Monday, 14 October 2019

સદાચાર ગુજરાતી નિબંધ - Sadachar Nibandh in Gujarati

Sadachar Nibandh in Gujarati : In this Article, we are providing "સદાચાર ગુજરાતી નિબંધ" For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Sadachar Nibandh in Gujarati to complete their homework.

સદાચાર ગુજરાતી નિબંધ - Sadachar Nibandh in Gujarati

  • વિદ્વાન, કુલીન કે બુદ્ધિમાન ચઢે કે સદાચારી ચ? સદાચાર એટલે શું ? 
  • આચાર વિનાના વિચાર નકામા છે, શા કારણથી ? 
  • મનુષ્યજીવનમાં સદાચારની કિંમત કેટલી? 
  • મહાપુરુષોના જીવનમાં તમને શું માલુમ પડે છે? 
  • સદાચરણ મનુષ્યનાં ગુણ, સ્વભાવ, ને કર્મ કેવાં હોય? છે. 
  • આત્મબળ શાથી મેળવાય? સદાચરણને પ્રભાવ કેટલો?
  • સારાંશ.
આચાર એટલે રહેણુકરણ, રીતભાત અગર વર્તણુક. એ સત્ય રસ્તે હોય તે સદાચાર કહેવાય, અને એવા સદાચારવાળો માણસ તે સદાચારી કહેવાય. ઉત્તમ પ્રકારની કેળવણી પ્રાપ્ત કરી હોય, ઉત્તમ કુળમાં જ હોય, કે બુદ્ધિના પ્રભાવે કે અનુભવથી ઉત્તમ કુશળતા પ્રાપ્ત કરી હોય, તેથી તે સદાચારી છે એમ ન કહી શકાય; પરંતુ જે અંતરની સવૃત્તિને બહાર આચારમાં મૂકી આદર્શજીવન ગાળતે હેય તેને જ સદાચારી કહેવાય.

આચાર વિનાના વિચાર નકામા છે. એક બાળક પાટી ઉપર ગમે તેટલાં મીડાં કરે, તે પણ તેની કિંમત નથી; પરંતુ તે બધાં મીડાંની આગળ એકજ એકડો મૂકવામાં આવે, તો તે મીડાંની કિંમત લાખો ગણી થઈ જાય છે. તેવી જ રીતે વિચારો ગમે તેટલા સારા હાય, અને બુદ્ધિ પણ ગમે તેટલી સારી હોય. પરંતુ તેની કિંમત નથી. વિચાર અને બુદ્ધિ સાથે આચાર હોય તે જ તેની કિંમત છે. વળી વિચાર અને બુદ્ધિ વગરને આચાર પણ સદાચાર નથી. અર્થાત સદાચારમાં વિચાર ને બુદ્ધિ જોઈએ જ. આ પ્રમાણે ઉત્તમ વિચાર જોઈએ, ઉત્તમ બુદ્ધિ જોઈએ, અને ઉત્તમ આચાર જોઈએ.

વિચાર પ્રાપ્ત કરવાનું સાધન સત્સંગ, અવલોકન અને પુસ્તકનો સહવાસ છે. એ સાધનોથી પ્રાપ્ત કરેલા વિચારના શ્રવણ, મનન, અને નિદિધ્યાસનથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. કોઈપણ વિદ્વાનના વિચારો તે તેનું નિરાકાર સ્વરૂપ છે, અને આચાર તેનું સાકાર સ્વરૂપ છે. જેના વિચારે ઉમદા હેય છે, તેની અસર તેના જીવન ઉપર થયા વિના રહેતી નથી. પરંતુ એ વિચારેને વળગી રહેવાનો તેનો ગુણ અને સ્વભાવ હોવો જોઈએ.

પિતાના વિચારોને દઢ નિશ્ચયથી વળગી રહેનારાજ દુનીઆમાં મહાપુરુષ થયા છે અને અમર કીર્તિ મેળવી ગયા છે. દુનીઆના બધા મહાપુરુષો પોતાના વિચારને અડગપણે વળગી રહી, તેને પ્રત્યક્ષ કરવાના પ્રયાસમાં જ્યારે ફતેહમંદ થયા છે, ત્યારે જ ઉમદા કાર્યો કરી ગયા છે. માટે હંમેશાં સારા વિચાર કરવા, અને તેને દઢ નિશ્ચયથી વળગી રહેવું. વળી પ્રત્યેક મનુષ્યને સત્ય ઉપર દઢ પ્રીતિ હેવી જોઈએ. એ સત્યનિષ્ઠાથી જે સત્યવચાર થાય, તેને પ્રાણને પણ ફેરવવા નહિ. જે માણસને નિશ્ચય નથી, તેને વિચાર કામ લાગત નથી, અને તેનું જીવન સુકાન વિનાના વહાણ જેવું છે.

સદાચરણ મનુષ્ય હમેશાં સત્યમાર્ગે ચાલે છે, કર્તવ્યો સમજે છે, અને પ્રમાણિકપણે લક્ષ્મી પ્રાપ્ત કરે છે. તે દયાળુ, નમ્ર, અને પરોપકારી હોય છે. તે સૃષ્ટિના દરેક જીવ ઉપર એક સરખી પ્રેમદષ્ટિ રાખે છે. એક વિદ્વાન કહે છે, કે “કેઈપણ દેશની આબાદી તે દેશની પ્રજાના સદાચરણ ઉપર છે, દેશના કિલ્લા, મહેલ ને વસુલાત ઉપર નથી.” સદાચરણથી સવિદ્યા મેળવાય છે, સવિદ્યાથી સત્ય ઉપર પ્રીતિ થાય છે, એ સત્યનિષ્ઠાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે, જગતને વિશ્વાસ મેળવવાથી કેને અદ્વિતીય પ્રેમ મેળવાય છે, અને એ પ્રેમથી દરેક પ્રકારનાં ઐહિક અને પારલૌકિક સુખ પ્રાપ્ત થાય છે.

સદાચરણ કે સુંદર ચારિત્ર્યના પ્રભાવ વડે પ્રજા આત્મબળ મેળવે છે. એ આત્મબળ આગળ જગતનાં કઈ બળ વિસાતમાં નથી. અગાધ શક્તિ વાળો રાવણ એક અબળા ગણાતી સીતાને વશ ન કરી શક્યો, હિરણ્યકશિપુ પાસે અખૂટ શકિત હોવા છતાં તે એક બાળક-અલ્લાદને ન મારી શકે, આમ સદાચારના અગાધ સામર્થ્ય આગળ બીજ સર્વ બળો નકામાં થઈ પડે છે.

બુદ્ધિશાળી માણસનાં દુનીઆ વખાણ કરે છે; પણ સદાચારી ને માણસને દુનીઆ વશ થાય છે, એટલું જ નહિ, પણ તેને માટે મરવા પણ તૈયાર થાય છે. વળી સદાચારી મનુષ્ય ઉપર પ્રભુ પણ રાજી રહે છે. તે તેને અનેક રીતે મદદ કરે છે. એક વિદ્વાન કહે છે, કે “ચારિત્ર્યની મુઠ્ઠી સો મણ વિદ્યાની બરાબર છે.”

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: