Essay on Corruption in Gujarati : In this article " ભ્રષ્ટાચાર એક સમસ્યા વિશે ગુજરાતી નિબંધ ", " ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર નિબ...
Essay on Corruption in Gujarati: In this article "ભ્રષ્ટાચાર એક સમસ્યા વિશે ગુજરાતી નિબંધ", "ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર નિબંધ", "Bhrashtachar ek Shishtachar Essay in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Bhrashtachar ek Shishtachar", "ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર નિબંધ" for Students
આજના યુગમાં સર્વત્ર ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય પ્રવર્તે છે. જ્યાં જુઓ ત્યાં બધે ભ્રષ્ટ આચાર જોવા મળે છે. જાહેરજીવનનું એક પણ ક્ષેત્ર એવું બાકી નથી રહ્યું, જ્યાં આ સડો ના પેઠો હોય. રાજકારણ તો જાણે ભ્રષ્ટાચારનો પૂરો અડ્ડો બની ગયું છે. પરંતુ શિક્ષણ, વ્યાપાર અને રમતગમત જેવી યાદીમાં તમે ઉમેરી શકો એ બધાંય ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો જોવા મળશે.
પહેલાંના સમયમાં શુદ્ધ રાષ્ટ્રપ્રેમ અને નિઃસ્વાર્થ સેવાના ભાવથી લોકો રાજનીતિ અપનાવતા હતા. પોતાની સંપત્તિ પણ રાષ્ટ્રને ચરણે ધરતા હતા. આમ છતાં પોતાને મળતી સત્તા કે સગવડનો સદુપયોગ કરીને સાધનશુદ્ધિ સાચવતા હતા. આજના રાજકીય નેતાઓમાં એમાંનું એક પણ લક્ષણ જોવા નથી મળતું. રાષ્ટ્રપ્રેમને બદલે માત્ર દ્રવ્ય-પ્રેમથી જ તેઓ ચૂંટણીમાં ઝુકાવે છે. ધાકધમકી અને કાળું નાણું વેરીને તે જીતે છે. સરકારમાં એકાદ ખાતું કે હોદો મળતાં જ પૈસા ઊભા કરવા માંડે છે. પોતાની સંપત્તિ રાષ્ટ્રને અર્પણ કરવાને બદલે રાષ્ટ્રની સંપત્તિ ઘરભેગી કરવા માંડે છે. વિદેશી બેંકોમાં નાણાં જમાવીને નિરાંતે ઊંઘવા લાગે છે.
યથા રાજા તથા પ્રજા એ ન્યાયે પ્રજામાં પણ ભ્રષ્ટાચાર પાંગર્યો છે. વેપારીવર્ગ માલમાં ભેળસેળ કરે છે. તેલ, અનાજ કે દવા સુધ્ધાં ભેળસેળથી બચ્યાં નથી. એનાથી ત્રાસીને એક યુવાન ઝેરી દવા ગટગટાવી ગયો પરંતુ એ બિચારો મરી ન શક્યો, કારણ કે ઝેરમાં પણ ભેળસેળ નીકળી. એથી તેને યમઘરને બદલે આત્મહત્યાના ગુનામાં જેલ જવું પડ્યું. શાકભાજી, દૂધ અને રોજિંદી જીવનજરૂરી વસ્તુઓમાં થતી ભેળસેળ પ્રજાના સ્વાથ્યને જોખમાવે છે.
જયારે ભણતરની સુવિધા ઓછી હતી ત્યારે શિક્ષણનું ધોરણ ઊંચું હતું. આજે ભણવાની સગવડો વધી, શિક્ષકોના પગાર, વિદ્યાર્થીની ફી અને ચોપડાની કિંમત - બધું જ વધ્યું છે. પરંતુ શિક્ષણ તદન કથળ્યું છે. ટ્યૂશનની બદી, પરીક્ષામાં થતી ચોરીઓ, જાહેર થવાના તૈયાર પરિણામમાં થતા ચેડા અને પાસ કે ઊંચા ટકાને માટે થતી મોટી રકમની લેવડદેવડ જોઈને થાય કે હવે શિક્ષણનું ઊઠમણું જ થઈ ગયું છે !
આટલા બધા વ્યાપક ભ્રષ્ટાચારને જોઈ કોઈ સંવેદનશીલ વ્યક્તિ ઉશ્કેરાઈને પોલીસમાં ફરિયાદ કરવા ગયો. પણ તે પાછો ઘેર ન જઈ શક્યો. એની ફરિયાદો ધીરજથી સાંભળીને નોંધવાને બદલે તેને કશું જ બોલવાની તક આપ્યા વિના, ચોરીના ઇરાદે શકમંદ હાલતમાં પકડાયાની નોંધ સાથે તેને કસ્ટડીમાં મૂકી દીધો અને જેલ ભેગો કરી દીધો. તેણે વકીલ રોક્યો, જે ખૂબ પ્રતિષ્ઠિત હતો. આમ છતાં એ કેસ હાર્યો, કારણ કે તે પણ ફૂટેલો નીકળ્યો. થાકીહારીને તેણે ન્યાયતંત્રમાં જોશભેર રજૂઆત કરી. તેની પૂરી કેફિયત જાણ્યા વિના જ તેને જેલમાં મૂકદીધો, કારણ કે ન્યાયાધીશને પણ અન્યાય કરવા...
જયારે આખું આભ જ ફાટ્યું હોય ત્યાં થીગડાં કેટલાં દેવાય? આમ ચોતરફ ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો હોય ત્યાં સભ્ય ને શુદ્ધ રહેવું શક્ય તો નથી, ઊલટાનું જોખમભર્યું છે એટલે મને-કમને પ્રજા સંમત થઈને ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર ગણતી થઈ ગઈ છે. બોલો, ભ્રષ્ટાચાર ભગવાનની જય !
COMMENTS