વિવેક અને માન્યતા નિબંધ ગુજરાતી
માણસ અને બીજાં પ્રાણી વચ્ચે મુખ્ય તફાવત વિવેક બુદ્ધિનેજ છે. આહાર, નિદ્રા, ભય અને મથન. એ ચાર ગુણ માણસ અને બીજાં પ્રાણીમાં સામાન્ય છે. ફકત ઉપર કહેલી ઉત્તમ શક્તિ વડેજ માણસનું શ્રેષ્ટપણું મનાય છે. એ ગુણ દુનિઆદારીમાં બહુ કામને છે. એનાથી મહાન કાર્ય પાર પાડી માણસ દુનિઆનો ફેર સુખકારક રીતે પાર પાડે છે. વિવેક રાખવાના જૂદા જૂદા પ્રકાર છે. ગૃહવિવેક, વાણી વિવેક, ખર્ચ વિવેક અને પિતાના સંબધમાં આવતા બરેબરીઆ, મોટા કે હલકા દરજ્જાના માણસે સાથે વર્તવાને વિવેક એ મુખ્ય વિવેક છે. ગૃહવિવેક એટલે ઇરની શોભા વધે તેને માટે સારી રીતે વરતવાના નિયમ રાખવા તે. આપણે ઘેર કોઈ પણ આવે તે તેને યથાયોગ્ય માન આ પી બરાબર બરદાશ કરવી. અને તેને કામકાજમાં બનતી મદદ આપી જતી વખતે માન આપવું તેમ આપણે ત્યાં આવનાર મોટા માણસ, મિત્ર, અને હલકી જાતના સાથે રીતસર વાતચીત કરી તેને પ્રસન્ન ચિત્તે વિદાય કર અને ઘરનાં બૈરાં છેકરાં પણ તેને મેગ્ય સત્કાર આપે. એ ગૃહવિક છે. પોતાની પેદારા ઉપર નજર રાખી ખર્ચ ખુંટણ કરવું કે વૈભવ ભોગવ. એ ખર્ચ કરવાને વિવેક છે. પોતાને ઘેર આવનાર મનુષ્ય જોડે અગર રસ્તે જતાં મળતા મનુષ્ય સાથે તેમના અધિકાર તરફવિચાર કરીને મધુર વાણીથી બેલીને તેમને ખુશી રાખવા. એ વા
વિવેક છે. અભિમાન કે મોટાઈના શબ્દ ન બોલવા તેમ તેછડાઈના શબ્દ ન વાપરવા, એ વાણીવિવેક છે. એ પ્રમાણે આ સંસારમાં કામ પ્રસંગે રાખવાના જુદા જુદા વિવેક છે. એથી માણસનું મન હમેશાં સુખચેનમાં રહે છે. અને સંસારી કામકાજ સરળ રીતે પાર પાડીને તે સુખી થાય છે. જુદા જુદા સ્વભાવના અને જુદી જુદી પાયરીના માણસ આપણી સંગતમાં આવે, એ બધા જોડે જ આપણે સારે મેળ રાખી શકીએ, એમ બન૬ એ ઘણા અનુભવ અને વિચારનું કામ છે. તે પણ એટલું તે ખરું છે કે, યથાયોગ્ય માન દઈ સલુકાઈથી વરતતાં હરકત આવશે નહીં. બાળકોના રક્ષણ કર્તા અને શિક્ષકોએ આ બાબત ઘશું કાળજી રાખી વર્તવું જોઈએ, કેમકે બાળકોને વિવેક શીખવાનું સ્થળ એજ છે. કેટલાંક ખાનદાન ઘરનાં બાળક, ચાકર નોકર અને બૈરાં વગેરે, બેલવા ચાલવામાં અને બીજો વિવેક રાખવામાં ચતુર હોય છે, તેનું કારણ તે ઘરના વડીલોની સારી રીત ભાતજ છે. એક અવિવેકી માણસ પોતાના સંબંધી, અને પરાયા માણસ સાથે મેળ રાખી શકતું નથી, તેના ઘરનાં છોકરાં વગેરે પણ એવાજ નીવડે છે, અને તેને પસે કે વૈભવ ભોગવવાને માટે તેને ઘણી હરકત આવી પડે છે. વિવેકની ડગલે ડગલે જરૂર પડે છે, અને તે અનુભવ તથા સત્સંગથી શીખી શકાય છે, માટે એ બાબ
ધ્યાન રાખવું જોઇયે. આપણું શાસ્ત્રમાં પણ એ ગુણની કેટલી મેટાઈ માનેલી છે.? “વિવેજો રામો નિષિ.”
0 comments: