : In this article " પૂર વિશે નિબંધ ગુજરાતી ", " પૂર એક આફતો નિબંધ &quo...
Essay on Flood A Natural Disaster in Gujarati Language: In this article "પૂર વિશે નિબંધ ગુજરાતી", "પૂર એક આફતો નિબંધ", "Poor vishe Nibandh in Gujarati Language"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Flood A Natural Disaster", "પૂર એક આફતો નિબંધ" for Students
પ્રસ્તાવના: પ્રકૃતિ પણ અદ્ભુત ખેલ બતાવે છે. એક જ સમયમાં ક્યાંક દુકાળ પડે છે, તો ક્યાંક પૂર ચારે તરફ વિનાશ અને તબાહી મચાવી દે છે. એવા જ એક પૂરનું દશ્ય હજુ સુધી મારી આંખોની સામે નાચી રહ્યું છે.
અભૂતપૂર્વપૂર: કેટલાય દિવસ સુધી તેજ વર્ષાના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. યાતાયાત ઠપ્પ થઈ ગયો. ગંગાનું પાણી ઉફાન મારવા લાગ્યું. નજીકના ગામોને પૂરનું જોખમ વધી ગયું. કેટલાંક ખેડૂતોએ જયારે એ જોયું કે, પાણી એમના ખેતરોમાં ભરાવા લાગ્યું, તો એમણે પોતાના ખેતરોને બચાવવા માટે બાંધ કાપી નાંખ્યા. પરંતુ એનાથી ઉફનતી ગંગાની ધારા બધી તરફ ફેલાઈ ગઈ.
આકાશવાણીથી નિરંતર સમાચાર આવી રહ્યા હતા. સ્થાન-સ્થાન પર પાણી ભરાઈ ગયું હતું. મકાનોમાં, દુકાનોમાં, ખેતરોમાં બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું. ક્યાંક-ક્યાંક મકાનોનો પ્રથમ માળ પાણીમાં ડૂબી ગયો. કેટલાય મકાન ખંડેર થઈ ગયા હતા. વિજળીના થાંભલા પડી ગયા હતા, તાર તૂટી ગયા હતા. મારું ગામ પણ પૂરથી ઘેરાઈ ગયું હતું.
પૂરનું રોમાંચક દેશ્ય: જયાં સુધી દષ્ટિ પહોંચતી હતી, ત્યાં સુધી પાણી જ પાણી ભરેલું નજરે પડી રહ્યું હતું. જ્યાં કેટલાંક દિવસ પહેલાં હર્યાભર્યા ખેતર હતા, ત્યાં હવે મટમેલા પાણીનો સાગર લહેરાઈ રહ્યો હતો. કેટલાય જ શબ પાણીમાં વહેતા જઈ રહ્યા હતા. ઉખડેલા વૃક્ષો પર બેઠેલા લોકો પોતાની સહાયતા માટે પોકાર કરી રહ્યા હતા. એ અનુમાન લગાવવું મુશ્કેલ હતું કે, રસ્તા ક્યાં છે? ખેતર ક્યાં છે? લોકોની ચીસો-પોકાર સાંભળીને અમારા હૃદયના ધબકારા વધી ગયા હતા. કેટલાંક વ્યક્તિ ઊંચા મકાનોની છતો પર ઊભા રહીને ચીસો પાડી રહ્યા હતા.
સરકાર દ્વારા સહાયતા-કાર્યઃ ઘેરાયેલા ક્ષેત્રોમાં વાયુસેનાનાં વિમાન જરૂરી વસ્તુઓ નીચે નાખી રહ્યા હતા. ફાયર બ્રિગેડનો એક કાફલો ફસાયેલા લોકોને બચાવવાના કામમાં લાગ્યો હતો. બધાથી ખતરનાક કામ એ સૈનિકો કરી રહ્યા હતા, જે પાણીના વહાવને રોકવા માટે બાંધની તિરાડમાં રેતની બોરીઓ ભરી રહ્યા હતા.
પૂરનો પ્રકોપ ઓછો થયો: કેટલાય દિવસ અને કેટલીય વાતોના પ્રયત્નો પછી પૂરનો પ્રકોપ ઓછો થયો. પડી ગયેલા મકાન, ઉખડી ગયેલા વૃક્ષો, ઉજડેલા ખેતર, સડેલા શબ, ખાડાઓથી ભરેલાં રસ્તાઓ વ્યાપક વિનાશની સૂચના આપી રહ્યા હતા. ધીમે-ધીમે જીવન સ્થિર થયું અને લોકોએ પોત-પોતાના મકાનોને શોધવાનું આરંભ કર્યું.
ઉપસંહાર: પૂરનું આ પ્રલયકારી આજે પણ મારી આંખોની સામે તરતું પ્રતીત થઈ રહ્યું છે. જ્યારે ક્યારેય એ ભયંકર ક્ષણની યાદ આવે છે, તો મારું હૃદય ધ્રૂજી ઊઠે છે.
COMMENTS