Essay on Self Help in Gujarati Language : In this article, we are providing સ્વાશ્રય પર નિબંધ for students. Essay on Self Help in Gujarat...
Essay on Self Help in Gujarati Language : In this article, we are providing સ્વાશ્રય પર નિબંધ for students. Essay on Self Help in Gujarati.
સ્વાશ્રય પર નિબંધ Essay on Self Help in Gujarati Language for class 5, 6, 7, 8, 9 and 10
“આપ સમાન બળ નહિ, અને મેઘ સમાન જળ નહિ”
સ્વાશ્રય એ સંસ્કૃત શબ્દ છે. તે (સ્વ=જાત+આશ્રય+અવલંબન)
નામ તથા સમજુતી : કેસમાં દર્શાવેલા બે શબ્દને બને છે. પોતાની જાત પર આધાર રાખી કાર્ય કરવું તેને સ્વાશ્રય કહેવામાં આવે છે. સ્વાશ્રયથી ઉલ્ટે શબ્દ પરાશ્રય છે. સ્વાશ્રયી મનુષ્ય સ્વકર્તવ્ય પોતાની જાતે જ કરે છે અને અન્ય મનુષ્યની આશા રાખતો નથી.
સ્વાશ્રયના લાલ : સ્વાશ્રયી મનુષ્ય નિરંતર જાતે જ ઉદ્યોગ કરે છે, અને તેથી તે અનેક લાભ પામે છે. “ઉદ્યોગથી એકલો હજારને હઠાવી દે” એ ગુજરાતી વાકય ઉદ્યોગની મહત્તા દર્શાવે છે. વળી, અંગ્રેજીમાં કહ્યું છે કે આળસ એ શયતાનનું કારખાનું છે, અને સંસ્કૃતમાં પણ કહ્યું છે કે –
आलस्यं हि मनुष्याणां शरीरस्थो महारिपुः।
नास्त्युचमसमो बन्धुः कृत्वा नावसीदति ॥
[ ભાવાર્થ :–આળસ એ ખરેખર મનુષ્યના શરીરમાં વસતો મોટો શત્રુ છે. ઉદ્યમ સમાન બીજો એકે મિત્ર નથી, કે જેની મદદથી મનુષ્ય ઉદ્યોગતિને પામતો નથી.]
આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થતા સર્વ ગેરલાભમાંથી મુકત થઇ ઉદ્યોગના સર્વ લાભ સ્વાશ્રયી મનુષ્ય પ્રાપ્ત કરે છે. સ્વાશ્રયી મનુષ્ય નિરંતર તન અથવા મનના ઉદ્યોગમાં રહેવાથી તંદુરસ્ત રહે છે અને તે અનેક સદ્દગુણો પ્રાપ્ત કરે છે. તે ઉપરાંત સ્વાશ્રય એ સ્વતંત્રતાનો પાયો છે, તેથી સ્વતંત્રતાના ઉપાસકોએ સ્વાશ્રયથી બનવું એજ યોગ્ય માર્ગ છે. સ્વાશ્રયી મનુષ્ય નૈતિક ઉન્નતિ કરી શકે છે. અનેક મનુષ્યો સ્વાશ્રયથી વિદ્યા સંપાદન કરી વિદ્વાન થયા છે અને અનેક મનુષ્યો સ્વાશ્રયથી ધનિક થયા છે.
ઉપસંહાર અને બોધ : "પારકી આશ સદા નિરાશ" એ લોકપ્રિય ગુજરાતી કહેવત પ્રત્યેક મનુષ્યને સ્વાશ્રયી થવાનું સૂચન કરે છે. મનુષ્ય માત્રની પવિત્ર ફરજ છે કે તેણે સ્વાશ્રયી બનવું જોઈએ. જે મનુષ્ય રોગી હોય, અપંગ હોય અથવા કુદરતી ખોડવાળે હેાય તે મનુષ્ય પરાશ્રયી બની શકે; પરંતુ જે મનુષ્ય નિરગી છે તેણે પરાશ્રયી બની ભારરૂપ બનવું તેમાં તે મનુષ્યની શોભા નથી તેમ તેને લાભ નથી. પ્રત્યેક નિરોગી મનુષ્ય પોતાની ધાર્મિક ફરજ સમજી આત્મહિતાર્થે તથા જનમંડળનું કલ્યાણ કરવા નિરંતર સ્વાશ્રયી બનવું જોઈએ.
COMMENTS