Gujarati Essay on "Social Service", "સમાજસેવા વિશે નિબંધ ગુજરાતી" for Class 5, 6, 7, 8, 9 & 10

Admin
0
Essay on Social Service in Gujarati Language : Today, we are providing સમાજસેવા વિશે નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Gujarati Essay on Social Service to complete their homework.

Gujarati Essay on "Social Service", "સમાજસેવા વિશે નિબંધ ગુજરાતી" for Class 5, 6, 7, 8, 9 & 10


  1. કેળવણુ ને શિક્ષણમાં કઈ સેવાઓ આપી શકાય ? 
  2. સમાજસુધારણા માટે શું શું થઈ શકે? 
  3. આકસ્મિક પ્રસંગમાં, જાહેર સુખાકારી જાળવવામાં, મેટા સમારંભોમાં, કેનિર્બળનું સંરક્ષણ કરવામાં, કઈ કઈ સેવાઓ જરૂરની છે? 
  4. પૈસાદારે કેવી અને કઈ રીતે સમાજસેવા કરી શકે ? 
  5. કેટલીક નજીવી પણ ઉપયોગી સેવાઓ છે, તે કઈ કઈ?
  6. સેવા કરવાની લાયકાત ઉપર પરિણામને આધાર 
  7. સારાંશ.
સામાજિક સેવા કરવાના અનેક રસ્તા છે, તેમાંથી પ્રત્યેક મનુષ્ય કંઈક તે કરી શકે જ. જે માણસ પોતાના જીવનમાં કંઈક સેવાકર્મ કરવાને અભિલાષ રાખશે અને સંકલ્પ કરશે, તે પિતાના ભાઈઓ અને બંનેનાં જીવન વધારે ઉજ્જવળ, વધારે આશામય, અને વધારે સુખી બનાવવામાં કીમતી ફાળો આપી શકશે.

પોતાના સમાજને અનુકૂળ થઈ પડે, અને બાળકે ને સાચી તાલીમ મળે, એવી શાળાઓ સમાજ તરફથી ઠેકાણે ઠેકાણે કાઢવામાં આવે; મેટી ઉમરનાં સ્ત્રીપુરુષો માટે પ્રૌઢ શિક્ષણ શાળાઓ ખોલવામાં આવે; બાળકને ઉચ્ચ સંસ્કાર આપવા માટે વિદ્યાર્થીગૃહની જ્યાં ત્યાં ચેજના કરવામાં આવે; ધર્મ ને નીતિના શિક્ષણ માટે જ્યાં ત્યાં કથાવાર્તા ને આખ્યાનેના પ્રબંધ થાય, અને સંમેલનો ગોઠવવામાં આવે; સમાજના સામાન્ય ધંધારોજગારને અનુસરી ઠેર ઠેર પ્રદર્શનો ભરવામાં આવે, અને સંગ્રહસ્થાને રાખવામાં આવે; સમાજને ઉપયોગી પુસ્તકોનો સંગ્રહ કરી, ઠેકાણે ઠેકાણે પુસ્તકાલયો સ્થાપી, અગર બીજી કેઈપણ રીતે વાચન વધારવાની કેશિ કરવામાં આવે; સમાજને ચાલુ જમાનાની સાચી સમજ આપવા માટે, અને વાકેફ રાખવા સારૂ, વર્તમાનપત્ર, લેખે, પત્રિકાઓ, ભાષણ, વ્યાખ્યાને, નાટક, અને ચિત્રપટોને ઉપયોગ છૂટથી થાય તેવી કોઈપણ વ્યવસ્થા કરવામાં આવે; તેમજ ઉંચી કેળવણુ માટે કે હુન્નર ઉદ્યોગનું શિક્ષણ મેળવવા માટે પરદેશ જનારા વિદ્યાર્થીઓને સમાજ તરફથી નાણું વગેરેની મદદ આપવાની જોગવાઈ કરવામાં આવે; તે કેળવણીના વિષયમાં આપણે સમાજ કંઈક પ્રગતિ કરી શકે. 

હવે સામાજિક જીવનનો પુનરુદ્ધાર કરવાના સંબંધમાં વિચારીએ જ્ઞાતિઓમાં થતા વરવિય ને કન્યાવિક્રય અટકાવીને, રેવાકુટવાની ઘેલામાંથી બચાવીને; નાતવરાઓમાં પૈસાને ખોટે ભાગે થતો વ્યય અટકાવીને; અગ્ય ઉંમરનાં થતાં લગ્ન ઉપર અંકુશ મૂકી–મૂકાવીને; દાંભિક વ્યવહારો, અને પાપમય આચારો દૂર કરવાના પ્રયત્નો કરીને; પરસ્પરના ટંટા, કલેશ, અને ઉંચાં થએલાં દિલનું સમાધાન કરીને; એક બીજા પ્રત્યે ભલી લાગણી ને પરસ્પર મદદ કરવાની ભાવના ઉત્પન્ન કરીને; સામાન્ય જનહિતનાં કાર્યો કરવાની સાચી સમજ આપીને; નિરાશ્રિતને આશ્રય આપીને; વિધવાઓને ઘેર બેઠાં રોજ મળે તેમજ તેમનાં જીવન ઉજજવળ બને તેવી વ્યવસ્થા ને પ્રયાસ કરીને; નિસામીને ધંધે લગાડીને; અને હતાશ થએલા જીવોમાં આશાના અંકુર મૂકીને સમાજની સેવા કરી શકાય.

સર્વસામાન્ય જાહેર જીવનમાં પણ અનેક સેવાધર્મ છે. કોઈ અકસ્માત પ્રસંગે આફતમાં સપડાએલાઓને બચાવવા, અને તેમની મિલ્કતનું સંરક્ષણ કરવું; આગ થઈ હોય તે તેને બુઝાવવી; કુવા, તળાવ, કે નદીમાં ડુબી જતા માણસનો તુરતા-તુરત બચાવ કરવાના પ્રયત્નમાં મદદ કરવી; ચેપી રોગ ફેલાઈ જતા અટકાવવાને ચાંપતા ઉપાયે લેવા; બિમારેની સારવાર કરવી, અગર દવાખાનામાં સગવડ કરવી; અજ્ઞાન લોકોને લુચ્ચા માણસોની લુચ્ચાઈમાંથી મુક્ત કરવા; નિર્બળ કોને જુલમી અધિકારીઓના ત્રાસમાંથી કે બળાત્કારમાંથી બચાવવા; લોકોનું ચોર ને લુટારાથી સંરક્ષણ કરવું; કચરાતા ગરીબ અને મજૂરવર્ગનાં જીવન ઉજ્જવળ અને સુખી કરવાના પ્રયત્ન આદરવા; કેદીઓ અને ગુન્હેગારેની સુધારણના પ્રશ્નો હાથ પર લેવાનું સામાજિક મોટાં સંમેલન, મેળાઓ, ને જાત્રાનાં સ્થળોમાં વ્યવસ્થા જાળવી, સુખ સગવડનાં સાધનાની ભેજના કરી, સર્વત્ર આરોગ્ય અને સુખ શાંતિને પ્રચાર કરવો; અન્યાય, જુલમ દૂર કરી સર્વત્ર સુલેહ અને સહીસલામતી વધારવી; આ પ્રમાણે સેવાના અનેક માર્ગ છે.

પૈસાદારો પોતાના પૈસાના બળ વડે અનેક રીતે જનસમાજની સેવા કરી શકે. બિમાર, અશક્ત, બહેરાં, મંગ, લલાં, લંગડાં, આંધળાં, વગેરે માટે આશ્રમો ને શાળાઓ ખોલીને; મુસાફર લોકેને માટે પાણી, ખોરાક અને ધર્મશાળા વગેરેની વ્યવસ્થા કરીને; દેશના હુન્નર ઉદ્યોગને ઉત્તેજન આપીને; વિદ્વાનોને આશ્રય આપીને; લોકકલ્યાણનાં કાર્યોમાં ધનને મેટો ફાળો આપીને; આમ અનેક રીતે ગૃહસ્થો પ્રજાનાં જીવન અજવાળવામાં મદદ આપી શકે.

હવે કેટલાક નજીવા ગણાતા સેવાધર્મ છે તે વિચારીએ, અજાણ્યા મુસાફરને રસ્તો બતાવ; મુસાફરીમાં એક બીજાની સગવડ જાળવવી; પાંચ માણસ ભેગાં થયેલાં હોય ત્યાં બોલવા ચાલવામાં સભ્યતા જાળવવી; અને સાર્વજનિક સંસ્થાઓની વ્યવસ્થાને માન આપવું; બીજાનાં બાળકે પ્રત્યે વાત્સલ્યભાવે વર્તવું; રમત ગમતની હારિફાઇની ગેઠવણ કરી સૌ કે નિર્દોષ આનંદ મેળવે તેવી વ્યવસ્થા કરવી; જીવમાત્ર તરફ દયાભાવ રાખ; દારૂ, તમાકુ, તાડી વગેરે માદક પદાર્થોનું સેવન અટકાવવું ઝાડો રોપાવવાં; ગંદકી દૂર કરવાકરાવવાના પ્રયાસો કરી સ્વચ્છતા જાળવવી; સડેલા ખોરાકની ચીજો ને બગડેલાં પાણીનો વપરાશ અટકાવ, ને તેને સુધારવા પ્રયત્ન કરવા; આ બધા નજીવા પણ કીમતી સેવાધર્મ છે. 

સંકલ્પ સેવનારાઓએ પોતાની સેવા જનસમાજને ઉપયોગી થઈ પડે, તેને માટે ચાલુ જમાનામાં ચાલતી સેવા પ્રવૃત્તિઓને અને તેના સાચા માર્ગને સંગીન અભ્યાસ કરવો જોઈએ, અને દરેક સામાજિક પ્રવૃત્તિથી વાકેફ રહેવું જોઈએ; વળી સેવાની મદદ સ્વીકારનાર શખસમાં સ્વાશ્રય અને બીજાને ઉપયોગી થવાની ભાવના ઉત્પન્ન કરવી જોઈએ. મદદ લેનારની લાયકાત વિચાર્યા વિના કરેલી સેવા વ્યર્થ જાય છે, એ હમેશાં સ્મરણમાં રાખવું.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !