Essay on My Favourite Book in Gujarati Language : In this article " મારુ પ્રિય પુસ્તક વિશે નિબંધ ગુજરાતી ", " મારી પ્રિય પુસ્...
Essay on My Favourite Book in Gujarati Language: In this article "મારુ પ્રિય પુસ્તક વિશે નિબંધ ગુજરાતી", "મારી પ્રિય પુસ્તક નિબંધ", "Maru Priya Pustak Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "My Favourite Book", "મારુ પ્રિય પુસ્તક વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: વર્તમાન વૈજ્ઞાનિક યુગમાં પ્રિન્ટીંગ પ્રેસના આવિષ્કારને કારણે મોટી માત્રામાં પુસ્તકો છપાય છે. હવે તો દરેક જગ્યાએ પુસ્તકાલય ખુલી છે. ત્યાં પર સારી સારી પુસ્તકો વાંચવા માટે મળી જાય છે. સંપન્ન લોકો હવે મનગમતી પુસ્તકો ખરીદી શકે છે. વિભિન્ન પ્રકારની પુસ્તકો બજારોમાં ખૂબ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે.
મારી રુચિઃ મને પુસ્તકોથી ખૂબ પ્રેમ છે. મને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે. મેં ઘર પર એક નાનું પુસ્તકાલય બનાવી રાખઅયું છે. એમાં વિભિન્ન પ્રકારની સારી-સારી પુસ્તકો છે. હું પોતાના ખિસ્સાખર્ચ માટે પૈસાઓથી હંમેશાં પુસ્તકો ખરીદું છું. પુસ્તકોના અભ્યાસથી નવીન અનુભવ થાય છે. સામાન્ય જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અનેક પ્રકારના નવીન વિચાર વાંચવા મળે છે, જેમાંથી નવી શિક્ષા પ્રાપ્ત થાય છે. મારી માતાજીએ મને વિશ્વપ્રસિદ્ધ પુસ્તકો વિશે બતાવ્યું. એમાં એક પુસ્તક મહાત્મા ગાંધીની આત્મકથા પણ છે. એમણએ મને એને વાંચવા માટે પ્રોત્સાહિત કર્યો. હું પોતાની ક્લાસની પુસ્તકો સિવાય દિવસમાં બે-ત્રણ કલાક અન્ય જ્ઞાનવર્ધક પુસ્તકો વાંચું છું.
મારી પાસે અનેક પુસ્તકો છે. એમને હું ખૂબ પ્રેમ કરું છું. હું નાની-નાની વાર્તાઓ, નવલકથા, નાટક તેમજ કવિતાઓ વગેરે વાંચવાનું પસંદ કરું છું. પરંતુ મારી સૌથી પ્રિય પુસ્તક છે - મહાત્મા ગાંધીની આત્મકથા'. ગાંધીજીની આત્મકથાને મેં અનેક વાર વાંચી છે. છતાં પણ એને વારંવાર વાંચવાની ઇચ્છા થાય છે.
વર્ણન: મહાત્મા ગાંધીએ પોતાની “આત્મકથા'માં પોતાના જીવનની અનેક રોમાંચકારી ઘટનાઓ અને કઠિન પરિસ્થિતિઓનું વર્ણન કર્યું. ગાંધીજીએ કોઈ સંકોચ વગર પોતાની કમીઓ તેમજ ભૂલોનું વર્ણન આ પુસ્તકમાં કર્યું છે.
પુસ્તકથી એમની સત્યતા, કર્મઠતા, સદાચારિતા, સર્વધર્મ સમભાવની ભાવના વગેરેની શિક્ષા મળે છે.
ઉપસંહાર: મહાત્મા ગાંધીજીની આત્મકથા' રામચરિતમાનસની જેમ ગાંધી માનસ' છે. એના અધ્યયન પછી હું એ કહીશ કે, બધા યુવાઓ તેમજ યુવતિઓ તથા બધી ઉંમરના લોકોએ એને અવશ્ય વાંચવા જોઈએ. સરકારે એને વિદ્યાલયોમાં પાઠ્યક્રમમાં સ્વીકૃત કરવું જોઈએ, જેથી બધા વિદ્યાર્થી એનું અધ્યયન કરીને જીવનમાં લાભ ઉઠાવી શકે.
COMMENTS