Duties of Youth Essay in Gujarati : Today, we are providing " હાલ ના યુવાનોની ફરજ ગુજરાતી નિબંધ " For class 3, 4, 5, 6, 7, 8, 9...
Duties of Youth Essay in Gujarati : Today, we are providing "હાલ ના યુવાનોની ફરજ ગુજરાતી નિબંધ" For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Duties of Youth Essay in Gujarati Language to complete their homework.
હાલ ના યુવાનોની ફરજ ગુજરાતી નિબંધ - Duties of Youth Essay in Gujarati
- યુનેની મુખ્ય ફરજે કઈ કઈ?
- તેમાં મુખ્ય ફરજ કઈ? શા કારણથી?
- સ્વદેશ પ્રત્યે ફરજ બજાવવા શું શું કરવું જોઈએ?
- કુટુંબ ને સમાજ પ્રત્યે કઈ કઈ ફરજ ? શા કારણથી ? ,
- પિતાની જાત પ્રત્યે કઈ કઈ ફરજ? શા કારણથી? :
- યુવાનની બીજી કોઈ ફરો છે? તે કેવી રીતે બજાવવી?
- સાચે યુવાન કેણ ગણાય? સારાંશ.
હાલના યુવાનોને પોતાના જીવનમાં કેટલીક અગત્યની ફરજો બજાવવાની છે. તેમાં પ્રભુ પ્રત્યે, માબાપ પ્રત્યે, વગેરે ફરજે મુખ્ય છે. પરંતુ તે ઉપરાંત બીજી પણ કેટલીક અગત્યની ફરજો તેને બજાવવાની રહે છે. હાલના યુવાને એ દેશનું નૂર છે. દેશના પ્રાણ કહીએ તે પણ ચાલે. દેશનું ભાવિ હાલના યુવાનનાં કાર્યો ઉપર અવલંબી રહેલું છે. દરેક યુવાન પોતાના જીવનની ફરજો બરાબર સમજે અને બજાવે તેજ પિતાનું અને પિતાના દેશનું ભાવ ઉજજવળ બને.
જે દેશની ભૂમિમાં આપણો જન્મ થયો છે, જેના ખેરાકથી આપણે દેહ બંધાય છે, અને પિવાય છે; અને જે ભૂમિના અનાજથી ઉત્પન્ન થએલું લેહી આપણું રગેરગમાં વહન કરી રહ્યું છે; તે પવિત્ર માતૃભૂમિ પ્રત્યે વફાદાર રહેવું એ પણ આપણું એક મુખ્ય ફરજ છે.
આપણા દેશની સંસ્કૃતિ આપણને વારસામાં મળી છે. આ સંસ્કૃતિ વડે આપણા દેશનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે, અને આપણું પિપણ થઈ રહ્યું છે. આ કારણથી ગમે તે ભાગે દેશનું ગૌરવ સાચવવું અને માન જાળવવું, એ આપણી ફરજ છે. નીતિ ને ધર્મને વળગી. રહી. દેશનાં તમામ હિતકારક કાર્યોમાં આપણે મદદ આપવી જોઈએ; તેમજ દરેક પળે દેશનું હિત ઈચ્છવું જોઈએ. આપણા દેશને નુકસાન થાય, અગર દેશની આબરૂને હાનિ પહોંચે, એવું કંઈપણ કાર્ય કરવું નહિ. ટુંકાણમાં દેશહિતની ભાવના હૃદય ઉપરથી ખસવી જોઈએ નહિ.
આપણું જીવન ઘડવામાં આપણું કુટુમ્બીઓ, સગાંવહાલાં, અને સમાજને પણ હિસ્સો છે. તે દુકાળ વખતે, અકસ્માતમાં, અગર બીજા એવા કેઈ આપત્તિના સમયે આપણું શક્તિ અનુસાર દુઃખી માણસને મદદ કરવા ચૂકવું નહિ. સર્વને એકજ પ્રભુને પરિવાર ગણુ તન, મન, અને ધનથી આપણે મદદ કરવી, હમેશાં દરેક જણ સાથે હળીમળીને રહેવું, અને સગાં ભાઈ બેન જેવી પ્રીતિ રાખી, તેમના કલ્યાણના દરેક માર્ગમાં પ્રવૃત્ત રહેવું. વળી સમાજમાં જે ખરાબ રૂઢિઓનાં બંધન હોય, તેમાંથી તેમને મુક્ત કરી સમાજની પ્રગતિ કરવામાં આપણે આપણે બનતે ફાળો આપવો જોઈએ.
દરેક યુવાનને પિતાની જાત પ્રત્યે પણ કેટલીક ફરજો બજાવવાની છે તેણે સંપૂર્ણ આરોગ્ય જાળવવા માટે આહારવિહારમાં નિયમિત રહેવું જોઈએ. પ્રત્યેક યુવાને હંમેશાં ઉદ્યોગી રહેવું જોઈએ. મન ને શરીર નવરું રહે તે ખરાબ વિચારો ઉત્પન્ન થાય, આથી આળસ નહિ રાખતાં કામમાં પ્રવૃત્ત રહેવું જોઈએ.
વળી આપણે આપણું મન ઉપર સંપૂર્ણ અંકુશ રાખવો જોઈએ. મોજશોખ, ને વૈભવમાં મન લપેટાઈ જતાં શરીર, મન અને આત્માની ખરાબી થાય છે, અને કર્તવ્યથી વિમુખ થવાય છે, માટે આપણે આત્મસંયમી બનવું જોઈએ. આ કાર્ય મારાથી નહિ બને, એમ ધારીને કે કહીને પિતાની જાતને કદી હલકી પાડવી નહિ. તે વખતે આપણે સમજવું, કે માણસ ધારે છે તે કરી શકે છે. આપણે જે કામ કરી શકતા નથી, તેવાં કામ ભૂતકાળમાં માણસોએજ કર્યો છે એ ભૂલવું ન જોઈએ.
હંમેશાં ચારિત્ર્યશાળી માણસનાજ સંસર્ગમાં રહેવું, અને એ મહાપુરુષોને દૃષ્ટિ સમીપ રાખી, તેમના જીવનને અનુસરવું. વળી. આપણે મન, વાણુ ને કર્મની એકતા રાખવી જોઈએ. જે આપણે જેવું વિચારીએ તેવું જ બોલીએ, અને જેવું બોલીએ તેજ પ્રમાણે આચરણ કરીએ; તે મનુષ્ય તરીકેની આપણું લાયકાત વધે છે. વળી આપણી જિંદગી ટુંકી છે, અને કર્તવ્ય ઘણું છે, માટે વખતને નકામે જવા દે નહિ. હમેશાં ફુરસદને વખત સારાં પુસ્તકના વાચનમાં ગાળવો.
કર્તવ્ય નહિ સમજનાર યુવાનનું જીવન પશુતુલ્ય છે. જે યુવાનને પિતાનું જીવન નિભાવવા બીજાનો આધાર લેવો પડે છે, તે પશુ પક્ષીના કરતાં પણ અધમ છે; જે યુવાન સ્વાશ્રયી જીવન ગાળી પિતાને પ્રાપ્ત થએલી શક્તિઓ પરાર્થે વાપરે છે, તે જ ખરે યુવાન છે, અને તેનું જીવ્યું સાર્થક છે.
COMMENTS