ફોનોગ્રાફ ગુજરાતી નિબંધ - Phonograph Essay in Gujarati નેચા એટલે શું? કેનેરાફની ઉત્પત્તિ. તે યંત્રની રચના. એ યંત્રને ઉપયોગ. ઉ...
ફોનોગ્રાફ ગુજરાતી નિબંધ - Phonograph Essay in Gujarati
- નેચા એટલે શું?
- કેનેરાફની ઉત્પત્તિ.
- તે યંત્રની રચના.
- એ યંત્રને ઉપયોગ.
- ઉપસંહાર લાભાલાભ.
અર્વાચીન શોધોમાંની એક ચમત્કારિક શેધ કેનેગ્રાફ એટલે સ્વરઘારણયંત્રની છે. સ્વર હવામાં કેવી રીતે ઉત્પન્ન થાય છે, તેનું જ્ઞાન મેળવી તેને આધારે એડિસન નામના એક બુદ્ધિમાન માણસે ઇ. સ. ૧૮૭૭માં આ યંત્ર શોધી કાઢયું. જેમ મનુષ્યની સીકલનું ભાન તેની છબી ઉપરથી થાય છે, તેમ ફેનેગ્રાફ વડે કાઈ પણ માણસની વાણી તે બોલ્યો હોય તેવાજ અવાજ અને ઢબમાં ગમે તે વખતે અને ગમે તેટલે છેટેથી સાંભળી શકાય છે. મધુર સંગીતથી દિલની પ્રસન્નવૃત્તિ અનુભવવા માટે ઘેરે ઘેર તેને ઉપયોગ થતો આપણે નજરે જોઈએ છીએ.
આ યંત્રની રચના કાનની રચનાને અનુસરીને કરેલી છે, એ યંત્ર તૈયાર કરવામાં નીચેની બેઠવણ હોય છે. એક ઓરડાની અંદર એક માણસ બોલે છે. તેની સામે એક અબરખને પડદે રાખેલો હોય છે. માણસના અવાજનાં આ દેલને અબરખના નરમ પડદા લગી જાય છે, તેથી તે હાલે છે. આ પડદાની સાથે જ એક તીણ ધારવાળી કલમ રાખેલી હોય છે. પડદાના જવા સાથે તે કલમ પણ ધ્રૂજતી ગતિમાં આવે છે. જેમ સ્વર ઊંચો નીચે થાય છે તેમ કલમ પણ ઊંચી નીચી થયા કરે છે. આ કલમની સાથે મીણની નરમ નળાકાર ચૂડીઓ કે થાળીઓ મુકાય છે. આથી માણસના બેલેલા શબ્દો અથવા ગાએલાં ગાયનેના તેના પર સંસ્કાર પડે છે. એટલે કે ચૂડીઓ કે થાળીઓ ઉપર ખોભણે પડે છે. આવી ચૂડીઓ કે થાળીઓને સૂકવી સંઘરી રાખવામાં આવે છે.
જ્યારે એ ઉતારેલા શબ્દ ફરી સાંભળવા હોય ત્યારે એ ચૂડી કે થાળીને પ્રથમ ફરતી કરવામાં આવે છે. અને પહેલાં જ્યાં કલમ હતી તેને કામે એક ગોળ અણદાર સેય મૂકે છે. ચૂડી કે થાળી: ફરવાથી આ સેય પેલી ભણમાં થઈને પસાર થાય છે, અને ઊંચી નીચી થયા કરે છે. તેની સાથેજ અબરખને પડદે પણ ધ્રુજે છે, અને પહેલાં જેવાં અવાજમાં આંદોલનો માણસના બોલવાથી થયાં હતાં તેવાં જ આંદોલન શરૂ થાય છે. આથી મૂળને અવાજ પાછો સંભળાય છે. નાના અવાજને બહુજ મોટો કરવો હોય તો તેને માટે પણ નવાં યંત્રોની શોધ થઈ છે. (લાઉડસ્પીકર-ધ્વનિવર્ધક ભૂંગળું)
અમેરિકામાં આ યંત્રને ઉપગ કરી બોલતાં રમકડાં બનાવે છે. એ રમકડાં ચાવી આપવાથી ઘડિયાળની માફક ફરે છે. તેથી અંદરની ચૂડી ફરે છે, ને ગાયને સંભળાય છે.
આ પ્રમાણે કોઈ પણ મનુષ્યની વાણુ ઘણે દર અને તેના મરણ પછી પણ તેની જ બોલવાની પદ્ધતિમાં સાંભળી શકાય છે. અને તે જાતે જ બેલત હોય એમ આપણને લાગે છે. સંગીતને આનંદ અનુભવવામાં તેને ઘણે સ્થળે ઉપયોગ થતે આપણે જોઈએ છીએ.
COMMENTS