Story on Paropkar in Gujarati Language
દેવ અને દાનવો વચ્ચે ભારે યુદ્ધ થયું. દેવ હાર્યા ને દાનવો જીત્યા. દેવોના રાજા ઈંદ્રને આખરે સંતાઈ જવું પડ્યું. બધા દેવો વિષ્ણુને શરણે ગયા. વિષ્ણુએ કહ્યું કે દધીચિ ઋષિનાં હાડકાંનું બાણ બનાવી વાપરો તો દૈત્યો જીતાશે. ઈંદ્ર દધીચિ પાસે ગયો અને બધી વાત સમજાવી. દધીચિએ રાજી થઈ પોતાને દેહ દેવોને સ્વાધીન કર્યો. ઈદે એમનાં હાડકાંમાંથી બાણું બનાવી દૈત્યોને જીત્યા. परोपकारायेदं शरीरं। પરોપકારને માટેજ આ શરીર છે, એમ કહ્યું છે તે આનું નામ.