Essay on Indian Railways in Gujarati : In this article " ભારતીય રેલવે વિશે ગુજરાતી નિબંધ ", " Bhartiya Railway vishe Nibandh ...
Essay on Indian Railways in Gujarati: In this article "ભારતીય રેલવે વિશે ગુજરાતી નિબંધ", "Bhartiya Railway vishe Nibandh Gujarati Ma"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Indian Railways", "ભારતીય રેલવે વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: પ્રાચીનકાળમાં આપણા આવાગમનનાં સાધન બળદગાડી, ઘોડાગાડી વગેરે હતા. આ સાધનોથી યાત્રામાં ખૂબ સમય લાગતો હતો. ધન પણ વધારે ખર્ચ થતું હતું. લગભગ ૨૫૦ વર્ષ પહેલાં અંગ્રેજ ભારતમાં વેપાર કરવા આવ્યા હતા. ધીમે-ધીમે તેઓ વેપારીના રહીને આપણાં શાસક બની બેઠા. એના પછી એમણે સૌથી પહેલાં યાતાયાતના સાધનોની તરફ ધ્યાન આપ્યું. એમણે રસ્તાઓનું નિર્માણ કરાવ્યું તથા દેશમાં સૌથી પહેલાં મુંબઈમાં રેલના પાટાઓ બિછાવાયા. આ પ્રકારે રેલો દ્વારા યાતાયાત પ્રારંભ થયો. પહેલાં તો ભારતવાસી આ રેલીમાં બેસવાથી ડરતા હતા. ધીમે-ધીમે એમનો ડર દૂર થયો. આજકાલ તો ભારતવાસી યાત્રાના મુખ્ય સાધનના રૂપમાં રેલોનો ઉપયોગ કરે છે.
વિસ્તાર: પ્રારંભમાં રેલોમાં વરાળથી ચાલવાવાળા એન્જિનોનો પ્રયોગ થતો હતો. એ સમયે એમની ગતિ ખૂબ ઓછી હતી. એના પછી ડીઝલ એન્જિનોનો પ્રયોગ શરૂ થયો. એનાથી રેલવેની ગતિમાં પણ તેજી આવી. ધીમે-ધીમે વિજ્ઞાને પ્રગતિ કરી અને ભારતમાં વિજળીથી ચાલવાવાળી રેલગાડીઓ આરંભ થઈ. વિજળી તથા ડીઝલથી ચાલવાને કારણે કેટલાય લાભ થયા. ખર્ચામાં તો ખૂબ જ કમી આવી. સાથે જ ગતિમાં પણ આશ્ચર્યજનક વૃદ્ધિ થઈ. હવે તો મુખ્ય રેલીની ગતિ ૧૨૦થી લઈને ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ છે. અમદાવાદથી મુંબઈ સુધીની લાંબી સફર માત્ર ૭-૮ કલાકોમાં પૂરી થઈ જાય છે. દેશના એક ખૂણાથી બીજા ખૂણા સુધી હજારો ટન માલ પ્રતિદિન આ જ રેલગાડીઓ દ્વારા લઈ જવામાં આવે છે.
લાભઃ રેલ-યાત્રાથી કેટલાય લાભ છે. આપણે પોતાના નિશ્ચિત સ્થાન પર શીવ્રતાપૂર્વક પહોંચી જઈએ છીએ. એનાથી સમય તેમજ ધન બંનેની બચત થાય છે. ભારે-ભારે સામાન થોડા જ ભાડામાં સરળતાથી મોકલી શકાય છે.
ઉપસંહાર: ભારતીય રેલવેએ દેશની પ્રગતિમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ગરીબોની યાત્રા સુલભ કરી છે. તે દિવસ દૂર નથી, જયારે આ રેલવે આપણા માટે વધારેથી વધારે સુવિધાઓ ઉપલબ્ધ કરીને આપણું મન મોહી લેશે.
COMMENTS