Essay on City Life in Gujarati Language : In this article " શહેરી જીવન વિશે ગુજરાતી નિબંધ ", " Shehri Jeevan vishe Nibandh Gu...
Essay on City Life in Gujarati Language: In this article "શહેરી જીવન વિશે ગુજરાતી નિબંધ", "Shehri Jeevan vishe Nibandh Gujarati ma"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "City Life", "શહેરી જીવન વિશે ગુજરાતી નિબંધ" for Students
પ્રસ્તાવનાઃ “શહેરનું નામ સાંભળતા જ આપણી આંખોની સામે લાંબાલાંબા બજાર, જનસમૂહથી ભરેલા રસ્તાઓ, રિક્ષાઓ, સાઇકલો, મોટર ગાડીઓ, મોટર સાઇકલ, તેજ અવાજો, ભાગતાં-દોડતાં લોકો ઉભરીને સામે આવી જાય છે.
આપણા દેશના સ્વતંત્ર થયા પછી શહેરોનો શીધ્ર અને ઝડપથી વિકાસ થયો છે. નાના-નાના કરબા મોટા-મોટા શહેરોમાં બદલાઈ ગયા છે. હવે અહીંયા બધા પ્રકારની આધુનિક સુખ-સુવિધાઓ ઉપલબ્ધ છે. એમના આકર્ષણથી લોકોએ ગામથી શહેરોની તરફ આવવાનું આરંભ કરી દીધું છે. આ કારણે શહેરોની આબાદી વધતી ચાલી જઈ રહી છે.
વર્ણન: વર્તમાન શહેરોમાં મોટા-મોટા લાંબા-પહોંળા બજાર ફેલાયેલા છે. એમાં નાનાથી નાની અને મોટી વસ્તુ સુવિધાપૂર્વક ઉપલબ્ધ થઈ જાય છે. ગ્રામીણ લોકો પણ પોતાનો પ્રતિદિવસનો સામાન ખરીદવા માટે શહેરોમાં આવે છે. એમની કૃષિ-ઉપજો અને અન્ય સામાનનું વેચાણ પણ શહેરોમાં થાય છે. શહેરોમાં બધા પ્રકારની શિક્ષાની સુવિધાઓ છે. સરકારી કાર્યાલય અહીં જ છે. ગ્રામીણ વિદ્યાર્થી પણ શિક્ષા પ્રાપ્ત કરવા શહેરોમાં જ જાય છે. શહેરોમાં રોજગારના સાધન અધિક માત્રામાં ઉપલબ્ધ છે. મોટાભાગના સરકારી કાર્યાલયો પણ શહેરોમાં જ હોય છે.
સમસ્યાઓ અને સમાધાન: એક તરફ જ્યાં શહેરોનો વિકાસ થઈ રહ્યો છે, ત્યાં જ અહીંયા અનેક સમસ્યાઓ પણ વધી રહી છે. શહેરોમાં દિવસોદિવસ જનસંખ્યાનો દબાવ વધતો જઈ રહ્યો છે. એનાથી શહેરોમાં આવાસની સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે. એના સિવાય પાણી, વિજળી, સ્વાથ્ય તેમજ વિદ્યાલયોમાં પ્રવેશની સમસ્યા પૂણ વધતી જઈ રહી છે.
ઔદ્યોગિક વિકાસને કારણે શહેરોમાં અનેક પ્રકારના પ્રદૂષણ ફેલાતા જઈ રહ્યા છે. વાહનોની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે. એમાંથી નિકળવાવાળા ધૂમાડાથી શહેર ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. શુદ્ધ પેયજળની સમસ્યા વધી રહી છે. શહેરોમાં ફેલાતાં પ્રદૂષણથી મનુષ્ય જ નહીં, પ્રકૃતિ પણ પ્રભાવિત થઈ રહી છે. જનસંખ્યા વૃદ્ધિએ બેરોજગારીને વધારી છે. ધની આબાદીને કારણે બીમારીઓ ફેલાતી રહે છે.
ઉપસંહાર: શહેર આપણી સંસ્કૃતિનું કેન્દ્ર છે. એમનો વિકાસ થવો જરૂરી છે. વર્તમાન શહેરોમાં શહેરોમાં પશ્ચિમી સભ્યતાનો અધિક પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. આ સ્થિતિ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ માટે ઘાતક સાબિત થશે. એના પર અત્યારથી જ અંકુશ લગાવવો જરૂરી છે. ઔદ્યોગિક કેન્દ્રોની સ્થાપના શહેરોથી બહાર થવી જોઈએ. એનાથી પ્રદૂષણની સમસ્યા સમાપ્ત થશે અને શહેરોના લોકોનો વિકાસ પણ થશે.
COMMENTS