Friday, 11 October 2019

બાળલગ્ન નિબંધ ગુજરાતી - Child Marriage Essay in Gujarati

Child Marriage Essay In Gujarati Language : Today, we are providing બાળલગ્ન નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Child Marriage Essay in Gujarati Language to complete their homework.

બાળલગ્ન નિબંધ ગુજરાતી - Child Marriage Essay in Gujarati

  • બાળલગ્નનો રિવાજ શાથી? તે અટકાવવાની જરૂર શી
  • પરણનારની લાયકાત ન વિચારાય તો શું થાય?
  • પરણનારમાં ઓછામાં ઓછી કેટલી યોગ્યતા હોવી જોઈએ? 
  • બાળલગ્નની તરફેણમાં થતી કેટલીક દલીલો અને તેનું ખંડન. 
  • બાળલગ્નથી થતાં નુકસાન. સારાંશ.
આપણું હિંદુસ્તાન દેશમાં નાની ઉંમરનાં બાળકોને પરણાવી મારવાનો રિવાજ ઘણું લાંબા વખતથી ચાલ્યો આવે છે. નાની ઉમરમાં લગ્ન થવાં જ જોઈએ એવી ભાવના અજ્ઞાન લેકમાં દઢ થઈ ગઈ છે. આથી સને ૧૯૩૦ માં વડી ધારાસભામાં શારદા એકટ પસાર કરી બાળલગ્ન અટકાવવા અંકુશ મુકાય છે. છતાં પણ એ પ્રથા બીલકુલ નાબુદ થઈ નથી. ગૃહસ્થાશ્રમ શું છે, તે ન સમજી શકે એવી કાચી વયનાં નિર્દોષ બાળકને પરણાવી મારવામાં આવે, તો તેથી એ નિર્દોષ બાળકના જીવન ઉપર કેવી કાતિલ છરી ફેરવાય છે, અને દેશની કેવી દુર્દશા થતી જાય છે, એ તેમના ધ્યાનમાં આવતું નથી.

ગૃહસ્થાશ્રમ એ નાનું સરખું રાજ્ય છે. રાજ્ય ચલાવવાને જેટલા ગુણ અને શક્તિ જોઈએ, તેટલા જ ગુણ અને શક્તિ ગૃહરાજ્ય નિભાવવામાં જોઈએ. ગૃહરાજ્યમાં પુરુષ એ રાજા છે, અને સ્ત્રી એ પ્રધાન છે. રાજા પ્રધાનમાં જેવી લાયકાત હોવી જોઈએ, તેવીજ લાયકાત પરણનારમાં પણ હોવી જોઈએ. હવે તે લાયકાત કેટલી ઉંમરે આવે, તેને વિચાર સૌ કોઈ કરી શકે છે. કેઈ કારખાનામાં ઉંમર, લાયકાત વગેરે વિચાર્યા વિના, ગમે તે માણસને ગમે તે કામ સોંપવામાં આવે, તે તે કારખાનાની શી દશા થાય? એ પ્રમાણેજ ગૃહસ્થાશ્રમના કારભારનું સમજવું.

વરકન્યાના લગ્નના વ્યવહારમાં ફક્ત લેવડદેવડની ચીજો સિવાય બીજે જરાપણ વિચાર કઈને આવતું નથી. નાની ઉંમરનાં બાળકને ગૃહસ્થાશ્રમની જોખમદારી સોંપતા પહેલાં તેમની લાયકાતને આપણે વિચાર સરખો પણ કરતા નથી. ગૃહસ્થાશ્રમ ચલાવવાની ને નિભાવવાની લાયકાત હંમેશાં મોટી ઉંમરેજ આવે, તે પણ આપણે સમજતા નથી.

ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે, લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વરકન્યાને નીચેના પ્રશ્નો પૂછવા જોઈએ: 
  1. તમે યુવાવસ્થા પ્રાપ્ત કરી છે ? 
  2. સ્વાશ્રયી બનીને તમારે ને તમારા કુટુંબનો નિભાવ કરી શકે એટલું દ્રવ્ય ઉત્પાદન કરવાની તમે શક્તિ મેળવી છે? 
  3. સંસાર સાગરની મુસાફરી કરવામાં અને આત્મકલ્યાણ સાધવામાં ઉપયોગી થઈ પડે એવી તમામ જાતની વિદ્યાઓ તમે મેળવી છે ? 
  4. માતાપિતા ને ગુરુ પ્રત્યેનાં કર્તવ્ય અદા કરવા માટે જોઈતા ગુણ, સ્વભાવને કર્મ ધારણ કરી શકે એટલી લાયકાત તમેએ પ્રાપ્ત કરી છે? 
  5. જીવનભર પરસ્પર વફાદાર રહેવાને તમોએ દઢ સંકલ્પ કર્યો છે? અગર ગૃહસંસાર સફળ બનાવવાની જોગ્યતા તમોએ મેળવી છે?
આ પ્રશ્નોના ઉત્તર શુદ્ધ દીલથી ખાત્રીપૂર્વક આપી શકે, તે જાણવું કે તેઓની ઉંમર પાકી છે, અને તેઓ ગૃહસ્થાશ્રમી બનવાની લાયકાતવાળાં છે. અમુક ઉંમર થવાથીજ એ લાયકાત આવે છે, એવું હંમેશાં બનતું નથી. તેમજ લાયકાતનું માપ મૂછ ફૂટે, કે રજોદર્શન થાય, તેથી નીકળતું નથી; પણ ગૃહસ્થાશ્રમની ફરજો બજાવવાની શક્તિ આવે તે ઉપર લગ્નની લાયકાતનો આધાર રહે છે.

