Essay on Cinema in Gujarati Language : Today, we are providing સિનેમેટોગ્રાફ ચલચિત્રો નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 ...
Essay on Cinema in Gujarati Language : Today, we are providing સિનેમેટોગ્રાફ ચલચિત્રો નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Cinema in Gujarati Language to complete their homework.
સિનેમેટોગ્રાફ ચલચિત્રો નિબંધ ગુજરાતી - Essay on Cinema in Gujarati Language
- સીનેમેટોગ્રાફ એટલે શું?
- ફેટોગ્રાફી.
- મેજીક લેન્ટર્ન-જાદૂઈફાનસ.
- સીનેમેટોગ્રાફની ઉત્પત્તિ.
- એ ચત્રની રચના.
- એ યંત્રથી થતા લાભ-અલાભ
“સીનેમા” એ આ જમાનામાં એક આનંદનું સાધન થઈ પડયું છે. સૌ કોઈ સીનેમાની ફિલ્મ જોઈ નાટક કરતાં પણ વધારે આનંદ અનુભવી શકે છે. જ્યાં ને ત્યાં સીનેમાનાં થિયેટરે આપણે જોઈએ છીએ. ત્યાં જોવા માટે કેની મેદની પણ પુષ્કળ જામેલી રહે છે. જગતની ઘણી બાબતે આપણે ટુંક સમયમાં નજરે જોઈ આનંદ માણીએ છીએ. આ સીનેમેટોગ્રાફની શોધ કેવી રીતે થઈ તે આપણે જાણવું જોઈએ.
ફેટોગ્રાફીની એટલે છબી પાડવાની શોધ પ્રથમ થઈ. જુના વખતમાં પ્રાણીઓ, અને પદાર્થોની છબીઓ લોકે હાથે ચીતરતા. કેટલાક ઉત્તમ ચિત્રકારે આબેહુબ પણ ચીતરી શકતા. એક ફ્રેન્ચ કળાકાર દાગેર હતું. તે માણસને બેસાડી તેની છબી લેવાનું કામ કરતે હતો. તેણે એક રસાયનવાળા કબાટમાં એક છબી મૂકી હતી. અચાનક છબીના કાચ ઉપર રસાયનેની અસર થતી જાઈ એ ઉપરથી છબી પાડવાની અર્વાચીન કળાને પાયો નંખાયે.
ફેકસ ટેલબટ અને કૈટ આર્ચરના પ્રયત્નથી એ કલા વિકાસ પામી. અને પછી મેજીક લેન્ટર્નને ઉપયોગ શરૂ થયો. એ ‘જાદુઈ ફાનસ’ ગણાવા લાગ્યું. ઘણા પ્રકાશવાળા દિવાની આગળ બાહ્યગોળ કાચ લેન્સ મૂકો. પછી દિવા અને કાચની વચ્ચે એક ચિત્રવાળો સાદે કાચ મૂકવાથી ચિત્રનું મોટું પ્રતિબિંબ ઊંધું પડતું હતું. તેને છતું કરવા કાચ ઊંધે મૂકવામાં આવ્યો. સત્તરમી સદીમાં કર્ચર નામના વિજ્ઞાનશાસ્ત્રીએ આ “મેકલેન્ટર્ન –જાદુઈ ફાનસની શેાધ કરી.
જાદુઈ ફાનસમાં સ્થિર ચિત્રો જોવા મળતાં તેને બદલે હાલતાં ચાલતાં, કામ કરતાં ચિત્રો બતાવી શકાય કે કેમ, તેને વિચાર રોબર્ટ પિલ નામના અંગ્રેજ વિજ્ઞાનશાસ્ત્રીએ કર્યો. અને ડોકટર એડિસને તેને પુરેપુરો વિકાસ કરી, તેને હાલ આપણે જે “સીનેમા” જોઈએ છીએ તે સ્વરૂપમાં તેણે લાવી મૂકયું.
પહેલાં રસાયની કાચ ઉપર ફેટા લેવાતા. તેને બદલે એક કચકડાની લાંબી પટ્ટી ઉપર (૧ ઈચ x 9 ઈચની સાઈઝના) ફેટા લેવાનું રાખ્યું. તે ફેટા લેતાં તે પટ્ટી ફરતી રાખી, અને એક સેંકડમાં ૧૬ ચિત્રો પાડવામાં રાખ્યાં. આ પટ્ટીને ધોઈ સાફ કરી, જાદુઈ 'ફાનસમાં જ્યાં ચિત્રવાળો કાચ રાખવામાં આવતા હતા, તેને બદલે આ પટ્ટી (ફિલ્મ) ઝડપથી ફરતી રાખી. આથી પડદા ઉપર એક ચિત્ર કુરે સંકડ રહેતું, અને તરત બીજું આવતું. જેથી ચાલુ ક્રિયા થતી હોય એવું જણાવા લાગ્યું. જો કે ચિત્રમાં બતાવેલી વસ્તુઓ ચાલતી નથી, પણ ચિત્રો ઝડપથી ફરતાં હોવાથી ચાલતાં હોય તેવો ભાસ થાય છે.
હિંદમાં ફિલ્મ બનાવનારી ઘણી કંપનીઓ ઉભી થઈ છે. પણ કઈ પણ ચમત્કારી શેધને બે બાજુ હોય છે. તેને સદુપયોગ થાય તે દેશની પ્રગતિ થાય, પણ પૈસા કમાવાના હેતુથી ગમે તેવી ફિલ્મ બનાવવામાં આવે, તે દેશમાં ખરાબ સંસ્કારનાં બીજ રોપાય, જેના પરિણામ દેશને કઈ વખતે ખરાબ ભોગવવાં જ પડે. આવું કંઈક થવા માંડયું છે, એ શોચનીય છે. અંકેશની હવે પુરી જરૂર લાગે છે. વિશ્વબંધુત્વની ભાવનાને વિકાસ થાય, આંતર રાષ્ટ્રોમાં એકતા સ્થપાય, સંસ્કૃતિને વિનિમય થાય, અને પ્રત્યેક મનુષ્યના જીવનમાં પ્રગતિ સધાય, તેમાં જ નવી શોધની સાર્થકતા છે.
COMMENTS