Radio Essay in Gujarati Language : Today, we are providing રેડીઓ નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Us...
Radio Essay in Gujarati Language : Today, we are providing રેડીઓ નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Radio in Gujarati Language to complete their homework.
રેડીઓ નિબંધ ગુજરાતી - Essay on Radio in Gujarati Language
- અર્વાચીન શોધ
- વિદ્યુતબળનું મહત્ત્વ
- રેડીઓની શોધ
- ટેલીવીઝનની શોધ.
- રેડીઓની પ્રચાર
- રેડીઓશોધ ઉપયોગિતા.
અર્વાચીન વિજ્ઞાનની શોધો અદ્ભુત ચમત્કારો રૂપે પુરવાર થઈ છે. આ શોધોથી દુનિયાની સ્થિતિ પલટાઈ ગઈ છે. રેલ્વે, વિમાન, અને વિદ્યુતની શોધોએ વ્યવહારનાં જુદાં જુદાં સાધનોમાં ઝડપી વધારો કર્યો છે. વ્યવહાર ઘણો સરળ અને ત્વરિત બન્યો છે. ચીજોની લેવડ દેવડ ઘણી વધી ગઈ છે. દૂર દૂર રહેનારા લોકે પણ જાણે નજદીકમાંજ વસતા હોય એમ આપણને લાગે છે.
આ બધી શોધમાં વિદ્યુતની શોધોથી દુનીઆના રંગ ઢંગ બદલાઈ ગયા છે. દેશની પ્રગતિ સાધવામાં તેની મદદ અજબ નીવડી છે. ટેલીફેન, વાયરલેસ, ટેલીગ્રાફી, રેડીઓ વગેરે શોધોની સફળતા વિદ્યુત શક્તિને જ આભારી છે.
ઈ. સ. ૧૮૯૫ માં માર્કેનિ નામના ઈટાલીઅન વિજ્ઞાનશાસ્ત્રીએ પ્રથમ એક રેડીઓ સેટ બનાવ્યો. ઈ. સ. ૧૮૯૭માં ૧૪ માઇલ સુધી કામ લાગે એવું એક યંત્ર શોધી કાઢ્યું. ઈ. સ. ૧૯૦૧ માં આવા યંત્રની મદદથી ઈગ્લાંડ અને અમેરિકા વચ્ચે સંદેશા મોકલાયા. એમ પ્રચાર થતાં થતાં હાલની સ્થિતિ આવી પહોંચી. ભવિષ્યમાં એક ઘર એવું નહિ રહે કે જ્યાં રેડીઓ ન હોય !
રેડીઓનાં યંત્રોમાં એક મિનિટના ૪૦૦ શબ્દો મોકલી શકાય છે. ઉપરાંત છબીઓ પણ પરદેશ બતાવી શકાય છે. આ શોધ ટેલીવીઝન' છે આ શોધથી દૂર દેશાવરમાં બનતા બનાવો આબેહુબ રેડીઓની મદદથી પડદા ઉપર આપણે ઘેર બેઠાં જોઈ શકીશું.
હોટેલમાં, સીનેમામાં, બાગમાં, અગર ખાનગી ગૃહસ્થોના મકાનમાં રેડીઓ” આપણે સાંભળીએ છીએ. દૂર દેશના લોકો આપણી સાથે વાત કરતા હોય એમ આપણને લાગે છે. દૂર દૂરના સમાચાર પણ આપણે સાંભળીએ છીએ. મધુર સંગીતથી આપણું મન ઘડીભર પ્રફુલ્લિત બને છે. અને બે ઘડી મોજની ખાતર પણ રેડીઓ સાંભળવા આપણે ઉત્સુક રહીએ છીએ.
બીજા દેશોમાં ઠેકાણે ઠેકાણે અને ગામે ગામે રેડીઓના સેટ ગોદવવામાં આવે છે. બાળકોને ભણાવવામાં, ભાપણો આપવામાં, તાજા સમાચાર આપવામાં, અને મધુર સંગીતથી મન પ્રફુલ્લિત કરાવવામાં એ અણમોલ સાધન થઈ પડયું છે. આપણા દેશમાં પણ હવે તેને બહોળો ફેલાવો થતો જાય છે.
COMMENTS