Essay on My Favourite Poet Tulsidas in Gujarati : In this article " મારા પ્રિય કવિ તુલસીદાસ ગુજરાતી નિબંધ ", " વર્તમાન પત્ર ન...
Essay on My Favourite Poet Tulsidas in Gujarati: In this article "મારા પ્રિય કવિ તુલસીદાસ ગુજરાતી નિબંધ", "વર્તમાન પત્ર નું મહત્વ ગુજરાતી નિબંધ", "Mera Priya Kavi Essay in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "My Favourite Poet", "મારા પ્રિય કવિ તુલસીદાસ ગુજરાતી નિબંધ" for Students
પ્રસ્તાવના: ભારત મહાનતાઓનો દેશ છે. કોઈ એવું ક્ષેત્ર નથી, જયાં આપણી કીર્તિની પતાકા ના લહેરાઈ હોય. ભલે તે ક્ષેત્ર વીરતાનું રહ્યું હોય અથવા સાહિત્યનું. અહીંયા જો મહારાણા પ્રતાપ, સુભાષચંદ્ર બોસ તથા અબ્દુલ હમીદ જેવાં વીર પેદા થયા છે, તો સાહિત્યના ક્ષેત્રમાં રવીન્દ્રનાથ ટાગોર, પ્રેમચંદ, સૂર, કબીર અને તુલસી જેવાં મહાન લેખકો અને કવિઓએ જન્મ લીધો. સાહિત્યકારોમાં મને સૌથી વધારે પ્રેરણા મહાત્મા તુલસીદાસથી મળી છે.
જીવન-વૃત્ત: કહેવામાં આવે છે કે, તુલસીદાસને જન્મ આપતા જ એમની માતા હુલસીનું મૃત્યુ થઈ ગયું હતું. એમના પિતા આત્મારામ દુબેએ એમને ઘરથી કાઢી મૂક્યા. એમણે કહ્યું કે, “એના નક્ષત્ર પરિવાર તેમજ ગામવાળાઓ માટે અમંગલકારી છે. આ જ્યાં પણ રહેશે, નાશ જ ઉપસ્થિત કરશે.” ઘરની દાસીએ એમનું લાલન-પાલન કર્યું. જન્મના સમયે તેઓ રોયા ન હતા, પરંતુ એમણે પોતાના મુખથી “રામ” શબ્દનું ઉચ્ચારણ કર્યું હતું. આ આધાર પર એમનું નામ “રામબોલા' રાખી દેવામાં આવ્યું.
મોટા થવા પર એમના લગ્ન રત્નાવલીથી થયા. તેઓ એની સુંદરતા પર અત્યધિકમોહિત હતા. એક દિવસ રત્નાવલી પોતાના પિયર ચાલી ગઈ. એના પર તેઓ એના માટે બેચેન થઈ ઉઠ્યાં અને આંધી, વરસાદ તથા રાત્રિની પરવાહન કરીને રત્નાવલીની પાસે જઈ પહોંચ્યા. રત્નાએ મધુર ફટકાર આપી. પરંતુ તુલસીદાસના મનમાં એમના શબ્દ ગઢાઈ ગયા. બધો જ ત્યાગ કરીને તેઓ ઘરથી નિકળી પડ્યા. સ્વામી નરહરિદાસના સંપર્કથી એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એમણે “રામચરિતમાનસ'ની રચના કરી. બનારસના પંડોએ આ ગ્રંથનો ઘોર વિરોધ કર્યો. એમણે તુલસીદાસજીને જીવથી મારી નાંખવા માટે ગુંડા મોકલ્યા. પરંતુ તેઓ સફળ ના થઈ શક્યા. ધીમે-ધીમે તુલસીદાસનો યશ ફેલાતો ચાલ્યો ગયો. એમની રામ-કથાને સાંભળવા માટે લોકો દૂર-દૂરથી આવતા હતા.
ઉપસંહાર: તુલસીદાસજીએ પોતાના જીવનકાળમાં અનેક ગ્રંથોની રચના કરી. એમાં વિનયપત્રિકા, કવિતાવલી, ગીતાવલી તથા રામચરિતમાનસ અત્યધિક પ્રસિદ્ધ ગ્રંથ છે. તુલસીદારના મહાન ગ્રંથ રામચરિતમાનસને તો ઘર-ઘરમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત છે. જ્યાં સુધી ભારતમાં હિન્દુ-ધર્મ જીવિત રહેશે, તુલસીદાસનું નામ અમર રહેશે.
COMMENTS