Essay on Newspaper in Gujarati : In this article " સમાચાર પત્ર વિશે નિબંધ ", " વર્તમાન પત્ર નું મહત્વ ગુજરાતી નિબંધ ", &...
Essay on Newspaper in Gujarati: In this article "સમાચાર પત્ર વિશે નિબંધ", "વર્તમાન પત્ર નું મહત્વ ગુજરાતી નિબંધ", "Samachar Patra Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Newspaper", "સમાચાર પત્ર વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: વ્યક્તિ સામાજિક પ્રાણી છે. તે સમાજનું મહત્ત્વપૂર્ણ અંગ છે. સમાજથી અલગ એનું કોઈ અસ્તિત્વ નથી. સમાજ વગર તે રહી પણ નથી શકતો. પ્રત્યેક વ્યક્તિ સમાજની પ્રતિદિવસની ઘટનાઓની જાણકારી ઇચ્છે છે. આ કામને પૂરું કરે છે – સમાચાર પત્ર. સમાચાર-પત્ર આપણને સમાજની બધી ગતિવિધિઓથી અવગત કરાવે છે. આથી પ્રત્યેક વ્યક્તિ સમાચાર-પત્ર વાંચવા ઇચ્છે છે. જ્યાં સુધી તે સમાચાર-પત્ર નથી વાંચી લેતો, ત્યાં સુધી એની જિજ્ઞાસા શાંત નથી થતી. આથી સમાજમાં સમાચારપત્રોનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
સમાચાર-પત્રોનો ઇતિહાસ: સમાજમાં સમાચારોનું આદાન-પ્રદાન પ્રાચીનકાળથી થતું આવ્યું છે. પહેલાં આ કાર્ય સંદેશવાહક દ્વારા થતું હતું. સર્વપ્રથમ સમાચાર-પત્રનો આરંભ સન્ ૧૬૦૬માં જર્મનીમાં થયો. ભારતમાં એનો પ્રારંભ મોગલકાળમાં થયો. હિન્દીમાં “ઉદંત માર્તડ” નામનું પ્રથમ સમાચાર-પત્ર પ્રકાશિત થયું. ધીમે-ધીમે સમાચાર-પત્રોનો ચોતરફ વિકાસ થતો ગયો. ગુજરાતીમાં ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, વેસ્ટર્ન ટાઇમ્સ વગેરે અનેક નાના-મોટા સમાચાર-પત્રોનું પ્રકાશન થાય છે.
લાભ-હાનિ: સમાચાર-પત્રોથી અનેક લાભ છે. સમાચાર-પત્ર આપણને સંસારભરમાં પ્રતિદિવસ ઘટવાવાળી જાણકારી આપે છે. એમાં બધી આયુ વર્ગના વ્યક્તિઓને પોતાની મનપસંદ સામગ્રી વાંચવા મળે છે. રાષ્ટ્રીય ચેતના જાગૃત્ત. કરવામાં સમાચાર-પત્રોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. એમનાથી રોજગારના સમાચાર પ્રાપ્ત થાય છે. મનોરંજન માટે એમાં સારી સામગ્રી મળે છે. રમતગમત, બજાર ભાવ, રાજનીતિક, સામાજિક ગતિવિધિઓની સૂચના સમાચારપત્રોથી જ સામાન્યજન સુધી પહોંચે છે.
ક્યારેક-ક્યારેક કેટલાંક સમાચાર-પત્ર પોતાના સ્વાર્થની પૂર્તિ માટે ખોટા તેમજ સમાજ-વિરોધી સમાચાર પણ પ્રકાશિત કરી દે છે. એનાથી સમાજ પર એમનો વિપરીત પ્રભા પડે છે. એનાથી દેશની એકતા તેમજ રાષ્ટ્રીયતાને આઘાત પહોંચે છે. કેટલાંક સમાચાર-પત્ર અશ્લીલ જાહેરાત પ્રકાશિત કરીને યુવા વાચકોને ગેરમાર્ગે દોરે છે. આ બધી ઊણપોને દૂર કરવી જરૂરી છે.
ઉપસંહાર: સ્વતંત્ર ભારતમાં બધી ભાષાઓના સમાચાર-પત્ર પ્રકાશિત થાય છે. અહીંયા પર અનેક જાતિઓ તેમજ ધર્મોના લોકો રહે છે. એમનામાં સભાવ તેમજ બંધુભાવ જાગૃત્ત કરવા તેમજ એને જાળવી રાખવા સમાચારપત્રોનું પ્રથમ કર્તવ્ય છે. સરકારની સાચી તેમજ ખોટી નીતિઓને જનતા સુધી પહોંચાડવાનું કામ પણ સમાચાર-પત્રોનું જ છે. સમાચાર-પત્રોને ભ્રામક તેમજ જનવિરોધી સમાચારો અને જાહેરાતોથી હંમેશાં દૂર રહેવું જોઈએ. સમાચારપત્રોનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ સમાજનું નિર્માણ હોવો જોઈએ.
COMMENTS