રોવાકૂટવાનો ઘેલાઈ નિબંધ ગુજરાતી આપણા રેવાકુટવાના રિવાજને ગાંડાઈકેમ કહી છે? સાચી હકકળનાં લક્ષણ કેવો હોય ? બહુજ આવું કેને આવે? રડવાન...
રોવાકૂટવાનો ઘેલાઈ નિબંધ ગુજરાતી
- આપણા રેવાકુટવાના રિવાજને ગાંડાઈકેમ કહી છે?
- સાચી હકકળનાં લક્ષણ કેવો હોય ?
- બહુજ આવું કેને આવે? રડવાનાં કારણે કયાં હેઈ શકે ?
- જાપાનનાં વૃદ્ધ ડોશીમાનું રૂદન કેવા પ્રકારનું હતું?
- ગુરુ ગોવિંદસિંહના મોટા પુત્રનું રહેવું કેવા પ્રકારનું હતું ?
- કઈ પ્રજાને રડવું બહુ આવે? વીર પ્રજાનાં રૂદન કેવાં હોય?
- સારાંશ.
મરણ પછીના આપણા વ્યવહારે જઈ કઈ પરદેશી ગુજરાત ગાંડી છે એમ નિર્ભયપણે કહી શકે. જ્યારે માણસ મનનું સમતલપણું ગુમાવે, તેનામાં સારાસારનો વિચાર ન રહે, તે મર્યાદા મૂકે, અને વાણું ઉપરને પિતાને કાબુ પણ બેઈ બેસે, ત્યારે ગાંડાઈ ગણાય. આપણું સગાં સંબંધી કે નાતીલાના ભરણ પ્રસંગે આપણે એવા બનીએ છીએ.
શુદ્ધ ભાવનાની એટલે લાગણીને વશ થએલાની રડકકળ જુદાજ પ્રકારની હેય. સંબંધીજનના મરણ પ્રસંગે માણસને ડુમો ભરાઈ રવું આવી જાય, તેનું શરીર અસ્વસ્થ બની જાય, તેને ખાવું ન ગમે, તેમજ બલવું પણ ન એ, તેને બહુ વિચારો આવે, અને તેનું ભાથું તપી જાય. એને ઘર ખાવા ધાતુ હોય એવું ભાસે. વળી તે ગભળાય, અકળાય, મુંઝાય અને વખતે બેહોશ પણ બની જાય. આ પ્રમાણે કુદરતી રીતે બને, અને તે પણ સામાન્ય કેટિના મનુષ્યના સંબંધમાં જ બનવા પામે.
સગાનું મરણ થાય ત્યારે પાછળનાં માણસોને દિલાસ કે આશ્વાસન આપવા સંબંધીઓએ જવું જોઈએ. આ ભાવનાને વ્યવહાર છે. વળી લાગણી પ્રબળ હોય તે મરનારનાં ખાસ સંબંધીઓને રડવું પણ આવે. પરંતુ એ કુદરતી રૂદનમાં ચાંળા, તાયફા ને ફજેતાને સ્થાન હેયજ નહિ. કૃત્રિમ હસવું રડવું એ ચાળા કહેવાય, આવા ચાળા કરવાને આપણામાં ચાલ પડી ગયો છે.
હંમેશાં જે સમાજમાં અજ્ઞાનતા અને નિરાધારપણું વિશેષ હાય, તેમાં શેક-દીલગીરી વધારે હોય, અને રડકકળ પણ ભારે હોય; પરંતુ જ્ઞાની પુરુષ તે મરણને શેક કરતા જ નથી. તેઓ સમજે છે કે મરણ કેને નથી આવતું? દુનિયાનું એવું એક પણ ઘર નથી કે જ્યાં મરણ થયું ન હોય. આ કારણથી તેઓ તે કર્તવ્યપરાયણ રહેવામાં જ પિતાને ધર્મ સમજે છે.
કંગાલ પ્રજાને જ બહુ રડવું આવે. એ પ્રજા સાધારણ આફતમાં પણ બહુ ડરી જાય, બી મરે, અને ધીરજ ખોઈ બેસે. નિરાધાર, નિરાશ્રિત, ને નામરદ પ્રજામાં રડકકળ બહુ હેય. સ્વાશ્રયી પ્રજામાં રડકકળ હંમેશાં ઓછીજ હોય. બહાદુર પ્રજાનાં રૂદન સંભબાયજ નહિ. તેમનાં રૂદન જુદી જાતનાં હોય.
એમ કહેવાય છે કે જાપાન-શિઆની લડાઈ થઈ તેમાં જાપાનની એક અમીર કુટુંબની સ્ત્રીના છ છોકરાઓ લડાઈમાં ખતમ થઈ ગયા. જાપાનના પ્રધાને જાણ્યું કે જેણે દેશને માટે આ સુંદર ભેગ આપ્યો, તેને ભારે આશ્વાસન આપવા જવું જોઈએ, તે પ્રધાન વૃદ્ધ ડોશીમા પાસે ગયો. ડોશીમા ખુણે બેસીને આક્રંદ કરતાં હતાં. પ્રધાને દિલાસો આપતાં કહ્યું, કે પૂજ્ય માતાજી ! તમારાં બાળકેએ દેશની આઝાદીમાં બળિદાન આપ્યું, તેથી તેઓ મનુષ્ય નથી રહ્યા પણ દેવો બન્યા છે, અને જાપાનના ઇતિહાસમાં અમર નામના મેળવી ગયા છે. ડોશીમાએ કહ્યું, કે મારાં બાળકેએ દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપ્યું, તેના મરણના શોક માટે હું રડતી નથી; પરંતુ દેશના આવા કટોકટીના પ્રસંગે દેશયજ્ઞમાં બલિદાન આપવા માટે મારી પાસે બીજા પુત્રો નથી, એ મારી કમનસીબ સ્થિતિ મને રૂદન કરાવે છે. પ્રધાન તે સ્તબ્ધ જ થઈ ગયે. વીર પ્રજામાં રૂદન આવાં હોય! - આપણા દેશમાં મેગલાઈ યુગમાં બહાદુર શીખ ગુરુ ગોવિંદસિંહ થઈ ગયા. મેગલ સાથેની લડાઈમાં તેમનું બલિદાન અપાયું અને તેમના બે બાળકે મેગલ સેનાપતિના હાથે પકડાયા. મેગલ સેનાપતિએ બાદશાહના ફરમાન મુજબ તેમને મુસલમાની ધર્મ સ્વીકારવાનું જણાવ્યું. બાળકેએ નાના હેવા છતાં ખી ના પાડી. બાળકને સમજાવવામાં આવ્યું, કે બાદશાહનું ફરમાન સ્વીકારશો, તે 'તમે રાજદરબારમાં માનથી રહી શકશે, લશ્કરનો મેટ દ્ધા મેળવી શકશે, અને રાજકુંવર તરીકેનાં બધાં સુખ ભોગવી શકશે. નહિ તે તમારી જિંદગી જોખમમાં આવી પડશે. પ્રાપ્ત થએલી આ જિંદગી શા માટે ગુમાવે છે?
બંને બાળકોએ દઢતાપૂર્વક ના પાડી. બંનેને ભીંતમાં ચણી લઈ મારી નાખવા બાદશાહે હુકમ કર્યો. તેમને ભીંતમાં ઉભા રાખી ચણતર શરૂ કર્યું. ચણતાં ચણતાં નાનાભાઈને નાક સુધી અને મેટાભાઈની છાતી સુધી ચણતર આવ્યું, ત્યારે મોટાભાઈની આંખમાંથી આંસુ ટપકવા માંડયાં, ને રેવું આવી ગયું. ખબર પડતાં સેનાપતિ બાળકની પાસે ગયો, અને તેમને કહ્યું, કે શા માટે નકામા રડે છે? બાદશાહનું ફરમાન સ્વીકારે. મોટાભાઈએ કહ્યું કે હું મારી જિંદગી બચાવવા માટે રડતે નથી, પરંતુ આ મારો નાનો ભાઈ મારી પછી આ દુનિઆમાં આવ્યો છે, છતાં ધર્મની ખાતર મારા પહેલાં તેનું બળિદાન અપાય છે, અને હું પાછળ પડી જાઉં છું, એટલો હું હતભાગી છું, તેથી મને રડવું આવે છે. આર્યાવર્તની વીર પ્રજાનાં બાળનાં રૂદન પણ આવા પ્રકારનાં હતાં.
COMMENTS