Jo Pariksha na Hoy to Essay in Gujarati: In this article "જો પરીક્ષા ન હોય તો નિબંધ ગુજરાતી", "Jo Pariksha na hoy to gujarati nibandh"for students.
Jo Pariksha na Hoy to Essay in Gujarati: In this article "જો પરીક્ષા ન હોય તો નિબંધ ગુજરાતી", "Jo Pariksha na hoy to gujarati nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Jo Pariksha na Hoy to", "જો પરીક્ષા ન હોય તો નિબંધ ગુજરાતી" for Students
પરીક્ષાની શોધ કરનારનું નામ માનવ-ઇતિહાસમાં નોંધાયું નથી પરંતુ જો નોંધાયું હોત તો મોટા ભાગના વિદ્યાર્થીઓ તેને રાવણનો અવતાર માનત! “જો પરીક્ષા ન હોત તો...' એ કલ્પનાયે કેટલી રાહતદાયક છે ! જો પરીક્ષા ન હોય તો વિદ્યાર્થીઓ માટે ધરતી પર સ્વર્ગ ઊતરી આવે.
આજની પરીક્ષા પદ્ધતિ એ વિદ્યાર્થીઓનું વજન ઘટાડવાનો કીમિયો બની ગયો હોય એમ લાગે છે ! પરીક્ષાઓ વિદ્યાર્થીઓનાં શરીર અને મન પર ન વીતાવવાનું વિતાવે છે. દર્દી ઑપરેશન પહેલાં અનુભવે તેવી માનસિક તાણ વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલાં અનુભવતા હોય છે. પરીક્ષા પહેલાં દિવસો કે મહિનાઓથી વિદ્યાર્થીઓની ઊંઘ હરામ થઈ જાય છે. એક સાંધતા તેર તૂટે તેમ વિદ્યાર્થીઓ એક વિષયનું વાંચતાં બીજા વિષયનું ગોખેલું ભૂલી જાય છે ! પરીક્ષા તદ્દન નજીક આવે ત્યારે વિદ્યાર્થી માટે “રાત થોડી ને વેશ ઝાઝા' જેવી સ્થિતિ ઊભી થાય છે. રણમાં ફસાયેલો કોઈ તરસ્યો મુસાફર પાણી માટે ફાંફાં મારે તેમ વિદ્યાર્થીઓ મહત્ત્વના પ્રશ્નો માટે ફાંફાં મારે છે. પરીક્ષાખંડમાં ગાળવા પડતા કલાકો તો વિદ્યાર્થીઓ માટે ભયંકર કસોટીનો સમય બની રહે છે. ન ધારેલા સવાલો પ્રશ્નપત્રમાં પુછાયેલા જોઈને ઘણા વિદ્યાર્થીઓ આવડતા સવાલો પણ ભૂલી જાય છે ત્યારે તેમને ધોળા દિવસે તારાનાં દર્શન થાય છે. પરીક્ષા પછીયે પરિણામ ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓનો જીવ તાળવે ચોંટેલો રહે છે. જો પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થીઓ કેટકેટલી મુશ્કેલીઓમાંથી ઊગરી જાય.
જો પરીક્ષાઓ અધિક માસની જેમ લાં....બા ગાળે આવતી હોય તો વિદ્યાર્થીઓ તેમને ખેલદિલીથી નિભાવી લે પરંતુ પરીક્ષાઓ તો બ્રહ્મપુત્રાના વિનાશક પૂરની જેમ વર્ષોવર્ષ આવે છે! અરે, હવે તો દરેક સેમિસ્ટરમાં વિવિધરૂપે અનેક પરીક્ષાઓ યોજાય છે. પરીક્ષાઓનો આ કાયમી ત્રાસ વિદ્યાર્થીઓને ધ્યાનભંગ કરી દે છે. પરીક્ષાના સતત ઝઝૂમતા ભયને કારણે વિદ્યાર્થી વિદ્યા-અર્થી ન રહેતાં માત્ર પરીક્ષાર્થી બની જાય છે. જો પરીક્ષાઓ ન હોય અને તેમને સ્થાને વિદ્યાર્થીઓનાં જ્ઞાન અને વ્યક્તિત્વના વિકાસને મૂલવવાની કોઈ વધુ યોગ્ય વ્યવસ્થા હોય તો કદાચ વિદ્યાર્થીઓ સાચા અર્થમાં વિદ્યાર્થી બને. એટલું જ નહિ, પણ પરીક્ષાનો હાઉ દૂર થતાં, તેમના વ્યક્તિત્વના સર્વાગી વિકાસની તકો પણ વધુ ઊજળી બને.
જો પરીક્ષાઓને નાબૂદ કરવામાં આવે તો વિદ્યાર્થીઓના આનંદની કોઈ સીમા ન રહે. થોડા સમય માટે ઘણા વિદ્યાર્થીઓ માત્ર રમતગમત અને મોજમજામાં ડૂબી જાય એવું બને પરંતુ ભવિષ્યની ચિંતા, વાલીઓનું દબાણ, શિક્ષકોની દેખરેખ વગેરેને કારણે છેવટે તો તેઓ અભ્યાસમાં સવિશેષ એકાગ્ર બને જ. Enternal vigilance is the price of liberty. (અવિરત જાગૃતિ એ સ્વતંત્રતાની કિંમત છે.) એ પ્રસિદ્ધ ઉક્તિમાંનું સત્ય આપોઆપ તેમના અનુભવમાં ઊતરે.
વિદ્યાર્થીઓના જ્ઞાનને મૂલવવા માટે હાલની પરીક્ષા પદ્ધતિના પર્યાય કોઈ વધુ સારી વ્યવસ્થા યોજાય અને પરીક્ષા ન હોય તો.... એ કલ્પના વાસ્તવિકતા બને એમ આપણે ઇચ્છીએ.
Read also:
Excellent
ReplyDelete