Wednesday, 9 October 2019

સમાજજીવન વિશે નિબંધ ગુજરાતી - Essay on Society in Gujarati Language

Essay on Society in Gujarati Language : Today, we are providing "સમાજજીવન વિશે નિબંધ ગુજરાતી" For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Society in Gujarati in Gujarati Language to complete their homework. In this essay we will cover the following topics 1- સમાજ કેને કહેવાય? 2- શું સામાજિક જીવન કુદરતી છે? છે. 3- સામાજિક સેવાની જરૂરિઆત શા માટે રહે છે ? 4- સમાજની હતી પડતીને આધાર શા ઉપર રહે છે? 5- સમાજનેતાઓએ કઈ બાબત ધ્યાનમાં લેવી જોઈએ? છે. 6- સમાજજીવન ઉજ્જવળ કયારે બને? - ઉપસંહાર.

સમાજજીવન વિશે નિબંધ ગુજરાતી - Essay on Society in Gujarati Language

માનવજીવનનું સૂક્ષ્મ અવલોકન કરતાં માલમ પડી આવે છે, કે મનુષ્યની શરીર, મન, અને આત્માની શક્તિઓ; તેમજ તેને વિકાસ બીજા ઉપર આધાર રાખે છે. આ કારણથી સામાન્ય રીતે માનવજાતિને જથામાં જ રહેવાની જરૂર પડે છે. ગુણ, સ્વભાવ, ને કર્મ પ્રમાણે એ જથાઓ નિર્ણત થએલા હોય છે. સમૂહમાંની પ્રત્યેક વ્યક્તિને એક બીજાને માટે ભલી લાગણી રહે છે, અને સુખદુઃખ પ્રસંગે તે એક બીજાને મદદગાર બને છે. આ સામાન્ય હિત સંબંધે જેડાએલો જનસમુદાય તે સમાજ કહેવાય છે. જે સમાજની વ્યક્તિઓમાં અન્યને માટે ત્યાગની વૃત્તિ વધારે, તેમ તે સમાજ વધારે ઉચ્ચ ગણાય.

આવા સમાજોમાં રહી જિંદગી નિભાવવી, તે સમાજજીવન ગણાય છે. સામાજિક બંધારણ અને સામાજિક જીવન એ કુદરતી જીવનવ્યાપાર છે.

માનવજીવનની સુધારણા માટે કઈ વ્યક્તિ અગર સમુદાય પરત્વે જે સેવા, તે સામાજિક સેવા કહેવાય. આવી સેવા કરવાની ઘણાઓને અભિલાષા હોય છે. તેને લઈ ભિન્નભિન્ન પ્રકારે સમાજોની રચના યોજાય છે. આ સમાજે પિતાની નિર્ણત કરેલી દિશામાં જ લોકસેવાનાં કામ કરી જનસમુદાયની સુધારણ કર્યા જ જાય છે. બધુસમાજ, પ્રાર્થનાસમાજ, જ્ઞાતિ સમાજ, આર્યસમાજ, બ્રહ્મોસમાજ, મહિલાસમાજ, અંત્યજસમાજ વગેરે ભિન્નભિન્ન દિશામાં કામ કરતી. સમાજે છે. આ સમાજના કાર્યક્ષેત્રને કે નાના મેટાપણાને આધાર સમાજના માનસની સંકુચિત કે વિશાળ વૃત્તિ ઉપર છે..

સમાજના અગ્રેસરે જે બુદ્ધિને અનુભવ પૂર્વક સંગઠન બળથી, વ્યવસ્થિત રીતે, અને શુદ્ધ સેવા ભાવે કામ કરે, તેજ સમાજની ઉન્નતિ થાય. પણ તેમાં સ્વાર્થપરાયણતા, અપ્રમાણિકતા, મદાંધતા, અને બંધુઓ પ્રત્યે જે ધૃણજ હોય તે સમાજનાં જીવન અનેક કષ્ટોથી ભરેલાં, દુઃખદારિદ્રયથી પીડાતાં, પશુની માફક રીબાતાં, અને ઉજ્જવલ જીવનને ઘાત કરનારાં નીવડે છે.

આપણે સમાજ સગુણી બનતો જાય છે કે દુર્ગણી; તેને પંથ નીતિને છે કે અનીતિને; તે ધર્મમાર્ગે ચાલે છે કે અધર્મ માગે; તેનાં બાળકનું ભાવિ ઉજ્જવળ થતું જાય છે કે નિસ્તેજ; સેવાભાવ વધતું જાય છે કે સ્વાર્થ; આ તમામ બાબતે અગ્રેસરોએ જેવી જોઈએ, તેને વિચાર કરવો જોઈએ, અને જોયા વિચાર્યા પછી તેને હિતકારક રસ્તો કાઢવો જોઈએ.

મહાન પરિવર્તન થયા વિના મનને પલટે થાય નહિ, અને મનના પલટા વિના સમાજજીવનને પુનરુદ્ધાર થાય નહિ. એવા પરિવર્તન કરનારા પુણ્યાત્મા પ્રગટ થાય, અને તેની સાથે પ્રત્યેક વ્યક્તિના હદયમાં શુભ પ્રેરણા જાગ્રત થાય તેજ સમાજજીવન ઉજજવળ બને.

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: