નવલકથાની મહત્તાને આધાર શા ઉપર છે? વસ્તુસંકલના પાત્રાલેખન વાતાવરણ, રસાલેખન, અને શૈલી. આની સફળતા અને સંપૂર્ણતા ઉપર. વસ્તુસંકલના એટ...
નવલકથાની મહત્તાને આધાર શા ઉપર છે?
- વસ્તુસંકલના
- પાત્રાલેખન
- વાતાવરણ,
- રસાલેખન, અને
- શૈલી. આની સફળતા અને સંપૂર્ણતા ઉપર.
પાત્રાલેખન એટલે શું? પા કેવાં હેવાં જોઈએ?
વાતાવરણ એટલે શું ? કાળ અને સ્થળ જવાની શી જરૂર?
રસાલેખન એટલે શું? રસની જમાવટ કેવી રીતે થાય?
શૈલી એટલે શું? કઈ શૈલી ઉત્તમ ગણાય?
સાહિત્યમાં નવલકથાનું સ્થાન કયાં?—સારાંશ.
કેઈપણ નવલકથાની મહત્તા તેના અંગેની સંપૂર્ણતા અને સફળતા ઉપર રહેલી છે. એવાં મુખ્ય અંગ પાંચ છે. વસ્તુસંકલના, પાત્રાલેખન, વાતાવરણ, રસાલેખન, અને શૈલી.
નવલકથાની યોજના કયા મુદ્દા ઉપર રચાએલી છે, તેમાં મુખ્ય તત્ત્વ શું છે, એ રચનાને હેતુ છે, અને માનવજીવનની કઈ ઘટનાએનું ચિત્ર વાચક સમક્ષ લેખક રજુ કરવા માગે છે, તે બાબત નવલકથાની વસ્તુ કહેવાય છે. એવી ઘટનાઓ, પ્રસંગે, દ, યા બનાવની વ્યવસ્થાપૂર્વક ગુંથણ કરવી તેને વસ્તુસંકલના કહે છે.
નવલકથાની વસ્તુ હમેશાં ઉચ્ચ કોટિની હોવી જોઈએ. બનાવ યા પ્રસંગે હમેશાં સ્વાભાવિક અને સંગીન તત્વવાળા હોવા જોઈએ, અને તેમાં મનુષ્ય જીવનનું ઊંડું રહસ્ય બતાવવામાં આવેલું હોવું જોઈએ. જનસમાજની મનોવૃત્તિ પારખી જીવનના મહાન પ્રશ્નોને જેમાં વિવેકથી ઉકેલ કર્યો હોય, અને જીવનનાં ઊંડાં તત્તનું જેમાં સંપૂર્ણ આલેખન કર્યું હોય, તેજ વસ્તુ સારી ગણાય. નવલકથાની ઉત્તમતાનો આધાર તેમાંના વિષયની મહત્તા, અને માનવજીવનના ગૂઢ રહસ્યના કરેલા ઉકેલ ઉપર રહે છે.
વસ્તુને દીપાવવા પાત્રાલેખન કાળજીપૂર્વક થવું જોઈએ. પાત્ર વાસ્તવિક અને જીવન્ત હોવાં જોઈએ. અદ્ભુત પાત્રો વસ્તુને મારી નાંખે છે, અને નૈસર્ગિક પાત્રે નવલકથાને દિપાવે છે. આવાં પાત્ર સરજવાની લેખકમાં શક્તિ હોવી જોઈએ. જ્યારે લેખક પોતે પાત્રમય બની જાય છે, ત્યારે પિતપોતાના ગૌરવ પ્રમાણે પાત્રોની વાચા આપોઆપ સ્વતંત્રપણે પ્રકાશી ઉઠે છે. એ રીતે જ્યારે આબેહુબ વર્ણન કરવાની શક્તિ ખીલે છે, ત્યારે લેખક ઉત્તમ કળાકાર બની વાર્તાના પ્રવાહમાં જ ઈસારાથી વાચકને પાત્રાનાં લાક્ષણિક ચિહ્નો બતાવી દઈ તાદશ્ય ચિતાર આપી દે છે.
નવલકથાના સ્વરૂપ પ્રમાણે પાત્રોની ખીલવણી કરવી જોઈએ. જેમ મનુષ્ય સ્વભાવનું ઊંડું જ્ઞાન વધારે હોય, મનુષ્યના ગુણ-કમની યથાર્થ નિરીક્ષણ શક્તિ હોય તેમ પાત્રની ખીલવણ સારી થતી જાય. વળી પાત્રોને વસ્તુ સાથે સંબંધ રહેવું જોઈએ. પાત્રોના સ્વભાવને અનુસરીને જ વસ્તુરચના હોવી જોઈએ, તેમ વસ્તુરચનાને અનુકૂળજ પાનું આલેખન હોવું જોઈએ.
જે સ્થળ અને સમયના બનાવો હોય અગર જે પરિસ્થિતિમાં ઘટનાઓ બનવા પામે, તે જમાનાને અનુકૂળ વસ્તુ અને પાત્રો આલેખવાં જોઈએ. આ પરિસ્થિતિ વાતાવરણ કહેવાય છે. તેજ થળના અને તે જ સમયના આચારવિચારને લેખકે અનુસરવું જોઈએ. કાળને ક્રમ પણ જાળવવો જોઈએ. નવલકથા સામાજિક હોય તો તેને અનુસરતું જ વાતાવરણ જોઈએ; અને નવલકથા કઈ ઐતિહાસિક ઘટના ઉપર રચાયેલી હોય, તે તે સ્થળ અને તે સમયને ચિતાર લેખકે આપવો જોઈએ.
વાચક કેઈ નવલકથા વાંચે ત્યારે તેની રસવૃત્તિને પોષણ મળવું જોઈએ. રસ વિનાની કોઈપણ કૃતિ સફળ નજ ગણાય. આ રસની જમાવટ કાળજીથી કરવાની હોય છે. જ્યારે માનવજીવનના સુખદુઃખના પ્રસંગમાં વાચકની રસવૃત્તિનું સંપૂર્ણ પિષણ થાય, ત્યારે જ નવલકથાકારની ઉત્તમ ખુબી માલમ પડી આવે છે. રસની જમાવટ કરતી વખતે લેખકે રીત, શક્તિ, ને મર્યાદાને વિચાર ભૂલી જવો ન જોઈએ.
દરેક લેખક પિતાના વિચારો અને લાગણીઓ, પિતાની લખાણની શૈલી દ્વારા વાચક સમક્ષ રજુ કરે છે. જે લખાણની શૈલી પિતાના વિચારેને અનુરૂપ હોય, અને તે શિષ્ટ જનેમાં વપરાતી હેય, તેજ નવલકથા નૈસર્ગિક ગણુય. જ્યાં જેવો જોઈએ તે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હોય, વાક્યરચનામાં શબ્દની યોગ્ય ગોઠવણ કરી અર્થચમત્કૃતિ બતાવવામાં આવી છે, અને જેમાંથી પા ને વસ્તુ પ્રમાણે ગૌરવ જળવાવાને ધ્વનિ નીકળી આવતો હોય તે શૈલી સારી ગણાય. દરેક લેખકની શૈલી ઉપર જમાનાની અસર થયા વિના રહેતી નથી; તેમ લેખકને જે લખાણ ઉપર વધારે આદરભાવ હેય, તેની અસર પણ પિતાના લખાણમાં આવ્યા વિના રહેતી નથી; છતાં પણ લેખક જે શૈલી દ્વારા વસ્તુ, પાત્રો ને વાતાવરણને અનુકૂળ રસની ઉત્તમ જમાવટ કરી, પોતાના વિચારો તથા લાગણીઓને સચોટ રીતે પ્રદર્શિત કરી શકે, તે શૈલી લાભદાયક બને, અને તેજ શૈલીદ્વારા આબેહુબ વર્ણન કરી વાચકને તલ્લીન બનાવી શકે. કૃત્રિમ શિલી નવલકથાનું સ્વરૂપ ફેરવી નાખે છે.
નવલકથા એ સાહિત્યનું એક અંગ છે. જે દેશમાં નવલકથાનું સાહિત્ય ખીલેલું હોય છે, તે દેશની પ્રજાનું જીવન ઉજજવળ રહે છે. નવલકથા એ પ્રજાની એક ઉમદા શાળા છે. તે છુપી રીતે માનવસમાજ ઉપર સચેટ સંસ્કાર પાડે છે. જે ભરણપત ભુંસાતા નથી.
COMMENTS