સારા શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને બધી જાતની તાલીમ આપે, કાળજી રાખી ધોરણસર કેળવણું આપી બાહોશ બનાવે, છતાં લાયક હોય તેને જ ઉપરના વર્ગમાં જવાની તક આપે. તે નાલાયકને ઉપર ચઢાવી સંસ્થાને ધકે પહોંચાડે નહિ. તેવી રીતે સારો રાજા પોતાની પ્રજાને બધી જાતની તાલીમ આપી કેળવે, બાહોશ બનાવે, ને પ્રજાને ઉછેર સુધારી બહાદુર પ્રજા તૈયાર કરે. એમ કરવામાં જે લાયક હાય, સંતાનોને ઉછેરી લાયક પ્રજાજન બનાવી શકે એવી તાકાદવાળાં હેય તેમને જ લગ્ન કરવાની મંજુરી આપે. નારદ, નિર્બળ, રેગી, અપંગ ઈત્યાદિને ગૃહસ્થાશ્રમી બનવા દઈ દેશની આબરૂને નુકસાન ન પહોંચાડે, તેજ પ્રજાને ઉછેર સુધરે. દેશને ઉત્કર્ષ કરનારાઓએ લગ્ન ઉપર અંકુશ મૂકવો જોઈએ, તેનું ધોરણ નક્કી કરવું જોઈએ, અને જે લાયક જણાય તેમને જ લગ્ન કરવાની છૂટ આપવી જોઈએ. દરદીના કલ્યાણને માટે વાઢકુપ કરનાર ડોકટરે બેટી દયા ન બતાવવી જોઈએ, તેવી રીતે પ્રજાને ઉદ્ધાર કરવા ઈચ્છનારે પણ ખે દયાભાવ બતાવો જોઈએ નહિ.

કેટલાકનું માનવું એવું છે, કે મેટી ઉંમરે લગ્ન કરવાથી દુરાચાર વધે છે. આ પ્રમાણે કહેનાર માટી ભૂલ કરે છે. દુરાચારી બનવાનાં કારણે અજ્ઞાનતા અને કુસંગ છે. મોટે ભાગે આપણું સામાજિક વાતાવરણ દિનપ્રતિદિન બગડતું જાય છે. નીચ સંસ્કારમાં ઉછરેલાં બાળકનું વલણ દુરાચાર તરફ વળે છે, અને આજુબાજુની પરિસ્થિતિ તેનું પિષણ કરે છે. એ વાતાવરણમાં ફક્ત પલટ થવાની જરૂર છે. ખરાબ વાતાવરણ એ પ્રજાની નબળાઈ સૂચવે છે.

બાળલગ્નથી ઘણું નુકસાન થાય છે. નાની ઉંમરનાં લગ્ન થવાથી પ્રજાનું શારીરિક બંધારણ નબળું પડે છે અને પ્રજા અનેક રેગાને ભાગ થઈ પડે છે. હંમેશાં નબળી પ્રજામાં વિષયવાસના વધારે જાગૃત રહે છે, અને તે એ રીતે શરીરની તમામ શક્તિઓ ગુમાવી બેસે છે. વળી શરીરની મન ઉપર પણ અસર થાય છે. બાળપણમાં વિવાહિત બનેલાં સ્ત્રીપુરુષોનાં મન સ્થિર ન રહે. તેઓ દઢ નિશ્ચયથી કાર્યો કરવાની તાકાદ ગુમાવી બેસે, તેમનામાં બીકણપણું આવે, ને એવી પ્રજા નારદમાં ખપે. જેનું શરીર ને મન નબળું હોય તે પ્રજા ધાર્યા કાર્યો કરી ન શકે. તેમના નસીબમાં ગરિબાઈ નિર્માણ થએલીજ રહે. કમાણી કરવામાં, વિદ્યા ઉપાર્જન કરવામાં, અને બહાદુરીનાં કામો કરવામાં ઉપર પ્રમાણેની સ્થિતિ અંતરાયરૂપ થઈ પડે.

ટુંકાણમાં, બાળલગ્નથી ગૃહસ્થાશ્રમ નિભાવવાની તાકાદ રહેતી નથી, અને નિરાધાર સ્થિતિ થઈ પડે છે. આખરે આખું કુટુંબ કુસંગી બની ઉદ્ધત થઈ જાય છે. કેટલાંક કુટુંબે છાકટાં બની જાય છે, અને તેમનાં જીવન બરબાદ થાય છે.

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: