પ્રભુ પ્રત્યેની આપણી ફરજ ગુજરાતી નિબંધ

Admin
0

પ્રભુ પ્રત્યેની આપણી ફરજ ગુજરાતી નિબંધ

  • સૃષ્ટિની રચના તપાસે, તેમાં મનુષ્યનું સ્થાન કયાં છે ?
  • શા કારણે માણસના માથે મટી ફરજો છે?
  • પ્રભુ પ્રત્યેની ફરજ, સૌમાં મુખ્ય શાથી?
  • આપણા ઉપર પ્રભુના કયા કયા ઉપકારે છે?
  • આપણે કેવું વતન રાખીએ તે પ્રભુ હંમેશાં રાજી રહે ?
  • આ સૃષ્ટિમાંની દરેક ચીજના માલીક કાણ? આપણે કોણ?
  • આપણે શું કરીએ તે સારું ગણાય? સારાંશ.
આ સૃષ્ટિમાં આપણે ચારે બાજુ નજર કરીએ તે શું માલમ પડે છે? મેટા મેટા પર્વતે આવી રહેલા છે, તેમાંથી નાની મોટી અનેક નદીઓ વહન કરી રહી છે, અને તેનું પાણી પૃથ્વીને વિંટાઈ રહેલા વિશાળ મહાસાગરમાં સમાઈ જાય છે. વળી વિધવિધ જાતની વનસ્પતિ ખીલી રહી છે, રંગબેરંગી જંતુઓ અને પક્ષીઓ આનંદ કરી રહ્યાં છે, અને અનેક નાનાં મોટાં પ્રાણીઓ કુદરતમાં વિહાર કરી રહ્યાં છે. આ તમામ કુદરતી લીલાને સરજનહાર એક પ્રભુ છે, તેની શક્તિ અગાધ છે, અને તેનું એશ્વર્ય અનુપમ છે. આ મહાન પ્રભુએ આવી કેટલીએ પૃથ્વીઓ સરળ છે વળી અનંત આકાશમાં જે તારાઓ અને સૂર્યો જણાય છે. એ પણ તેની અગાધ શક્તિઓની પ્રતીતિ કરાવે છે.

સૃષ્ટિમાં અનંત જીવો છે, અને એ જેમાં પ્રાણીઓ વધારે શક્તિવાળાં છે. આ પ્રાણીઓમાં મનુષ્ય સર્વથી શ્રેષ્ઠ છે, કારણ કે બીજાં પ્રાણુઓ કરતાં તેનામાં બુદ્ધિ અને વિચારશક્તિ વિશેષ છે. આ શક્તિઓથી મનુષ્ય સર્વ ઉપર શ્રેષ્ઠતા ભોગવે છે. આવી ઉત્તમ સ્થિતિ મનુષ્ય પ્રાપ્ત કરી છે. પરંતુ તેની તેને માથે જવાબદારીઓ પણ તેટલી જ વધારે છે. મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને કરવા ગ્ય કયાં કર્મ તેણે કરવાનાં છે, આ સાષ્ટના નિયામક સાથે તેને કેવો સંબંધ છે, માતાપિતા પ્રત્યે તેની શી ફરજ છે, પ્રભુના બીજા પરિવાર સાથે તેને કેવી રીતે વર્તવાનું છે; વગેરે બાબતે દરેકે જાણવી જોઈએ, અને તે પ્રમાણે આચરણ કરવાં જોઈએ. જે પ્રત્યેક માણસ પોતાના જીવનમાં કરવા યોગ્ય કાર્યો કરે, તે જ પ્રભુની પ્રીતિ મેળવી શકે અને મનુષ્ય જન્મ સફળ કરી શકે.

પરમ કૃપાળુ પ્રભુએ સૃષ્ટિમાં આપણે માટે આહાર વિહારનાં સાધન પેદા કર્યા છે, જીવનને અતિ જરૂરી પવન, પાણી, વગેરે વગર મહેનતે આપણને પુરાં પાડે છે. આ ઉપરાંત આનંદ ભોગવવા માટે બીજી અનેક સુખસામગ્રીની તેણે પેજના કરી છે. વળી અગણિત ભય અને દુઃખમાંથી બચાવી આપણું રક્ષણ કરી સંભાળ રાખે છે. આવા આવા અગાધ ઉપકારે પરમેશ્વરે આપણા ઉપર કર્યા છે, તે ભૂલી જવા ન જોઈએ. આપણું જીવનમાં મોટામાં મોટી ફરજ એ છે, કે આ સરજનહાર પ્રભુ તરફ આપણે હંમેશાં વફાદાર રહેવું જોઈએ, તેના ઉપકારનું હંમેશાં સ્મરણ કરવું જોઈએ, અને શુદ્ધ મન, વાણુ, અને કર્મથી તેની અહોનિશ ભક્તિ કરવી જોઈએ.

સૃષ્ટિના સઘળા છ એક મહાન પિતાને પરિવાર છે. એટલે જેવી રીતે આપણે આપણું સ્ત્રી, પુત્ર, માતા, પિતા, વગેરેને પ્રેમથી ચાહીએ છીએ, તેવી જ રીતે બધા જીવો ઉપર પ્રીતિ રાખવી જોઈએ, સૃષ્ટિના સર્વ જીવોનું કલ્યાણ ઈચ્છવું જોઈએ, અને સમભાવ દૃષ્ટિથી જેવું જોઈએ. સર્વના દુઃખે દુઃખી અને સર્વના સુખે સુખી રહેવાની ભાવને નિરંતર આપણું હદયમાં રહેવી જોઈએ.

આ સૃષ્ટિમાં આપણી માલીકીની એક પણ ચીજ છે જ નહિ. પ્રભુની જ મિલ્કત છે. એ પ્રભુની મિલ્કત પ્રભુનાં બાળકોના કલ્યાણ અર્થે વપરાય તે જ પ્રભુ રાજી રહે. પ્રભુ પ્રત્યેની આપણી ફરજ સૌથી મહાન અને પવિત્ર છે. તે પવિત્ર ફરજ પ્રભુ પ્રીત્યર્થે આપણું તમામ શક્તિઓને સદુપયોગ કરીને આપણે અદા કરવી જોઈએ.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !