Monday, 7 December 2020

Gujarati Essay on "Importance of Newspaper", "વર્તમાન પત્ર નું મહત્વ ગુજરાતી નિબંધ" for Students

Essay on Importance of Newspaper in Gujarati: In this article "વર્તમાન પત્ર નું કર્તવ્ય નિબંધ", "વર્તમાન પત્ર નું મહત્વ ગુજરાતી નિબંધ", "Vartman Patra Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Importance of Newspaper", "વર્તમાન પત્ર નું મહત્વ ગુજરાતી નિબંધ" for Students

વીસમી સદીના વિશ્વમાં વર્તમાનપત્રોની મહત્તા અને આવશ્યકતા અનન્ય છે. આજે દેશના ખૂણેખૂણેથી જુદી જુદી ભાષાઓમાં વર્તમાનપત્રો પ્રગટ થાય છે. વળી, સામાજિક, વ્યાપારિક, રાજનૈતિક, ધાર્મિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને સાહિત્ય વગેરે વિષયોને લગતાં ખાસ સામયિકોની પણ કમી નથી. મોટા ભાગની બધી ભાષાઓમાં અનેક દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક, નૈમાસિક અને અનિયતકાલિક સામયિકો પ્રસિદ્ધ થાય છે.

આજે વિશ્વમાં પળેપળે અવનવી ઘટનાઓ બને છે. રાજનીતિના રંગ બદલાય છે. સામાજિક અને ધાર્મિકક્ષેત્રે અગત્યની ઘટનાઓ બને છે. વિજ્ઞાન, ઉદ્યોગધંધા અને શિક્ષણનો અવિરત વિકાસ થાય છે. આ દરેક ક્ષેત્રના સમાચારોને જગતના લોકો સમક્ષ સમયસર રજૂ કરવાની ઉમદા અને મહાન જવાબદારી સાથે આજનાં વર્તમાનપત્રો માહિતીનાં ભંડાર બની રહે છે. ખરેખર, વર્તમાનપત્ર જ્ઞાન, પ્રસાર અને લોકશિક્ષણનું સસ્તુ અને સર્વોત્તમ સાધન છે.

વર્તમાનપત્રો દેશપ્રેમ, ત્યાગ અને બલિદાનની ગાથા ગાઈ લોકોને પ્રેરણા પાઈ શકે છે. તે લોકમત વ્યક્ત કરી શકે છે તેમ જ કેળવી પણ શકે છે. સરકારની નીતિરીતિની યોગ્ય ટીકા કરી તે સરકારને સાચે માર્ગે દોરી શકે છે. ભૂકંપ, દુકાળ, નદીઓનાં પૂર વગેરે કુદરતી આપત્તિઓ અને યુદ્ધ જેવી માનવસર્જિત આફતો વખતે વર્તમાનપત્રો ફંડફાળા એકઠા કરી શકે છે. તે પ્રાંતીયતા અને જ્ઞાતિભેદ સામે ઝુંબેશ ચલાવી રાષ્ટ્રીય એકતા સાધવામાં ફાળો આપી શકે છે. વર્તમાનપત્રો સાહિત્યનું રસપાન કરાવે છે, તેમ જ મનોરંજનની અનેકવિધ સામગ્રી રજૂ કરી શકે છે. સારાં વર્તમાનપત્રો જ્ઞાનની પરબ બને છે. વર્તમાનપત્રોમાં પ્રગટ થતી જાહેરખબરોને પરિણામે વેપાર વિકસે છે. આમ, વર્તમાનપત્રો સમાજની વિવિધ રીતે અમૂલ્ય સેવા બજાવી શકે છે.

કેટલીક વાર વર્તમાનપત્રો રાષ્ટ્રીય એકતા અને શાંતિ પર આકરા પ્રહારો કરી લોહીલુહાણ કરી નાખે છે. કેટલીક વાર ધર્મ, સંપ્રદાય કે જ્ઞાતિબંધનો દઢ કરે છે અને પ્રાંતીયતા તેમ જ કોમવાદનું ઝેર પાય છે. ઘણી વાર કોઈ રાજકીય વ્યક્તિ કે પક્ષની ખોટી પ્રશંસા કરીને તેની ક્ષતિઓ તરફ આંખ આડા કાન કરીને પ્રજને અવળે માર્ગે દોરે છે. કેટલાંક સમાચાપત્રો ખોટી કે હલકી જાહેરખબરો, અશિષ્ટ ચિત્રો અને વિકૃત સમાચારોથી જનતાને અવળે રસ્તે દોરે છે. કેટલાંક સમાચારપત્રો બીજાં સમાચારપત્રો સાથેની પોતાની અંગત સ્પર્ધા માટે પણ પોતાના સમાચારપત્રોમાં સામેના પક્ષની ફક્ત ક્ષતિઓ અને ગેરરીતિઓ પ્રદર્શિત કરતાં હોય છે. આમ, તેઓ પોતાની પ્રશંસાને ખાતર નાગરિકોને પણ ઉશ્કેરે છે, તેમની સ્પર્ધા પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષે છે. આમ, સમાજ પ્રત્યેની જવાબદારી ના સમજતાં કેટલાંક વર્તમાનપત્રો સમાજની ભારે કુસેવા પણ બજાવે છે.

સમાચારપત્રોનો દુરુપયોગ સમાજ અને દેશને માટે ઘાતક સાબિત થશે અને સદુપયોગ દેશમાં બંધુત્વ, એકતા અને રાષ્ટ્રીય જાગૃતિ આણી શકશે. માટે વર્તમાનપત્રોના સંપાદકો અને તંત્રીઓએ સમગ્ર માનવમહેરામણ અને દેશનું હિત દૃષ્ટિસમક્ષ રાખી પોતાની ફરજ અદા કરવી જોઈએ. છેવટે અંગ્રેજીમાં શબ્દ છે News, એટલે કે “સમાચાર'. તેમાં ચાર દિશાઓના પ્રથમ અક્ષરથી બનેલા આ શબ્દ ચાર દિશાઓના સમાચાર એકત્રિત કરીને સમાચારપત્ર બને છે. તો આ શબ્દની કારીગરી અદા કરવા પણ સમાચાર ખાતાએ સતત સજાગ રહેવું જોઈએ.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: