Sunday, 29 November 2020

Gujarati Essay on "Mothers Love", "માતૃપ્રેમ વિશે ગુજરાતી નિબંધ" for Students

Essay on Mothers Love in Gujarati: In this article "માતૃપ્રેમ વિશે ગુજરાતી નિબંધ", "મા વિશે નો ગુજરાતી નિબંધ", "Matruprem Nibandh Gujarati Ma"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Mothers Love", "માતૃપ્રેમ વિશે ગુજરાતી નિબંધ" for Students

Gujarati Essay on "Mothers Love", "માતૃપ્રેમ વિશે ગુજરાતી નિબંધ" for Students

મનુષ્યને જન્મ આપતી માતાનું ગૌરવ અનન્ય છે. દરેક ભાષામાં ઘણા કવિઓએ પૃથ્વી પરના અમૃત જેવા અજોડ માતૃપ્રેમનો મહિમા વિવિધ ઉપમાઓથી વર્ણવ્યો છે. સંસ્કૃતમાં કહેવાયું છે તેમ “નનની નન્મભૂમિશ્ચ સ્વપિ પિસિા' અર્થાતુ જનની અને જન્મભૂમિ (વતન) બંને સ્વર્ગથી પણ વિશેષ મધુર છે. આપણા કવિ બોટાદકર કુટુંબપ્રેમનાં સુંદર કાવ્યો લખી ગયા છે. તેમણે પણ માતાની મહત્તા ગાતાં લખ્યું છે :

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, 

માડીનો મેઘ બારે માસ રે,

જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ ! 

કવિની આ વાત વ્યવહારજીવનમાં પણ સાવ સાચી લાગે છે. જગતમાં માતાની જોડ જડવી ખૂબ મુશ્કેલ છે. માતા ન હોય કે જે સાવકી માને પનારે પડ્યાં હોય તેવાં બાળકોને પૂછશો તો માતાનો પ્રેમ શું છે તેની કિંમત તેમના શબ્દોમાં સાંભળવા મળશે. મહાકવિ પ્રેમાનંદે એના એક આખ્યાન “કુંવરબાઈનું મામેરું'માં કુંવરબાઈની માતાવિહોણી સ્થિતિનું કરેલું વર્ણન ગુજરાતી સાહિત્યનું મહામૂલું ધન ગણાય છે. “ઘડો ફૂટે ને રઝળે ઠીકરી એવી માતા વિનાની દીકરી,... લવણ વિના જેવું અન્ન મા વિના પિતાનું એવું મન્ન...” જેવા શબ્દોમાં પ્રેમાનંદે માતૃપ્રેમનું મનભર વર્ણન કર્યું છે.

જગતમાં માતાને આટલી મહત્તા અપાઈ છે એનાં ઘણાં કારણો છે. એનું સૌથી મોટું કારણ ગણાયું છે માતાનું સમર્પણ. પોતાના હાડમાંસથી બાળકના દેહનું ઘડતર કર્યા પછી પણ બાળકને જન્મ આપવા માટે માતાએ ખૂબ કષ્ટ વેઠવું પડે છે. ક્યારેક પ્રસૂતિની આ પીડા અસહ્ય નીવડતાં બાળકને હેમખેમ જન્મ આપીને માતા પોતાનો દેહ ત્યજતી હોય છે. આમ જગતમાં બાળકને જન્મ આપતાં અગાઉ એના માટે માતા સમર્પણ કરવા લાગી જાય છે. જન્મ પછી પણ બાળકના ઉછેર માટે માતા પોતાનું સુખ છોડી રાતદિવસના ઉજાગરા કરે છે અને તેનું જતન કરે છે. પાંચ-સાત વરસ સુધી બાળક ઊછરે ત્યારે મેષણ માટે તથા તે ચાલતું, બોલતું અને દોડતું થાય એ માટે તે એનું જતન કરે છે. ઊંધ ઉજાગરા વેઠીને માંદા બાળકની ચાકરી કરતી માતાને જોઈએ તો ખ્યાલ આવે છે કે સમર્પણ કોને કહેવાય !

પુખ્ત કે યુવાન વયમાં આવેલા બાળક માટે પણ માતા સતત ચિંતા રાખતી હોય છે. તેના આહારવિહારની તથા જરૂરિયાતોની એ કાળજી રાખતી હોય છે. તેને કોઈ વાતનું દુઃખ ન લાગે એ માટે માતા હંમેશાં જાગ્રત રહેતી હોય છે. આમ બાળકની વય વધવા છતાં માતા પોતાની ફરજ ચૂકતી નથી. મોટી ઉંમરે પણ માતા બાળક માટે હંમેશાં પોતાના સુખનો ત્યાગ કરતી હોય છે. પોતાને લીધે સંતાનને દુઃખ ન થાય એની સાવચેતી રાખે છે.

આધેડ વયે પહોંચેલી માતા કન્યાવિદાયનું દુઃખ વેઠીને પોતાની દીકરીને સુખની આશિષ સાથે વળાવે છે. તો પુત્રને હોંશથી પરણાવ્યા પછી પણ તેમનો સંસાર સુખી કરવાના આશયથી તે પુત્ર-પુત્રવધૂને જુદાં રહેવા પણ સંમતિ આપે છે. આમ પોતાનાં સંતાનો પ્રત્યે માતાની નિઃસ્વાર્થવૃત્તિ પ્રગટ થતી જોવા મળે છે. મોટી ઉંમરે કદાચ સંતાનો માતાની ઉપેક્ષા કરે ત્યારે પણ માતા તો સતત એમની કાળજી લેતી જ હોય છે. એટલે જ કહેવાયું છે કે પુત્ર કદાચ કુપુત્ર બને, પણ માતા કદી કુમાતા નથી બનતી.

બાળકના સંસ્કારઘડતરમાં પણ માતાનો વિશેષ ફાળો છે. તેના વધુ સંપર્કમાં રહેતા બાળકમાં માતા જે સંસ્કારની છાપ પાડે છે તે અમીટ હોય છે. એટલે કહેવાયું છે : “જે કર ઝુલાવે પારણું, તે જગત પર શાસન કરે.' 

સાચે જ આ વિશ્વમાં માતા અને તેનો પ્રેમ અનન્ય છે.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: