Essay on My Favourite Game Cricket in Gujarati Language : In this article " મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ ગુજરાતી ", " Mari Pr...
Essay on My Favourite Game Cricket in Gujarati Language: In this article "મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ ગુજરાતી", "Mari Priya Ramat Cricket Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "My Favourite Game Cricket", "મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ ગુજરાતી", "Mari Priya Ramat Cricket Gujarati Nibandh" for Students
રમત શારીરિક વ્યાયામનો જ એક ભાગ છે. આજના જગતમાં રમતોનું વૈવિધ્ય વધતું રહ્યું છે. ઈન્ડોર તથા આઉટડોર રમતોના જુદા જુદા પ્રકારોમાં આજની પ્રજાએ રસ લઈને સારો એવો વિકાસ કર્યો છે. આ બધી રમતોમાં દરેક વ્યક્તિ એકસરખો રસ કે જાણકારી ધરાવી ન શકે તે સ્પષ્ટ છે. એ જ રીતે રમતની પસંદગી વિશે પણ દરેકની રુચિ અને વિચારો સરખાં નથી હોતાં. પરંતુ એટલું ચોક્કસ કહેવાય કે દરેકને એક રમત વિશે ખૂબ ઘનિષ્ઠ રુચિ કેળવાઈ હોય છે, કોઈ એક રમતની પસંદગી નિશ્ચિત હોય છે. એ જ રીતે કહું તો મારી ક્રિકેટ પ્રિય રમત છે. મારી પસંદગીના કારણરૂપ ક્રિકેટ વિશે થોડી મહત્ત્વની વાત નોંધવાનું મન થાય છે.
સૌથી પહેલી વાત એ કહેવી જોઈએ કે ક્રિકેટના ચાહકોની સંખ્યા એટલી વિશાળ છે કે જેનો અંદાજ લગાવી ન શકાય. કદાચ દુનિયાની આ એક જ એવી રમત છે જેના ચાહકોનો વર્ગ સૌથી વધુ સંખ્યાબળ ધરાવે છે. માર્ચ, “૯૨'માં બૅન્શન-હેજીસના વિશ્વકપની ક્રિકેટ સ્પર્ધાએ આપણને આ હકીકતનો ખ્યાલ આપ્યો હતો એમ કહી શકાય. હજારોની સંખ્યામાં એ રમત જોવા લોકો ઊમટી રહ્યા હતા. કરોડો પ્રેક્ષકો દૂરદર્શન પર પ્રસારિત થતી રમત નિહાળીને આનંદ મેળવતા. આથીય વધુ ચાહકોએ કરોડો રૂપિયા લગાવીને હારજીતનો જુગાર પણ ખેલી નાખ્યો હતો ! કોઈ એક રમતને આટલી બધી લોકપ્રિયતા મળી હોય તો તે એકલી ક્રિકેટને જ છે.
નાનપણમાં બાળક જ્યારે ક્રિકેટનો “ક” જાણતો નથી હોતો, એ દરમિયાન તે દડો રમતો હોય છે. થોડી સમજ કેળવાતાં ગબડાવીને રમવાને બદલે તે દડો ફટકારે છે. કિશોર વયમાં શેરીમહોલ્લાના એના સાથી તેને સ્ટમ્પ અને બેટ સાથે વિધિવત ક્રિકેટ રમતો કરી દે છે. પછી તો દૂરદર્શન પર ક્રિકેટ-મૅચનું પ્રસારણ જોવાનો તેને જે કેફ ચઢે છે એ વૃાવસ્થામાં પણ છૂટતો નથી. યુવાનીમાં ક્રિકેટર બનવાનાં ગુલાબી સ્વપ્નો સાથે આક્રમક રમત રમનાર વ્યક્તિઓ ઢળતી ઉંમરે નથી રમી શકતી ત્યારેય ટીવી પર મૅચ જોવાનું કે ચાલુ રમતનો સ્કોર પૂછવાનું ચૂકતી નથી. આમ, ક્રિકેટ જગતની એક એવી રમત પુરવાર થાય છે. તેમાં નાના બાળકથી માંડી વયોવૃદ્ધ સૌને રસ પડતો હોય છે.
યુરોપના દેશોમાં એક બાદશાહી રમત તરીકે શરૂ થઈને જગતના નાનામોટા દેશોમાં ઝડપથી પ્રસરીને પ્રજાની પ્રિય રમત બની ચૂકેલી આ ક્રિકેટ હવે જાણે રમતની દુનિયામાં સર્વોપરી બનવા માગતી હોય તેવું લાગે છે. જગતના સમૃદ્ધ દેશો, અર્ધવિકસિત કે અલ્પવિકસિત દેશોની સાથે શ્રીલંકા જેવા નાના ટાપુના કે ઝિમ્બાબ્લે, બાંગ્લાદેશ, કેન્યા જેવા ઊગતા દેશો પણ હવે આ રમતમાં ઉત્સાહથી ભાગ લેવા માંડ્યા છે. અગાઉની સરખામણીમાં ક્રિકેટને આજના વૈજ્ઞાનિક સંશોધન અને ઉપકરણોનો પણ વધુ લાભ મળ્યો છે. અગાઉ માત્ર દિવસે કે તડકામાં રમાતી આ રમત હવે દિવસની જેમ રાત્રિ-પ્રકાશમાં રમવાની સગવડ થઈ ગઈ છે. ઝળહળતી લડલાઇટો અને રંગીન ડ્રેસમાં રમતા ખેલાડી તથા શ્વેત દડો રાત્રિરમતને રસપ્રદ બનાવે છે. વર્લ્ડ ડિશ, સ્ટાર ચૅનલ, ટેન સ્પોર્ટ્સ અને ઈ.એસ.પી.એફ ના માધ્યમથી અને ઉપગ્રહોની મદદથી ક્રિકેટનું પ્રસારણ વધુ વેગીલું, સ્પષ્ટ અને આકર્ષક બની ગયું છે. ખેલાડી રમતો હોય ત્યારે વચલા સ્ટમ્પના દૃષ્ટિકોણથી એની રમતને જોવા માટે આજે વિજ્ઞાને વધુ સગવડ કરી આપી છે. વચલા સ્ટમ્પમાં નાનકડા હોઠના આકારનો કેમેરો ગોઠવીને એ રમત દર્શાવાય છે ત્યારે રજૂ થતું દશ્ય આકર્ષક બની રહે છે. હવે એમ્પાયરની હેટમાં પણ કેમેરો લગાવીને જુદી જ દૃષ્ટિથી એ રમત બતાવાશે. આમ ક્રિકેટ એક એવી રમત બની રહી છે કે જેમાં વધુ સંશોધન-સગવડ ને જજમેન્ટની ચોકસાઈ કરતાં ઉપકરણોનો વિનિયોગ થાય છે, જેનાથી દર્શકોને વધુ રસ પડે છે.
ક્રિકેટનાં બે દૂષણો પણ છે. આક્રમક રમત હોવાથી એના ખેલાડીઓ . શેરીમહોલ્લામાં લડી પડે છે. હિંસક બને છે. બીજી બાજુ યુવાનો અને આળસુ તથા કામચોર કર્ચમારીઓ આ રમતને મેદાનમાં કે ટીવી પર જોવા ગંજેરી વ્યસનીની જેમ પોતાનો કીમતી સમય વેડફે છે. આ દૂષણોને વિવેકપૂર્વક ત્યાગો તો મારી જેમ તમને પણ ક્રિકેટ પ્રિય રમત લાગશે.
COMMENTS