Essay on Rainy Season in Gujarati Language : In this article " વર્ષા ઋતુ વિશે નિબંધ ગુજરાતી ", " વર્ષા નો વૈભવ વિશે નિબંધ ગુજ...
Essay on Rainy Season in Gujarati Language: In this article "વર્ષા ઋતુ વિશે નિબંધ ગુજરાતી", "વર્ષા નો વૈભવ વિશે નિબંધ ગુજરાતી" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Rainy Season", "વર્ષા ઋતુ વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: ભારતમાં ત્રણ ઋતુઓ હોય છે – ૧. ગ્રીષ્મ ઋતુ, ૨. વર્ષા ઋતુ તથા ૩. શર ઋતું. એમાં વર્ષા ઋતુનું વિશેષ મહત્ત્વ હોય છે. તેજ ગરમીમાં જયારે પૃથ્વીના બધા પ્રાણી વ્યાકુળ થઈ જાય છે, તો વર્ષાના આગમનની પ્રતીક્ષા કરે છે. વર્ષના આરંભ થતાં જ બધા આનંદ-વિભોર થઈ જાય છે.
વર્ષા ઋતુનો સમય જુલાઈ મહીનાથી લઈને સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી રહે છે. જુલાઈમાં આકાશમાં કાળા-કાળા વાદળ નજરે પડવા લાગે છે. વિજળી ચમકે છે અને પાણી વરસવા લાગે છે. ગ્રીષ્મ ઋતુની ગરમીથી તપતી ધરતીની તરસ શાંત થઈ જાય છે.
દશ્યોનું વર્ણન: વર્ષા ઋતુ આરંભ થતાં જ ગ્રીષ્મ ઋતુની ગરમ હવાઓ (જેને લૂ પણ કહેવામાં આવે છે) ઠંડી હવામાં બદલાઈ જાય છે. આકાશમાં કાળા તેમજ સફેદ વાદળ છવાઈ જાય છે. વિજળી ચમકવા લાગે છે. રિમઝિમરિમઝિમ વરસાદ થવા લાગે છે.વરસાદથી બધા સ્થાનો પર પાણી જ પાણી નજરે પડવા લાગે છે. સરોવર, નદી વગેરે જળથી ભરાઈ જાય છે. પશુ-પક્ષી ચેનનો અનુભવ કરે છે. દેડકાં બોલવા લાગે છે. કોયલ પંચમ સ્વરમાં ગાવાનું આરંભ કરી દે છે. ખેડૂત હળ લઈને ખેતરોની તરફ ચાલી નિકળે છે. કેરી, જાંબુ, જામફળ વગેરે ફળ ખીલવા લાગે છે. ચારે તરફ હરિયાળી નજરે પડે છે સર્વત્ર અનોખી સુગંધ છવાઈ જાય છે. હકીકતમાં વર્ષા ઋતુતુનો સમય ખૂબ મનોભાવન હોય છે. વરસાદ થતાં જ વૃક્ષો પર ઝૂલા પડી જાય છે અને બાળકો ખુશીથી ગીત ગાવા લાગે છે.
લાભ-હાનિ: વર્ષાથી અનેક લાભ છે. વર્ષો પ્રત્યેક જીવનો પ્રાણ છે. એના દ્વારા મનુષ્યોને અનાજ પ્રાપ્ત થાય છે. પશુઓને લીલો ચારો મળે છે. જો વર્ષા ન હોય, તો પૃથ્વીના બધા જીવ તડપવા લાગશે. તેથી વર્ષાનું માનવ-જીવનમાં અત્યંત મહત્ત્વ છે.
લાભની સાથે-સાથે વર્ષોથી કેટલાંક નુકસાન પણ છે. એનાથી કાચા સ્થાનો પર કીચડ થઈ જાય છે. પાણી ભરાઈ જવાથી મચ્છર પેદા થઈ જાય છે. ઘણા મકાનો પડી જાય છે. કેટલીય વાર અધિક વર્ષા થવાને કારણે પૂર આવી જાય છે, જેનાથી ધન-જન બંનેનો વિનાશ થાય છે.
ઉપસંહાર: વર્ષા ઋતુનું માનવ જીવનમાં વિશેષ મહત્ત્વ છે. આ ઋતુથી થવાવાળા નુકસાનથી બચાવવા પ્રયાસ કરવા જોઈએ. વર્ષા ઋતુ માનવજીવન માટે ખૂબ ઉપયોગી, લાભદાયક તેમજ મનોભાવન હોય છે. ગરમીથી પરેશાન વ્યક્તિ વર્ષા ઋતુમાં વિશેષ પ્રકારની પ્રસન્નતાનો અનુભવ કરે છે.
COMMENTS